જ્ઞાન ગોષ્ટી - તગડો

જ્ઞાન ગોષ્ટી શરુ

ચકો: અય મીંઢા, આયાય તો... 🤔

(બકો હાલતો જ ગ્યો, અને ચકા નો જવાબ નો આયપો)

ચકો: અય બકી ના વર ના સાળા... આયાય..😜

(બકાનો પારો ગ્યો, અને ચકા પાંહે આયવો)

બકો: અય, ચકીના, બોવ વેવલીનો થામાં, ઈ વાયડીનો તારો હું થાય સે? 😖

ચકો: અરે...અરે... મારા વ્હાલા, ઈ તો તને ખાલી આયા બોલાવવા હાટુ... તારાથી વધારે મારે કોણ સે? 😄

બકો: આમ જોવાય કોકની તબિયત હારી હોય નો હોય એનું ધ્યાન રાખી ને બોલાય, વાય્ડીના... (એમ કરી ને બકા એ શેડાડુ નાક લુછ્યું) 🤧

ચકો: એલા... એય તારી તો તબિયત ખરાબ શે ને.... હું થયું?🤒

બકો: હરદી...🤧

ચકો: શેની?🧐

બકો: લાગેસ, આ ગરમી ની... લુ લાગી ગઈ સ 😟

ચકો: વાંઢા ના સરદાર, આ શરદી ગરમી ની નથી તારા લખણ ની છે. રાયતે ડાયરે બરફ ઓછો નાય્ખતો હોય તો.... !! 😛

બકો: મરીગ્યા.. તારી કઉ હમણાં....🤬

જ્ઞાન ગોષ્ટી પૂર્ણ

હાર્દ: તકલીફનાં મૂળિયાં ક્યાં હોય ઈ હાચા દોસ્તારને જ એની ભાન હોય...😈

#કમલમ

જ્ઞાન ગોષ્ટી - બગડો

જ્ઞાન ગોષ્ટી શરૂ

ચકો: અય... ક્યાં જાશ? 
બકો: બકાલું લેવાં?
ચકો: એલા પણ, કોથળો લઈને? 
બકો: હા, બકી હાટુ 
ચકો: એલા, પણ એનાં તો માંડવા છે ને આજે તો? 
બકો: હા, (૩.૬ સેકેંડ જેટલું રોયા બાદ) મને ખબર સે 
ચકો: તો, મરી ગ્યા, આયા ડાયરે બેહ ની, ન્યા ક્યાં તારા હાહરા સે?
બકો: નાં, મેં બકી ને કીધું તું, ગામ લગનમાં વરઘોડિયા દૂધપાક ની ચમચીયુ એકબીજાનાં મોઢામાં આપે, પણ આપણે રીંગણા બટેટાનાં શાકની ચમચીયું આપશું...? 
ચકો: એય, મારા ભા, છાનો રે, રો માં, કેમ આમ ઢીલો પડી જાશ
બકો: ઢીલો શેનો, બકાલું તો એને પોગશે જ, ચમચીએથી નઈં તો નઈ પણ માંડવામાં ઉપરથી આવશે.... પછી ભલેને બકાલાની પીઠી થાય....
ચકો: જા, જા, કયર, તારે જે કરવું હોય એ...
બકો: હું આયા બકાલા હાટુ ઘટતાં તા એનો વેવાર કરવા આયવો સુ... હોય તો આપને ઉછીના...? 
ચકો: હાલ, મરીગ્યા...

 

જ્ઞાન ગોષ્ટી પૂર્ણ
 
હાર્દ: વેર વાળવા હાટુય વજન જોઈએ...

જ્ઞાન ગોષ્ટી - એકડો

જ્ઞાન ગોષ્ટી શરુ

બકો: એક વાત નો મને જવાબ આપ...

ચકો: બોયલની... પણ પૈસા નો માંગતો

બકો: નથી જોતા તારા... મને એમ કે, કે ગરમીમાં મચ્છર કેમ દેખાતા બંધ થઇ જાય છે?

ચકો: ગરમી લાગે એટલે

બકો: એને ગરમી નો લાયગી હોય ભૂરા, એને ગરમી ઘરી ગઈ હોય હોંહરવી... જેમ તને ઘરી ગયા છે રૂપિયા અને બંધ થઇ ગ્યો દેખાતો.. 😃

ચકો: લાલ્યા, મારું ચપ્પલ આપ તો,... તારી કઉ બકલા....

જ્ઞાન ગોષ્ટી પૂર્ણ

#કમલમ

आज पता चला की हम बडें हो गए है |

ના... ના... ના... એવો કોઈ આધ્યાત્મિક અનુભવ થયો નથી કે નથી એવી કોઈ ઉપાધી મળી કે જેને લઈને આવી અનુપમ અનુભૂતિ થાય!

જેમ ભૂત આમલડી એ મળે એમ હું અને મારા જેવા વડાપાંઉનાં ગર્ભદ્વાર પર મળીએ!

આજે દહીસર, મુંબઈનાં ફેમસ ચંગુ-મંગુ વડાપાંઉની મુલાકાત લેવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને આ પ્રકારના પ્રોગ્રામ ને કોઈ મોટીવેશનની જરૂર નથી પડતી! વિચારો કે તરત જ અમલ 😃

ચંગુ-મંગુ ને ત્યાં લાઈન જ હોય! એવું ક્યારેય નથી થયું કે ગયા હોય ને ૧૦ જ સેકેન્ડમાં નરમ પાઉંમાં અદ્ભુત ચટણીઓની સગાઈ કરી વડું હાથમાં આવ્યું હોય!

એટલે આજેય એવું જ હતું. જઈને લાઈનમાં ઉભા રહી ગયો. જેમ રાક્ષસો અમૃત લેવા પેલી અપ્સરાની આગળ લાઈન લગાવી હતી, હા બરાબર એમજ..! 🙁

મારો વારો આવ્યો ત્યાં જ મારા જ ક્લાસમાં ભણતી સ્કુલની જ છોકરી મને દેખાયી. મને નામ યાદ ન આવ્યું પણ હું જોઇને ઓળખી તો ગયો જ. એ પણ મારા જ કુળની જણાઈ આવી રહી હતી! પણ મારા કરતા તેનામાં ધીરજ ઓછી હતી એટલે લાઈન કાપી ને તરત જ કાઉન્ટર પાસે આવી ને ઉભી રહી જ્યાં હું હતો જ, એટલે મને સાઈડમાં જવા માટે એણે કહ્યું કે, "अंकल, जरा जगा दीजिए!"

મારા તો ભવાં ઉભા થઇ ગયાં "અંકલ" શબ્દ સાંભળી ને જ 😐

હવે હું એને ક્યાં કેહવા જાઉં કે, બેન આપણે એક જ વરહના છીએ! 😃

પણ આવી અનુભૂતિ થાય અને પ્રિયજનો ને જણાવીએ નહીં તો એક અવસર ચુકી ગયાનું પાપ લાગે!

હાલો ત્યારે જય શ્રી ગોપાલ... ઉમર થઇ ગઈ છે. હુવા જાઉં છું.

જય શ્રી કૃષ્ણ

પૂર્ણવિરામ

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો