અમે બન્ને રીસાણા હતા
એક બીજા સાથે ક્યારેય ન બોલવાનાં સમ પણ ખાધા તા
એ મારી બાજુની ઓફિસમાં અજાણ્યાં જ કામે લાગી તી
એક દિવસ સવારમાં 8 વાગ્યે અમે એક બીજાને ભાળ્યાં
નજરો ટકરાણી ને હૈયાંનો આઘાત ખમાણો નઈ
અડધી સેકેંડનાં જ એ આઘાતે વ્યસન ઉપજાવી દીધું
દરરોજ સાડાસાત વાગ્યે હાજર થઇ જતો અને એની રાહ જોતો
આવે એટલે અજાણ્યાં જ ભટકાણા છીએ એવો ડોળ કરતો
આંખો ને રસ મળતો અને હૃદયને કમ્પન્ન
અમે હજુયે રીસાણા જ છીએ
પણ આંખોથી, અદાથી અને હોઠથી એક બીજા સાથે વાતો કરીએ છીએ.
અમે બન્ને…
#કમલમ