કાળીયો ઠાકર કરે ઈ હાચું!

આપણે ત્યાં એક કહેવત છે કે, "કાળીયો ઠાકર કરે ઈ હાચું". પણ કાળીયો ઠાકર કોણ? ઈ કાળિયો એટલે આ સમસ્ત બ્રહ્માંડનો નાથ. કાળનો પણ કાળ અને જીવ નો પણ જીવ. પણ છે ક્યાં? મારી અંદર. અને તમારો તમારી અંદર. દરેક જીવ આ બ્રહ્માંડમાં એ બ્રહ્મની એક પ્રતિમા બનીને અવતરે છે. દરેક પ્રતિમાની પોતાની અવધિ, શકલ અને સિરત. એ પ્રતિમાનાં એટલકે મારા તમારા હાથમાં જ નથી કે, એ ત્રણેયની બહારનું કઈંક વિચારી પણ શકીએ. તમારો બ્રહ્મ કહો કે સ્વભાવ, ઈ તમારા કાળીયાને ખબર જ હતી કે, મારી આ દીકરી/દીકરો સહન કરી શકશે કે કેટલું નહીં તથાં ક્યાં કરી શકશે અને ક્યાં નહીં. આ બધા તાળા-માળા ગુંથાયા પછી અંતરથી જે નિર્ણય લીધો એ જ હરિ ઈચ્છા. કદાચ અંતરના વિરિદ્ધ જઈ ઊભાં રહેવામાં જમીન ગોઠણે આવી જાય છે. એટલે અત્યારે કદાચ તમે ખુશ હશે તો એ કાળીયાની જ ઈચ્છા. અને એણે આખું માળખું બનાવી રાખ્યું હશે. બસ ચાલે રાખો.

#કમલમ

1 ટિપ્પણી:

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો