પોસ્ટ્સ

ફેબ્રુઆરી 23, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હવે આગળ હું શું કરું?

આગળ કંઇપણ વિચારો એ પહેલા તમને આ અહેવાલનો વિષય સંક્ષિપ્તમાં જણાવી દઉં. આ શીર્ષક ન્યોછાવર છે ધગધગતી ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષાઓની ગરમી સહન કર્યા પછી ઠંડા થયેલા વિદ્યાર્થીઓ માટે. ભારતીય વાતાવરણમાં બોર્ડની પરીક્ષાઓ પછી જનરલી બધાજ “ ભવિષ્યનાં તારલાઓનાં ” લગભગ આ જ પ્રકારના પ્રશ્નો હોય છે કે , હવે આગળ હું શું કરું ? , મારા માટે શું બેસ્ટ છે? હું શું કરી શકું છું? વગેરે વગેરે... તો આપશ્રીનો સમય વધારે ખરાબ ન કરતા સીધો મુદ્દા પર આવું છું. તમે જેમની પણ પાસે સલાહ લેવા જશો તો એ તમને મોટાભાગે સીધો રસ્તો બતાવશે. કે તું CA કર , એન્જીનીયરીંગ, MBA કે પછી ડોક્ટરી કર. પણ કેરિયરમાં સફળતા મેળવવા માટે જે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે એ તો ભાગ્યેજ તમારી સામે આવતું હશે! તમે તમારું ભણતર જે પણ કોર્સમાં પૂર્ણ કરશો , પણ ભણ્યા પછી તમારે કોઈના કોઈ વ્યવસાયમાં જ જોડાવવાનું રહ્યું. એ પછી તમારો હોય કે બીજાનો , DONE? મારી દ્રષ્ટી એ “પાંચ” પ્રકારના વ્યવસાય હોય છે. જેના દ્વારા આપણે નક્કી કરી શકીશું કે , આપણે ભવિષ્યમાં શું કરી શકીએ છીએ , અને આગળ કઈ રીતે વધવું જોઈએ ? જેનાથી એ બધી જ આવડતોની તૈયારીમાં અત્યારથી જ લાગી