Cut To Point

ભારત લોકશાહી રાષ્ટ્ર છે, એટલે જ, 
પ્રજા ચૂંટે છે એના પ્રધાન ને. 

પરંતુ જયારે પ્રધાન પોતે પોતાની જાતને ચૂંટાવે, 
ત્યારે તેઓને પોતાની વોટબેંકો ઉભી કરવી પડે છે, 
જયારે ભારતમાં વોટબેંક એટલે જાતિવાદ અને ધર્મની રાજનીતિ, 
જે રાજકારણીઓ જનતાના "સ્વમાન"ને ઠેસ પહોચાડીને ઉભી કરે છે. 

ભારતીયો પાસે પોતાના સામાજિક કલ્ચર અને સ્વમાન સીવાય 
બીજું કશુંજ નથી એટલે, 
સ્વાભાવિક રીતે, જનતા પાસે જે છે ઉપયોગ તેનો જ થવાનો છે. 

પરંતુ 

જયારે ભારતીયો પાસે વિશ્વ કક્ષાનું વિજ્ઞાન, શિક્ષણ, કલા અને દુરંદેશી હશે 
ત્યારે એ રાજકારણીઓ ને તમારા સ્વમાન અને સ્વભાવની જરૂર નહીં પડે. 
ત્યાર પછી જ આપણા ભારતીયોને યોગ્ય સરકાર અને સરકારને યોગ્ય જનતા મળશે. 

समजदार को इशारा काफी 

જય હિન્દ. 














ઝેવિયર્સ ભરતી વિવાદ, અમદાવાદ.

૬ એપ્રિલ, ૨૦૧૬નાં રોજ અમદાવાદ ખાતે સેંટ. ઝેવિયર્સ શૈક્ષણિક સંસ્થાનાં કેમ્પસમાં આવેલ માનવવિકાસ અને સંશોધન કેન્દ્રએ સફાઈ કામદારોની રોજગાર ભરતી માટેની જાહેરાત આપી હતી.

તો વાત એમ હતી કે, તે જાહેરાતમાં પટેલ, ક્ષત્રીય, બ્રાહ્મણ, પઠાણ અને ખ્રિસ્તીને પ્રથમ પસંદગી આપવાનું લખ્યું હતું તેનાથી પોતાને અને પોતાની પ્રવુંત્તીઓને વધારે પડતી “ઉચ્ચ” સમજતી પ્રજાને કંઇક ખોટું લાગી ગયું.

હવે ત્યાર પછી એ દરેક વાંધા ઉપાડનારાઓ એ એમનાથી બનતું કર્યું. નજીવી તોડફોડ પણ થઇ છે. જો ઝેવિયર્સ સંસ્થા આવા “અક્ષમ્ય” ઉલ્લઘન બાબતે જાહેરાતમાં ઉલ્લેખાયેલ તમામ વર્ણોની માફી નહીં માંગે, તો “ગાંધીચિંધ્યા” માર્ગે આંદોલન કરવામાં આવશે એવી કંઇક દરખાસ્તો થઇ છે!

આજના સમયમાં દરેક વિરોધ કર્તાઓને ગાંધીજીનો માર્ગ પસંદ છે પરંતુ ફક્ત વિરોધનાં જ અર્થે. ગાંધીજીએ ફક્ત અહિંસક લડત નહીં પણ સાથે સાથે બીજી ઘણી બધી બાબતો પર મનુષ્ય જાતને વિદ્યાવાન કર્યા છે જેના દ્વારા ગાંધીજી ફક્ત ભારતીયો માટે નહીં પણ આંતરાષ્ટ્રીય કક્ષાએ પૂજ્ય બન્યા છે.

આખો મુદ્દો ફક્ત એ બાબતે સર્જાયો કે, દેશનો અમુક વર્ગ જ ફક્ત સાફ સફાઈ માટે અર્જિત છે! તો પછી એ સંસ્થાના કર્મચારીઓની હિમ્મત કઈ રીતે થઇ કે એ “ઉચ્ચ” વર્ણોનાં જીવોને આવા કાર્યો માટે પસંદગીમાં પ્રથમ ઉતારે?

અરે સાહેબ! લડત માટે જે જે લોકો અત્યાર સુધી ગાંધીજીનાં નામે ચરી ખાય છે એ લોકો એ ગાંધીજી વિષે થોડું વધારે ઊંડાણમાં જવાની જરૂર છે. ગાંધીજીએ પોતાના સત્યના પ્રયોગોમાં ટાંક્યું છે કે, “સ્વચ્છતા” અને “સાફ સફાઈ” જેવા કાર્યો ઈશ્વરપ્રીય અને અતિમૂલ્યવાન છે અને દરેક જાતના વ્યક્તિનો એ એક સામાજિક ધર્મ છે. ગાંધીજી પોતે પણ આજીવન એ બાબતે વળગી રહ્યા. ગાંધીજી પોતે વસાહતોમાં જઈ જઈ ને પરિસરો અને શૌચાલયો ચોખ્ખા રાખવામાં પોતે ભાગીદાર થયા છે.

હવે આ વાત હતી ગાંધીજીનાં સુચનોની. પરંતુ હમણાંથી દરેક વર્ગ અનામત મેળવવા માટે લડતો લડે છે. એ જ પરિસ્થતિમાં અગર કોઈ સંસ્થા એ અનામતમાં આવવા માંગતા ટોળાઓને, અનામતમાં આવતા વર્ગોનાં કાર્યો કરવા માટે સક્ષમ માની લીધા તો શું વાંધો હોઈ શકે? આનો મતલબ એ થયો કે શું અનામતમાં આવવા માંગતા દરેક વર્ગો ફક્ત અનામતીય મલાઈનાં જ ઘરાક છે?

આ લેખ લખવા પાછળ એ જ નિષ્ઠા છે કે જેવા છો એવા બરાબર છો. નજીવા ફાયદાઓ માટે પોતાને કે પોતાના વજુદને બદલાવાની માંગણી ઉભી કરતા વર્ગોને આવા દિવસો કદાચ ભવિષ્યમાં જોવા નહીં કરવા પણ પડે તો નવાઈ નહીં!

ઉર્વીશભાઈ એ એમના લેખમાં બહુજ સરસ લખ્યું છે કે, જે જે વર્ગોનાં લોકોને આ ઝેવિયર્સ સંસ્થાના આ પ્રકારના વર્તનથી લાગી આવ્યું હોય તો તેમને વળતો પ્રહાર કરવો જોઈએ અને તેઓને કહી દેવું જોઈએ કે અમારી ખેતી, અમારા કર્મકાંડ એ અમારી બીજી પ્રવુત્તિઓ માટે અમે દલિતોને પ્રથમ પસંદગી આપશું.

પોતે બદલો..સમય અને દેશ જાતે જ બદલાશે.

જય હિન્દ.



"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો