કર્મયોગની અનુભૂતિ

તમે કોઈપણ અવસ્થામાં હો પણ જો કૈંક મન દઈને શીખી રહ્યા હોવ તો તમે ક્યાંક ને ક્યાંક શ્રી કૃષ્ણનાં નિષ્કામ કર્મ અથવા કર્મયોગ તરફ જઈ રહ્યા છો. ક્યારેય અનુભવ્યું છે કે, જયારે ખરેખર તમે મન લગાડીને કોઈ જ્ઞાન પામી રહ્યા હોવ ત્યારે એ જ્ઞાનનું તમે શું કરશો અને એ કેવી રીતે તમને મદદમાં આવશે એની ચિંતા હોતી જ નથી. હા, શીખવાની શરૂઆતમાં કદાચ આ વિચારો હોય પરંતુ જેમ જેમ તમારું ધ્યાન શીખવામાં સંપૂર્ણપણે લાગી ગયું હોય ત્યારે તમે આવેલ જ્ઞાનના સંદર્ભે એકદમ નિશ્ચિંત થઇ જાવ છો અને એટલે જ એ પડાવ પાર કરી લીધા પછી જયારે તમે તમારા જ્ઞાનનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સંપૂર્ણતઃ સફળતા મેળવો છો.

બસ એજ છે કર્મ યોગ...!

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ