ફક્ત રખડવું નહી પણ ચરવું
ફરીને યાત્રાનાં અનુભવ ને ચરો
ફરીને યાત્રાળું નાં શબ્દો ને ચરો
યાત્રા દ્વારા મળેલ જ્ઞાન ને ચરો,
યાત્રાની અગમ અનુભૂતિને ચરો
કો'ક ની વાર્તા ને ચરો ,
કો'કની આંખના પાણી ને ચરો
કોકના મધુર સ્મિત ને ચરો ,
કોકની પીડાને ચરો,
અને અંતે તમારા મન ને ચરો, તમારી બુદ્ધિને ચરો, અને તમારા માટે ચરો
#કમલમ