શેનું શું થયું શામળા
જણાવ, છીએ અમે પાંગળા
ઘડીયાળનાં વળ ને જોઈ અમે ભાગતાં
શાંત બેસાડ વાલીડા થયાં અમે થાકતાં
જો તારું નામ જ ચાલે છે જગતમાં
તો શીખવાડ નામ લેતાં તો થઈએ અમે બેસતાં
અરજી તારે ત્યાંય લાગે છે જાણ્યું ભીડ દેખાતાં
કલમ તો અમે લાવશું પણ કાગળ તો દે શામળા
થાક લાગતાં જ માણસો બદલી નાખે છે વિધાતાં
ભોળા હૃદય ની સાથે મીંઢું મગજ ક્યાં દીધું શામળા
#Kamalam