કુદરત અને તેની ક્ષમતા

#સદવિચારો

જય હિન્દ

કોરના પરિસ્થતિને લઈને દરેક જગ્યા એ લોકડાઉન સ્થાપિત થયું છે જે ફક્ત અને ફક્ત માણસ માટે જ તકલીફ દેહ છે અથવા નથી એ પોતાનાં વિચારો પર નિર્ભર રાખે છે. પરંતુ માણસોએ પોતાને જ્યારથી લોકડાઉનમાં રાખ્યાં છે ત્યારથી કુદરતને પોતાનું કાર્ય કરવામાં કોઈ માણસે રોક્યું નથી. જેની સીધી અસર કુદરતી પરિબળો જેમકે, જંગલ, નદી, તળાવ, અને અન્ય પરિબળોમાં આવેલી ચોખ્ખાઈ તેની સાબિતી આપી જાય છે.

દરેકે હાલમાં જ ગંગાજીનાં નીર ચોખ્ખા થયેલા નિહાળ્યાં હશે. કાચ જેવું ચોખ્ખું પાણી? જોયું કુદરતની પ્રવૃતિમાં જો તમે ખલેલન પહોંચાડો તો કુદરત તેની દરેક વસ્તુને ચોખ્ખી કરવાની પ્રવૃત્તિ કરી જ રહી છે. એટલે કુદરત નક્કી એક ફોર્મુલા કે સીસ્ટમ પર ચાલે છે. કુદરતને ખબર છે કે એણે જેણે જનમ આપ્યો છે તેની સાળસંભાળ કઈ રીતે રાખવાની છે. હવે આવડી મોટી સ્થાપિત સીસ્ટમની સામે આપણા શુક્ષ્મ મગજમાંથી ઉપજેલા ઉપચારોની શું હેસિયત?

પરંતુ એ વિચાર કરતા-કરતા મારું ધ્યાન હાલમાં ચાલી રહેલા ઉપવાસ કે જેને ધાર્મિક પ્રવૃત્તિ માનવામાં આવે છે તેના પર ગયું. કદાચ આપણા વડલાઓ આ બાબતે ખાસ જાણતા હશે કે, કુદરતને જો પોતાનું કાર્ય કરવાની પરવાનગી આપીએ તો તમારું શરીર જ તમારો ડોક્ટર છે. તેના અંગો જ તમારા ઉપચાર છે. પણ એ કઈ રીતે?

જવાબ છે, ઉપવાસ!

ઉપવાસને ધાર્મિક પ્રવૃતિમાં માનીને આપણે પોતાનાં જ સાથે ઘણો અન્યાય કરી રહ્યા છીએ. આપણામાં શ્રાવણ મહિનો કરતા લોકો તેનું ઉદાહરણ છે ઉપરાંત મહિનામાં બે દિવસ ઉપવાસ કરતા લોકો પણ કુદરતની નજીક છે એ કહી શકાય. પરંતુ ભોગી પ્રવૃતિના માણસોએ ઉપવાસને પણ પોતાની વ્યાખ્યા આપી દીધી છે. ઉપવાસમાં ફક્ત અન્નન ખવાય બાકી તળેલું, દુધની વસ્તુ અને બધું ખવાય. અરે વ્હાલા એ બધું ભલે અન્ન ન હોય પણ તેને પ્રોસેસ કરવા માટે શરીર ને મહેનત તો કરવાની જ ને?

અને શરીરની પોતાનું એક ઓટોમેશન છે. એ જઠરને હમેશાં પ્રાથમિકતા આપે. એટલે શરીર જયારે પોતાની સીસ્ટમને રીસ્ટોર કરવા માટે કામ કરતું હોય અને ત્યાં જ આપણે જઠરમાં કઇંક પધરાવીએ એટલે શરીર તેની સંપૂર્ણ ઉર્જા તેના પર લગાવે છે અને સીસ્ટમનું કાર્ય ત્યાંથી અટકે છે જેણે લઈને જ હાલમાં કેન્સર અને અન્ય બીમારીઓ ઘણી સામાન્ય થઇ છે.

ઉપવાસ ખુબ જરૂરી છે. હું સળંગ એક મહિનો ઉપવાસ ન કરી શકું પરંતુ રોજ નાના નાના પ્રયત્નો કરી શકું. ગઈ દિવાળીથી મેં નિર્ણય લીધો કે, સાંજે 6 વાગ્યાં પછી ભોજનનો ત્યાગ કરવો અથવા ફક્ત પાણી પ્રયોગનો ઉપવાસ કરવો. અને હાલ આટલા મહિના પછી હું એ પ્રવૃતિમાં ઘણો સફળ રહ્યો છું. આ મારો જાત અનુભવ છે એટલે જ અહીં આ સદવિચારો મેં લખવાનાં પ્રયત્ન કર્યા છે.

દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં મને ફીવર, શરદી અને ઉધરસ રહેતા જ. પરંતુ આ વખતે મારા આ સાંજે 6 વાગ્યાં પછી ન જમવાના પ્રયોગે મને કૈંજ ન થવા દીધું જેની સીધી અસર એ થઇ કે મારી ઈમ્યુંનીટી કદાચ વધી છે. એવી જ રીતે જેમ આપણે હાલ ગંગા નદી અને જંગલોમાં ફરીથી આવી રહેલા ફળદ્રુપ ફેરફારો જોયા છે.

ઉપવાસ કઈ રીતે કરવા એ હું તમને નહીં કહું પરંતુ આયુર્વેદમાં કહેવાય છે કે શરીર જો દિવસમાં ઓછામાં-ઓછાં 16 કલાક સુધી અન્ન ત્યાગ થાય તો એ દૈનિક ઉપવાસ કહી શકાય છે જે ખુબ જરૂરી છે. જેને લીધે આપણા શરીર ને પોતાની ખામીઓ પર કાર્ય કરવાનો પુરતો સમય મળી રહે છે. કુદરત પાસે એ તમામ યોજનાઓ છે એ બાબતે તો હવે કોઈને શંકા જ નહીં હોય. હાલ હું 6 વાગ્યે મારું વાળું પતાવી લઉં છું અને પછી સવારે થોડું પ્રવાહી અને બપોરે જ જમવાનું લઉં છું જેથી મને 16 થી ૧૮ કલાકનો ઉપવાસ મળી રહે છે. જો આ ન થાય તો વર્ષમાં એક મહિનો સળંગ ઉપવાસ રાખવાની પ્રથા પણ સારી જ છે.

આશા છે કે દરેક વ્યક્તિ આ વિચારને પોતાના જીવનમાં સ્થાન આપશે.

જય હિન્દ.

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ