દુઃખ રે...

કળા/આર્ટ ખરેખર રસજરતા જીવનનું સત્ય છે. ક્યારે કોઈ વાજિંત્ર બની જાય અને આપોઆપ તરંગ ઉઠવા લાગે! મહેફિલને ધ્યાનમાં રાખી ને કદાચ પ્રેમ નીકળે છે પણ ખુદ ને ધ્યાનમાં રાખી ને મનોભાવના વહી પડે છે. મહેફિલમાં નીકળેલું છે એ શું? પોતાને જોઇને નીકળેલું શું? મને નથી ખબર, પણ ક્યારેક કારણ વગર પણ લાગણીઓનું વહેણ ઉદ્ગ્મવા લાગે છે. ત્યારે તેને રોકી શકે એ કોઈ હોય તો હું જ. અને વહેવા દે ઈશ્વર...

એક રચના લખી છે. બધા ને નથી આપતો મારી ટીકીટ, જેણે આપું છું તેઓ ભૂલી જાય છે કે, આ ગાડી છે જ એમની.

દુઃખ રે જોયા રે મેં તો જાજા જોયા રે...
નથી રે જોયું તો મારું સુખ તારી આંખમાં

અઢળક સોનું છે તારી લાગણીનું રે...
નથી રે સચવાયું તારાથી તણખલું મારા સ્નેહનું

મિટ માંડી જોયા કરું, હું તો તારા આગમનનું રે...
નથી રે જોયું તે તો ઘર્ષણ મારી જાતનું તારા માટેનું

પોરાવ્યું છે મારું પરમબિંદુ તારી માળામાં રે...
નથી રે હું તો રેશો દોરાનો તારી માળાનો તારી નજરે...

મૂકી રે દીધા છે મેં તો હવે પ્રયત્નો સઘળાં રે...
નથી રે જોવાણી મારી સમાધી તારા અનુભવમાં

દુઃખ રે...

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ