પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સકારાત્મકતા, ઉત્સાહ અને ભારત

ભારત એ POKની હદમાં આવીને જે સર્જિકલ મુવમેન્ટ કરી તેના માટે તમામ એક્ટીવ કમિટી, સેના અને મુવમેન્ટ પર ગયેલા જવાનોને આભાર. હા એક સુચના....આ પોસ્ટમાં આપણી સેના, મોદીજી અને પક્ષોને ચર્ચામાં નહીં લાવું. કારણ કે હું જે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યો છું એ આ બધાથી અલગ અને ઉપરનો મુદ્દો છે. અને એ મુદ્દો છે ભારતીય જનતાનો પોતાની જ ક્ષમતા પર પાછો ફરેલો વિશ્વાસ. એક આનંદ છે આપણા બધામાં આજે સવારથી જ. એ આંનદ શેનો છે એ કોઈ તેનું વિશ્લેષણ કરી શકે? કોઈપક્ષનાં નેતા એ કૈંક અલગ કર્યું એટલે છે? ના, શું આપણા સૈનિકો એ આ કાર્ય કર્યું એનો છે? નાં. શું ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો એનો છે? ના. તો? ગઈકાલની મુવમેન્ટથી ભારતની જનતાને પોતાના જ વજુદ પર પુનઃવિશ્વાસ આવ્યો છે. આપણા બધાને એક વિશ્વાસ બેસી ગયો કે, આપણે પણ જવાબ આપી શકીએ છીએ. અત્યાર સુધી ફક્ત સાંભળેલા દાખલાઓ જયારે નજર સામે શક્ય બનતા જોઈએ અને એ પણ આપણા જ લોકો દ્વારા થયેલા હોય ત્યારે કોઈપણ રાષ્ટ્રની જનતામાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને ઉત્સાહમાં ધરખમ વધારો થાય છે અને એ પણ એક લાંબા ગાળા સુધી દેશની જનતાને દેશના માળખા પર વિશ્વાસ બેસે છે. ગઈકાલનાં જેવી મુવમેન્ટસને મનોવ

કડવું જરૂરી છે, મિત્ર!

જેમ કડવો ખોરાક પેટ સાફ કરે, તેમજ સાંભળેલા કડવાં શબ્દો આપણી જીભ સાફ કરે, કડવી વાસ્તવિકતાઓનું આત્મજ્ઞાન વિચારો સાફ કરે, અને...... કડવાં અનુભવો આવનાર પ્રયત્નોમાં સુધારો કરે છે. By Kamal Bharakhda

જાતિવાદ એક ગ્લોબલ સમસ્યા છે.

દુનિયામાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક જાતિવાદનાં કિચડમાં ઓળઘોળ હોય જ છે. અને એ વાતમાં મારી સહમતી હોવાના કારણો રજુ કરવાં માગું છું. દેવદત્ત પટનાયકના એક શો માં એમણે જાતિવાદ પર ખૂબ સરસ સમજણ આપી હતી. એમણે કહ્યું હતુ કે, જાતીવાદીપણું એક માનવીય સ્વભાવ છે. જેમ ભુખ લાગતાં આકૂલ વ્યાકુળ થઈ જવાય છે તેમજ સામાજિક પ્રાણી એવાં માણસમાં તેની પોતાની કોઇપણ પરિસ્થતીમાં બીજાથી અલગ હોવાની માનસિકતા જ ખરી જાતિવાદ છે. જાતિવાદ એટલે દલિત-સવર્ણની માથાકૂટ જ નહીં પણ અમીરી-ગરીબી, હોશિયાર-સામાન્ય વગેરે વગેરે.. જેમ ભારતમાં જે પ્રમાણે જાતીવાદ છે તે બધાને ખ્યાલ જ છે પણ જાતિવાદ એ વૈશ્વિક સમસ્યા છે. માનવામાં ન આવ્યુ ? જી હાં, જે પણ વ્યક્તિ અમેરિકા કે બીજા દેશોમાં ભણવાના કે નોકરીના સપના જોવે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ પણે જાતિવાદનાં કિચડમાં ઘસી ચુક્યા છો. ભણવા જતાં પહેલા તમારે જે બેન્ક બેલેન્સ બતાવવું પડે છે તેનાથી એ એમને યે ખ્યાલ અવે છે કે તમે પહોંચી શકો એવાં સમાજમાંથી આવો છો. અને જયાં સુધી કોઈ પાક્કી આવડત ન હોય ત્યાં સુધી કામ કરવાનાં વિઝા પણ નથી જ મળતાં. આ બધુ જાતિવાદ છે. અમીરી ગરીબી અને નિપુણ અને નકામો. એટલે જ

India's action against Pakistan

अगर पाकिस्तान के साथ वोटर ट्रीटी को रद करने का फैंसला क़ायम होता है तो अब से हम सब भारतीय सिर्फ़ यही कहेंगे की, काश्मीर क्यां अब अगर पानी मांगो के तो भी चिर देंगे । :) ;) :p #WeNeedStrongAction on #Pakistan Kamal Bharakhda

શું દેશ માટે જીવવા મરવાનો ઇજારો ફકત સૈનીકોનો જ છે?

ફેસબુક પર આપણા શહીદો અને સૈનિકોનાં લેખો પર એક લાઈક અને કમેન્ટ કરીને તમે તમારી જવાબદારી પૂર્ણ કરી લીધી એમ સમજો છો? એક સૈનિક જ્યારે શહીદી વહોરે છે ત્યારે તેનો દેશ પ્રત્યેનો પ્રેમ, ભાવ અને ધગશ એ બધાય એલિમેન્ટ કરતા પણ પોતે પોતાની જાત સાથે કરેલ કમીટમેન્ટ બાબતેની વફાદારી સ્પષ્ટ હોય છે.  એક સૈનિક ક્યારેય ભારતના અમુક ભ્રષ્ટ નાગરિકની જેમ એ સમયે ભ્રષ્ટ નથી હોતાં કે જે પતાના પર આવી જાય તો દેશને, પોતાની જાતને અને તમામને ભ્રષ્ટાચારનાં કિચડમાં હોમી દેતાં સેજ પણ વાર વિચારતા નથી અને એ બસ ઠંડા લોહી એ બધુ કરતા રહે છે. મજબૂરી જરૂરિયાતોથી ઉભી થાય છે કે અપેક્ષાઓથી તેનું આત્મજ્ઞાન કરવું જરૂરી છે. આપણા સૈનિકોને એટલો જ ભથ્થો મળે છે જે કોઈપણ સામાન્ય શિક્ષિત ભારતીયને મળે છે. નથી એમને કંઈ વધારે મળતું કે નથી આપણને કંઈ ઓછું!  આવા લેખ ઘણા એ લખ્યા છે અને લોકો ભવિષ્યમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ લખતા જ રહેશે. પણ મારો લખવાનો મુદ્દો અહીં કૈંક અલગ છે. જેમ તમે અને હું એક મનુષ્ય અવતાર છીએ તેમ જ સૈનિક પોતે પણ એક માણસ જ છે! એવું કોઈપણ બંધારણ નથી કે, જેમાં લખ્યું હોય કે એક માણસ એક માણસ માટે પોતાનો જીવ ન્યોછ

જાહેરાત દાનની કે પછી ડોનરની?

ગઈકાલે અડ્ડામાં એક મિત્રએ સુરતનાં  સત્જન દ્વારા કરવામાં આવેલ આપણા ૧૭ શહીદ સૈનિકોના પરિવારને આર્થિક મદદની જાહેરાત બાબતે અભિનંદન અને પરોક્ષ રીતે સમાજને એક સારી શિખામણ આપતો ફોટો પોસ્ટ કર્યો હતો. આર્થિક મદદ જો સદ્કાર્યે થતી હોય તો એ “દાન” છે. એ જ પોસ્ટમાં કિરણ ત્રીવેદીજીની કમેન્ટ વાંચ્યા બાદ મને એવું લાગ્યું કે, એમનાથી પોસ્ટ જોયા પછી રહેવાયું નહીં હોય અને નિખાલસપણે એમણે પોતાની લાગણી વ્યક્ત કરી દીધી હશે, અને અમુક વ્યક્તિઓને એમનો વિરોધ પણ કર્યો. પરંતુ હું તો એમની વાત સાથે સંપૂર્ણ સહમત હતો. એમની અપીલ એ વ્યક્તિ પર ન હતી પરંતુ તેમની સહાય/દાન જાહેરાત કરવાની મેથડ પર હતી એવું મને દેખાઈ આવતું હતું અને એ સાચું પણ હતું. હવે એજ પોસ્ટમાં બીજી કમેન્ટ એવી પણ વાંચવા મળી કે, એ સત્જ્ન દ્વારા થયેલા શુભ પ્રયાસોથી સમાજમાં લોકોને સહાય બાબતે એક સારો મેસેજ પહોંચે અને લોકો પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદોને નાની મોટી મદદ કરવા હેતુ માનસિક બળ મળે. ટેકનીકલી એ પણ સાચી વાત છે. દાન જેવી ક્રિયાનો પણ એક પ્રોટોકોલ હોય છે અને જો તમારે તમારાં દાનથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઈરાદો પણ હોય તો એ પ્રોટોકોલ મુજબ જ દાનની જા

કાશ્મીરને આઝાદ કરવાનાં મુદ્દે ભારતની સમસ્યા

ડેવિડ દેવદાસ, એમણે કાશ્મીર પર ઘણા પુસ્તકો લખ્યા છે. આજે હિન્દુસ્તાન ટાઈમ્સમાં ( HT ) એમના લેખમાં શ્રીનગરમાં પ્રોટેસ્ટ કરતા યુવાનો અને બ્લ્યુ શબ્દોમાં લખેલ FREE KASHMIR જેવા પોસ્ટર્સ સાથે એક ફોટો મુક્યો છે એ જોઇને મને આ લેખ લખવાનો વિચાર આવ્યો.  કાશ્મીરી જનતા ખરેખર કાશ્મીરને આઝાદ કરાવીને શું ઈચ્છે છે એ એજ જાણે પરંતુ કાશ્મીરને આઝાદ કરાવવાના પ્રયત્નોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે! કાશ્મીરની જનતા શું સૈન્યના દબાણના લીધે પોતે આઝાદ થવા માંગે છે કે એમનો પોતાનો એક આઝાદ રાષ્ટ્ર તરીકે કોઈ ફૂલ પ્રૂફ પ્લાનીગ છે જેમાં દરેક કાશ્મીરી જનતાનાં સોનેરી ભવિષ્યની ચાવી છે જે ભારત સાથે રહીને બિલકુલ શક્ય નથી? જો એવું ખરેખર હોય તો તેઓ એ પ્લાનિંગ જણાવી શકે છે. અત્યાર સુધી તો એજ ખ્યાલ હતો કે, કાશ્મીરને સંપૂર્ણ તાબે કરવા પાકિસ્તાન ભારત સાથે રાજનીતિ રમી રહ્યું છે જે કોઈપણ કારણોસર જોવા જઈએ તો કૈંક અંશે વ્યાજબી છે. કારણ કે, ખરેખર પાકિસ્તાનને કાશ્મીર હડપવું જ હોય તો પાકિસ્તાને કરેલા તમામ પ્રયત્નો ભલે નાગળદાયી ભર્યા હોય પરંતુ પાકિસ્તાન આ પ્રયત્નો ફક્ત પોતાની માનસિકતાએ તો ન જ કરી શકે. કાશ્મીરની જનતાનો પણ સાથ સહકાર

સ્ત્રીઓને વકીલાત માટે વકાલાત કરો.

દીકરીઓ એ ડૉક્ટરી કે કોમર્સ શાખામાં વગર વિચાર્યે અભ્યાસ કરવાં કરતાં વકીલાતનો અભ્યાસ કરી લેવો. એ દીકરીને તો કામ આવશે જ પણ સાથે સાથે તમારાં વર્તુળમાં આવતાં તમામને એ કામ લાગશે. #WomenEmpowerment in true way. Kamal Bharakhda

સ્ત્રીઓનાં દુઃખનું કારણ

સ્ત્રીઓનાં સ્વાભિમાનની જવાબદારી પુરુષ વર્ગ લઇને બેઠો છે એટલે જ સ્ત્રીઓ દુઃખી છે.

ઉશ્કેરાઈ જવું અને ગુસ્સે થવાનાં કારણો?

કોઈ વ્યક્તિ ઉશ્કેરાઈ જવું કે ગુસ્સે શુકામ થાય ? કારણ? આ દુનિયા બે વસ્તુ પર ચાલે છે. 1. માન્યતાઓ 2. સંપુર્ણ સનાતન સત્ય સત્ય એ સત્ય છે. સત્ય પામી ગયા બાદ તેને કોઈની માન્યતાઓની જરૂર નથી પછી સામે વાળો માને કે ન માને. હવે જ્યારે કોઇ વ્યક્તિ સત્યને સુધી પહોંચ્યા વગર કોઈ એક સ્ટેન્ડ પર આવે છે ત્યારે એ પરિસ્થતી તેનાં માટે સત્ય છે પણ હકીકતમાં એ તેની માન્યતાઓ છે. જેમકે, જર્મન માટે યહૂદીઓ અપશુકનીયાંળ છે. એ હિટલરની માન્યતા કહેવાય. એ સત્ય જ હોય એ જરૂરી નથી. હવે સ્વાભાવિક છે કે કોઈ તમારી માન્યતાઓ ને તોડી પાડે કે જેને તમે વર્ષોથી સત્ય સમજતા હતાં તો એ પોતાનો પક્ષ લે એ પણ સ્વાભાવિક છે. ડાહ્યા માણસો પોતાની માન્યતાઓને કાંઇ પણ બોલ્યા ચાલ્યા વગર અપગ્રેડ કરી લેશે અને જે મિત્રો એક્સેપ્ટ નહીં કરી શકે એ  સ્વાભાવિક પણે રિએક્શન આપશે. હિટલર હોય તો સામે વાળાને ગેસ ચેમ્બરમાં પધરાવી દેશે અને સામાન્ય વ્યક્તિ હશે તો એ ગુસ્સો કે લડવા બેસશે. Kamal Bharakhda

બલી પ્રથા

બલી, એ માન્યતા છે. જેમ મુસ્લિમ ભાઇઓ આપે છે તેમજ પરોક્ષપણે હિંદુ ભાઇઓ પણ આ બલીમા માને જ છે. આજે પણ માતાજીનો હવન જયાં જ્યાં થાય છે ત્યારે કોળું કાપવામાં આવે છે. તમે જીવ કાપો કે ફ્ળ પણ તમારી દાનત તો કાપવાની જ ને! એજ ખોટી. Kamal Bharakhda

કડવી ખાંડની ચાં!

ચાં ભલેને ગમે ત્યાંથી લાવો...પરંતુ ખાંડ કડવી નીકળે તો? આ અહેવાલથી સુરતમાં કાર્યરત એકમાત્ર PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં થયેલા મારા કડવા અનુભવ વિષે જણાવવા ઈચ્છું છું.  PSU એટલે? રાષ્ટ્રની પ્રજાને ધ્યાનમાં રાખીને એમની ઔદ્યોગિક અને અન્ય પ્રાથમિક જરૂરિયાતોનો પુરવઠો અને સપ્લાયને સરભર રાખવા સરકાર પોતે જે પણ ઉદ્યોગમાં જંપલાવે તેને બંધારણીય શબ્દોમાં PSU (PUBLIC SECTOR UNIT) કહે છે. પેટ્રોલીયમ, ખેતી, રસાયણો, વાહનવ્યવહાર, શિક્ષણ, બેંક વગેરે વગેરે ક્ષેત્રોની પ્રોડક્ટ અને સર્વિસીસનો PSUમાં સમાવેશ થાય છે.  કોઈક કારણસર મારે સુરત મારા મિત્ર તેજસને ત્યાં જવાનું થયું. તેજસ, હજીરા, સુરત સ્થિત પ્લાન્ટમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. અમારી ચર્ચા ચાલી રહી હતી ત્યારે રાતનાં ૧ વાગ્યે પ્લાન્ટમાંથી ફોન આવે છે કે, પ્લાન્ટમાં એક પ્રોબ્લેમ ઉભો થયો છે.  પ્રથમતો તેણે ફોન ઉપરજ ઉપાય આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ પ્લાન્ટમાં તેજસથી પણ વધારે અનુભવી વ્યક્તિઓએ કશુંજ પ્રયત્ન કર્યા વગર હાથ ઉપર કરી લીધા. પરંતુ પોતે પ્રમાણિક અને કાર્યનિષ્ઠ હોવાને લીધે એ પ્રોબ્લેમનો ઉપાય કરવા માટે હું અને તેજસ રાતના ૨ વાગ્યે અમે સ

ટેલીશોપિંગનું ગણીત! ફુલ પ્રોફિટ!

પહેલાં ધંધામાં પણ એક પ્રકારનું પ્રામાણિક સ્તર હતું. વેપારીઓ સ્કીમો લાવતા પણ ઓટલા પંચાયતો પણ ન પકડી શકે એવી અઘરી હોય અથવા સંપુર્ણ પ્રામાણિક હોય. મોટે ભાગે ગ્રાહકોના પૈસા વસુલ થતાં! હવે અત્યારે ટેલીશોપિંગ જેવી પ્રોડક્ટ પ્રમોશન મેથડ ઘણી ચાલી છે. એક દિવસ થયુ કે જોઈએ શુ કહેવા માંગે છે એટલે લાગતી વળગતિ ચેનલ ચાલુ કરી અને ધ્યાનથી એમની મેથડ સમજવાનો પ્રયત્ન કર્યો...તો ઘણી સ્કીમો બાર આવી ;) જેમ કે..... - તમારાં ઘૂંટણનાં રોગને જડમુળમાંથી કાઢી નાખવા અમારાં પ્રોડક્ટને ખરીદો. અમારો બે મહિનાનો કોર્સ છે. - બે મહિના વાપર્યા બાદ પણ તમને અમારો પ્રોડક્ટ ન ગમ્યો અથવા અસરદાર ન લાગ્યો તો "તમે પ્રોડક્ટ પાછો આપી શકો છો" અને તમને પૂરા પૈસા પાછા મળી રહેશે. મજા તો હવે આવશે! પ્રોડક્ટ 45 દીવસ ચાલે એટલો જ હોય છે. (એવું એ લોકો નિખાલસપણે 30એક મિનિટની એડમાં એક વાર તો જરૂર બોલી જાય છે) હવે 2 મહિના પૂરા કરવા બીજો ઓર્ડર કરવાનો. 2 મહિના એટલે કે 60 દિવસે પ્રોડક્ટ વાપર્યા પછી પણ તમને જો અસર ન કરે તો 45 દિવસ પહેલાં જ પૂરો થઈ ગયેલો પ્રોડક્ટ તમારે પાછો આપી દેવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો પણ 15 દિવસ વપરાયેલ બીજો પ્ર

ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય?

ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય? આજે સવારે જ મારી બેનને મેં એની કંપનીના બોસને આ અતિ અસામાન્ય પ્રશ્ર્ન પૂછવાનું કીધું! મારી બેન સિવિલ એન્જિનિયર છે. અંધેરી, મુંબઇમાં એક સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં છેલ્લાં 5 એક વર્ષથી જોબ કરે છે. મુંબઈની પ્રતિષ્ઠિત ભગુભાઇ કૉલેજમાંથી સિવિલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા પુરૂ કરીને ટ્રેનિંગ દરમ્યાન જ જોબ મળી ગઇ. હવે પ્રામાણિક પણ કેલ્ક્યુલેટર જેવી મારી બેનને કોણ કંપની છોડે? આજે સવારે સવારે એનો મગજ ઉખળેલો હતો. મેં પરિસ્થતી હાથમાં આવતાં પુછ્યું, શુ થયું? એણે કહ્યુ કે, "યાર ઓલો કંપનીમાં કંઇજ નથી કરતો અને એની સેલેરીમાં 25ટકા વધારો કરી દીધો અને હુ આજે રવિવારે પણ કામ હોય તો જાઉં છે એની સાથે કેમ આવું ? અને એ વ્યક્તિએ કંપની સાથે ફ્રોડ પણ કર્યું છે. અને અમારાં બોસને બધી ખબર છે છતાં?" પછી મેં એને શાંતિથી સમજાવ્યું કે, "સમાજમાં બે પ્રકારનાં લોકો હોય. એક તો તારા જેવા કેલ્ક્યુલેટર જેને એક વાર પ્રોગ્રામિંગ કરી આપો એટલે મંડ્યા રહે અને બીજો વર્ગ ઓછો છે પણ તેઓ તમામ કેલ્ક્યુલેટરોનાં પ્રોગામર છે. જે બેઠા બેઠા આજ ધંધો કરે બસ પ્રોગ્રામિંગ! અને કંપનીની દુખત

થઈ જવાય છે!

જવાબ નથી હોતો ત્યારે કવી બની જવાય છે, પરિસ્થતી હાથમાં હોવાં છતાંય કાયર બની જવાય છે. કરેલા પ્રયત્નોની રાખ જોઈને રોવાઈ જવાય છે. પણ અનુભવોનાં ઢગલા જોઈને પાછાં શાંત થઈ જવાય છે. તકલીફનાં ડુંગરો જાતે જ ઉભા થાય છે વ્હાલા, પણ છતાંય, બધુંય ભૂલીને આગળ નીકળી જવાય છે. કમલ ભરખડા

When rules effects policies

If a rule drives decisions, it's a policy! - Boundryless Organization, Sam Falk, MIT, June 2011. If you think you are going through the bad policies then there's somewhere a defect in the rules according to the proven formats and those rules are mentioned in the Constitution of Nation. So it's definitely time to change connecting Constitution's parameters for serviceable policies for the people. Kamal Bharakhda

રાજનીતિનું સ્તર ઉંચુ આવી રહ્યું છે.

ચલો સારૂં છે દેશમાં રાજ્નીતિનું સ્તર ઉંચુ આવી રહ્યું છે. પહેલાં પક્ષો નીચલી કક્ષાની ધર્મની રાજનીતિથી રમતા હતાં પછી દલિત જેવા મુદ્દા પર પરંતુ ધર્મની રાજનીતિ કરતા દલિત મુદ્દો વ્યવહારિક કહેવાય જ્યારે હવે અમીરી-ગરીબી જેવાં ગ્લોબલ સમસ્યા કહી શકાય એવાં મુદ્દા પર ચૂંટણી પ્રચાર શરૂ થયાં છે. ભલે મૂળમાં એ નીતિ પણ સામાજિક ગંદકી જ છે પરંતુ કમસે કમ પહેલી બે નીતિ કરતા તો વ્યવહારિક છે.  આ ભારતની જનતાને આભારી છે. એમણે રાજનેતાઓનું સ્તર વધારી આપ્યું. ધીમે ધીમે ચૂંટણી શિક્ષણ, રોજગાર અને દેશને ઉન્નતિ તરફ લઇ જતાં કાર્યો પર ચૂંટણી પ્રચાર અને પક્ષ વિરોધ થવો જોઈએ. એ પછી બનશે ભારત ફરી પાછું સોનાનું પક્ષી. તમામ પક્ષો આપણાં જ છે. બસ આપણાં દેશને પહેલો પક્ષ આપો. જય હિંદ કમલ ભરખડા

મમ્મી અને છોકરો

રાહુલ ગાંધી: અરે મમ્મી તમને ઓલું મળ્યું કે નહીં? મેં તમને લગભગ મહિના પેલા ગોતવાનું કીધું તું ? મમ્મી : શું, મોદી એ કરેલી ભુલની જ વાત કરે છે ને? રાહુલ : ના રે.... હું તો છોટા ભીમનાં ટેટૂની વાત કરૂં છું?  સાલું ક્યાંક મુકાય ગયાં છે...તમે એક કામ કરોને....એ બધુ મુકીને પહેલા મને ગોતી દો. મમ્મી : અલ્યા નાલાયક થોડો તો વિચાર કર માઁ નો. આ તારી માઁ આખો આખો દિવસ ને રાત ઓલા વાણિયાની ભુલ ગોતવામાં કાઢે છે ને તને જરીકેય દયા જેવી જાત નથી મરીગ્યો તેમાં? રાહુલ : હા હવે જાવા દેનેે,  તેં ગોત્યું કે નઈ એ કે મને ? મમ્મી : (ગુસ્સામાં આંખ બતાવીને) એકવાર કીધું તો ભાન નથી પડતી? રાહુલ : (એક મહિના પછી બારી એ બેઠા હતાશ મુદ્રામાં) સાલુ આતો મોદી સાહેબની ભૂલો કરતાંય અઘરું નીકળ્યું. ;) અચાનક ઉભા થઇને રાહુલજી કોઈને ફોન લગાવે છે રાહુલ : હલો! CID ? જી ACP પ્રદયૂ મન સાથે વાત થશે ? બસ આગળ તમે બધાં જાણો જ છો શું થયું હશે! ------- By Kamal Bharakhda

આદર્શવાદીપણું

રાજનીતિમાં આદર્શવાદીપણું હથીયાર હોય છે. સત્તામાં ન હોય એ વધારે વાપરે. Core #Truth - કમલ ભરખડા તા.ક. સામાન્ય જીવનમાં પણ લાગુ પડે છે.

સાચો ધર્મ

મારા ઘરની નીચે જ બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડની બિલકુલ પાછળ એક કલીનીક છે. ગઈકાલે લગભગ સવારનાં ૧૧ એક વાગ્યે હું ત્યાં બસ સ્ટેન્ડ પર જ હતો. અચાનક એક બેન તેના ફોનમાં જોર જોરથી વાત કરતા હતા અને એવું બોલતા હતા કે, “ મેડમ જલ્દી આઓ મુજે બોહોત દર્દ હો રહા હૈ! “  હવે આજુબાજુમાં ૨ કે ૩ કિલોમીટરમાં બીજા કોઈ દવાખાના છે નહીં. એટલે પછી હું એ બેન પાસે ગયો અને પૂછ્યું કે, “ બહેનજી કોઈ દિક્કત હૈ ? “  પછી બેને કહ્યું કે, “ અરે યે મેડમ કા દસ બજે કા ટાઇમ હૈ ઔર ગ્યારા બજને કો આએ ફિરભી અભી તક નહીં આએ હૈ, ઔર ફોન કિયા તો બોલે કી મેં આજ નહીં આઉંગી હમારે ઘરમે ગણપતી બિરાજે હૈ! “  વાગેલા પર દરરોજ ડ્રેસિંગ કરાવવું પડે એવી કાંઇક ઈજા થઇ હતી એટલે એમને ફરજીયાત એજ ડોક્ટર પાસે કરાવવું પડે એવું કૈંક એ બેન કહેતા હતા. એ એમની બેબી સાથે આવ્યા હતા. એટલે પછી એમને માટે રીક્ષા બોલાવી આપી અને મેં રીક્ષાવાલાને કીધું કે, “જિસ ડોક્ટર કે ઘર પે ગણપતિ ના પધારે હો ઉનકે કલીનીક પર લે જાઓ.” થોડી વાર તો એ રીક્ષાવાળો મને જોતો જ રહ્યો....પણ પછી લાઈટ થઇ એટલે નીકળી ગયો.  ગજબ છે એક એક સેકન્ડ ટીચર બનીને જીવન શીખવાડ્યા જ કરે છે. 

Blind Faith Rituals

I think Blind Faith Rituals, concerned to any religion or to any other domain, are completely Manipulated thoughts and compilation by the people who want to control society according to their belief. A Person should not follow the rituals too blindly due to Fear. A fear which has been emerging in their subconscious mind due to misunderstandings, misconceptions about rituals and a force that let you being treated as follower on account of uncertain assured threats on denying by not accepting those damn rituals. What a bullshit! Why those kinds of people are using court or public systems for Justice and profit, Indeed if they really have a blind faith on something which has ultimate divine power to solve their problems magically??? (to people who believe blindly on Rituals) Then why they are believing in man made systems? Aren't they should hold their passions till magic happens? Makers of rituals were wise and smart and they have had created those facts to control

Jio is changing the Strategies of their Competitors!

છબી
Every time, Ambani Guys gets step into the telecom field, they have had created enormous change for every consumers of Indian telecom sector. It's feeling like Hotel Taj has started a service of 20 Rs. of Cutting Chai in thier campus for all! :) Initially, They were come up with costless Incoming voice calls for every users, then they have provided mobile phones to every middle class persons which is stated as most populeted community in india as consumer and now finaly, they are come up with idea of Free voice calling services. They have just deleted the words like Roaming, Topup, Full Talk Time Offer etc. etc. Well let's not discussing here about Jio's Data services and their euphorial claims for now. I think services will evolve soon as we expected! Woh! Let's say who will win or loosing as competitor in telecom in India, but I must say, there is a clear and chearable WIN for every Indian Telecom Consumers. Now Jio has already created passive effect in their competi

શિક્ષક કે પછી નોકરીયાત

હવે શિક્ષકો કયાં જોવા મળે છે. જે છે એ નોકરિયાત છે. જરૂર છે પ્રામાણિક અને યોગ્ય નિયતિવાન શિક્ષકની કે જે સંપુર્ણ પણે સમર્પિત હોય દેશના ઘડતરમાં. હાલનાં શિક્ષકો જ આવનાર સફળ સમાજ અને ભારતનાં માસ્ટર માઈન્ડ છે. જરુરી છે શિક્ષકોએ સ્વાર્થનાં વર્તુળને દેશ સુધી વધારવાની. જે દેશ માટે હાલમાં પણ સુશિક્ષિત અને પ્રામાણિક વર્ગ તૈયાર કરી રહ્યાં છે એ તમામ શિક્ષકોને કોટી કોટી પ્રણામ. ચરણ વંદન. આપણે તમામ શિક્ષકો જ છીએ. દરેકે એ જવાબદારી સાથે લઇને જ ચાલવું રહ્યુ. #Teacher's day. Kamal Bharakhda

"સમાજ" અને "વાદ"

સમાજ એટલે એવો ઓટલો કે જે પોતાનાં વજનથી જ તૂટશે! પરંતુ "વાદ"નામનો પત્થર ક્યારેય નહીં તૂટે! - કમલ ભરખડા. #Believe in #Humanity and dump rest. 

Angry on Nations Attitude

જયાં દોષીઓને દંડની જગ્યા એ તેનો રાજકીય ફાયદો લેવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે અને દેશને ઉન્નતિની તરફ લઇ જતી સુવિધાઓનો તિરસ્કાર કરવામાં આવે ત્યારે સમજી લેવું દેશની પ્રગતિ તરફ ગતિ શૂન્ય થશે અને તેનો જવાબદાર ખુદ રાષ્ટ્ર પોતે બનશે.  કમલ ભરખડા #IamAngryOnNationsAttitude

Formula of Great Stories Decoded

પ્રભાવશાળી અને ચોટદાર વાર્તાનો પ્લોટ કઈ રીતે તૈયાર થાય એ વિષય પર મેં થોડું એનાલીસીસ કર્યું છે અને મને વિશ્વાસ છે કે, વાર્તાકારોને જરૂરથી મદદરૂપ થશે.  અમુક વાર્તાનો પ્લોટ/વિષય સામાન્ય લાગે તો કોઈ અતિ-શક્તિશાળી લાગે. ઘણાં સારા સારા ચલચીત્રૉ અને કથાઓ જોયાં વાંચ્યા અને સાંભળ્યા પછી એક અનુમાન પર આવ્યો કે, કોઈ પણ કથા કે વાર્તાનો મુખ્ય પરિબળ તેનો વિષય છે. કોઈપણ સામાન્ય વાર્તાનો વિષય નીચે જણાવેલ બે માંથી એક પરિબળ પર બને છે.  ૧. શક્ય વિષય ( Plot based on Reality and based on Possibilities )  ૨. અશક્ય વિષય ( Plot based on Fiction and based on Philosophical Approach ) દર્શક, શ્રોતા અને વાંચનાર વર્ગ વાર્તા સાથે જકડાઈ રહે એ વાર્તાનાં વિષય પર નિર્ભર છે. શકય વિષયો રોચક નથી હોતા અને અશક્ય વિષયો પર ગંભીરતા ઉદ્ભવે તેના ચાન્સીસ ઘણાં ઓછા હોય છે. તો પછી સારી વાર્તા અને પ્રભાવશાળી વાર્તાનાં વિષય / પ્લોટ વચ્ચે ભેદ શો?  વાર્તાને રોચક બનાવવા વાર્તાકાર ક્યારેક “શક્ય વિષય”ની રેખા ઓળંગીને અશક્ય વિષયનાં વાતાવરણમાં ઘસી પડે છે જે ફક્ત દર્શક, વાંચનાર અને શ્રોતા સમજી શકે છે. એજ રીતે અશક્ય વ

અંધવિશ્વાસ V/S માણસાઈ

અમારાં બિલ્ડીંગની લિફ્ટ દસ એક દિવસથી બંધ છે અને આજે જ રીપેર કરીને ચાલુ કરાઈ છે. પરંતુ લિફ્ટનું સ્ટેટ્સ હજી પણ બંધ જ બતાવે છે. અમે છઠ્ઠા માળે રહીએ છીએ. મારી બેનને પગમાં ગોઠણ પાસે ઇજા થઈ છે એટ્લે તેને રોજ છ માળ  સુધી ચડવું પડે છે અને આખા દીવસમાં આવેલી ઇજાની રિકવરી પર પાણી ફરી વળે છે. આજે લિફ્ટ બરાબર રીપેર થઈ પણ બંધ રહેલી જોતાં મેં વોચમેનને પુછ્યું, "ભાઈ આ લિફ્ટ હવે તો ચાલુ કરો, બહેન કોં પેરમે તકલીફ હો રહી હૈ", પછી એનાં જવાબે મને યક્ષ સામે ઊભેલા પાંડવ જેવો કરી નાખ્યો! "  સાબ લોક ને બોલા હૈ કિ લિફ્ટ કલ સુબે સે ચાલુ કરના, આજ અમાવસ હૈ નાં ઇસિલિયે. " મેં પછી વધારે દલીલ ન કરી. કમલ.