મમ્મી અને છોકરો

રાહુલ ગાંધી: અરે મમ્મી તમને ઓલું મળ્યું કે નહીં? મેં તમને લગભગ મહિના પેલા ગોતવાનું કીધું તું ?

મમ્મી : શું, મોદી એ કરેલી ભુલની જ વાત કરે છે ને?

રાહુલ : ના રે.... હું તો છોટા ભીમનાં ટેટૂની વાત કરૂં છું?  સાલું ક્યાંક મુકાય ગયાં છે...તમે એક કામ કરોને....એ બધુ મુકીને પહેલા મને ગોતી દો.

મમ્મી : અલ્યા નાલાયક થોડો તો વિચાર કર માઁ નો. આ તારી માઁ આખો આખો દિવસ ને રાત ઓલા વાણિયાની ભુલ ગોતવામાં કાઢે છે ને તને જરીકેય દયા જેવી જાત નથી મરીગ્યો તેમાં?

રાહુલ : હા હવે જાવા દેનેે,  તેં ગોત્યું કે નઈ એ કે મને ?

મમ્મી : (ગુસ્સામાં આંખ બતાવીને) એકવાર કીધું તો ભાન નથી પડતી?

રાહુલ : (એક મહિના પછી બારી એ બેઠા હતાશ મુદ્રામાં) સાલુ આતો મોદી સાહેબની ભૂલો કરતાંય અઘરું નીકળ્યું. ;)

અચાનક ઉભા થઇને રાહુલજી કોઈને ફોન લગાવે છે

રાહુલ : હલો! CID ? જી ACP પ્રદયૂ મન સાથે વાત થશે ?

બસ આગળ તમે બધાં જાણો જ છો શું થયું હશે!

-------

By Kamal Bharakhda

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો