પોસ્ટ્સ

2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ધાર્મિક સ્થળો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ

ખરેખર તો આ વિષય પર લખવા માટે ઉંમર અને અનુભવ બંને ઓછા પડે પણ હાલમાં જે અનુભવ મને થયો એ વિષે જરૂર લખવાની ઇચ્છા છે. મંદિરો અને બીજા ધાર્મિક સ્થળોમાં અમુક લોકો નિયમિત ધોરણે કેમ હાજરી પુરાવતા હશે અને ત્યાં બેસી ને કરતા શું હશે અને તેમને મળતું શું હશે એવા એવા નાહકનાં પણ સહજ વિચારોને વશ હતો. પરંતુ હાલ જ ખાનગી કે પછી અમુક ધંધાકીય મુંજવણોને લઇને થોડો માનસિક રીતે તણાવમાં હતો. ક્યાં બેસવું, કોની સાથે બેસવું અને કોની સાથે બેસીને સમસ્યા હાલ કરું એ બાબતે દ્વિધામાં હતો. જો કે મારી પોતાની ફિલોસોફી પણ એવી છે કે, બની શકે તો હું મારી સમસ્યાઓ જાતે જ મારા અંતર આત્માનાં ઈશારે ઈશારે પાર પાડવાનો પ્રયત્ન કરું છું. તો થયું એમ કે, એ દિવસે વિચારોને વિચારોમાં ગંભીર મુદ્રા સાથે કાલુપુરનાં શ્રી સ્વામીનારાયણ મંદિરે જઇ ચડ્યો જો કે મંદિરમાં જવાનું કારણ એ હતું કે હજી સુધી આટલો સમય અમદાવાદમાં રહ્યા છતાં એ પવિત્ર સ્થળની મુલાકાત લઇ ન શક્યો અને બીજી કોઈ એવી બેઠક પણ નો'તી કે જ્યાં સમય પસાર કરી શકું. (હવે ખબર નહિ કે ત્યારે ઈશ્વરીય તત્વની પણ એવીજ ઈચ્છા હશે કે મને મારા ઉચિત સમયેજ બોલાવવો હોય, બરાબર ને ? )  હવે મંદ

બસ યેહી પૂન્ય હૈ ઔર યેહી પાપ હૈ...!

" હાં હૈ મેરે દોસ્ત, અચ્છે ઔર બુરે, પાપ ઔર પૂણ્ય કી સબસે બડી કસૌટી યહી હૈ કિ, કિસિકા દિલ ના દુખાના ઔર કિસિકે જજ્બાતો ઔર ભાવનાઓકો ઠેસ ના પોહચાના..! બસ યેહી પૂન્ય હૈ ઔર પાપ હૈ...! ઉપર પ્રસ્તુત ડાયલોગ છે ૧૯૪૯માં, પ્રેમ અને વ્યવહારૂ જીવનમાં આવતી અડચણો પર બનેલી ફિલ્મ "બરસાત" નો. આ સત્ય વચન અને સંવાદના ઘડતરનુ કામ સ્વ.રાજ કપૂર દ્વારા થયુ છે. સત્યને કોઇના પણ પુરાવાની અથવા સાક્ષત્વની જરૂર નથી પડી કે ન પડશે કે ન પડવાની. પ્રસ્તુત સંવાદથી એજ સત્ય બતાવવા માંગે છે સ્વ.રાજ કપૂર. વાત એમ છેેે કે, થોડા સમય પેહલાજ આ ફિલ્મ જોતો હતો પણ આ ભવ્ય સંવાદે ઓછા શબ્દોમાં પણ ઘણુ સમજાવી ગયુ. ફિલ્મ વિષે વધારે ડિટેઈલમાં જાવાનીતો જરૂર નથી પણ આ સંવાદ રચાયો છે બે મિત્રો વચ્ચે એટલે કે રાજ કપૂર અને એમના રિયલ લાઈફના મામા અને એ ફિલ્મમાં એમના મિત્ર તરીકે અદાકારી ભજવતા પ્રેમનાથ. ચિત્રપટઃ પ્રેમનાથ એના પાત્ર અનુસાર ખેતરમાં ગીતો ગાતી એક સુંદર કન્યાને જોઈ ગયો, તો એના મુળ સ્વભાવનુસાર એને પામવાના પ્રયત્ન કરવા ગયો અને એ પણ રાજની અનુમતી વગર (ત્યારે એ અદાકારા એક મશહુર ગીત જે ગાતી હોય છે એના શબ્દો છે " હંવા મે ઉડતા