કિંમતી એટલે શું?

મારા કાકા સાથે સામાન્ય વાત કરતા કરતા અમે એક ઘણાં અસામાન્ય નિષ્કર્ષ પર આવ્યાં. કે કિંમતી શું? અને કોઈપણ વસ્તુ શેનાં આધારે કિંમતી બને છે? ચાલો ઉદાહરણ લઈએ સોનું. ગોલ્ડ. 



સોનું કેમ કિંમતી છે? સોના કરતા પણ ઘણી વસ્તુઓ કિંમતી છે. પરંતુ સોનાને જેટલું માન છે એટલું આજ સુધી તેનાથી કોઈપણ વધારે કિંમતી વસ્તુને નથી. કારણકે 

૧. તેને અડવાથી કોઈ નુકશાન થતું નથી. 
2. તેને ગમે તે રીતે રાખી શકાય છે. 
૩. આજથી હજારો વર્ષો પહેલા બનેલા સોનાનાં ઘરેણાંઓને અમુક દ્રવ્યોથી સાફ કરો એટલે ફરી પાછાં ચમકદાર. એટલે વર્ષોનાં વર્ષો સુધી સચવાઈ રહે તેવી ધાતુ. જેને કોઈ કાટ ન લાગે. 
4. ઉપરાંત તેને તમે જોઈએ એ ઘાટ આપી શકો અને તેને જોઈએ એટલું પાતળું બનાવી શકો. સોનું મજબુત પણ ખરું જ. 
5. શરીરમાં તેના કણો જવાથી પણ કોઈ ગેરફાયદો નથી. 

આ બધા કરતા સૌથી મોટા અને બે મજબુત કારણો...

સોનું ક્યારેય ગોતવાથી મળતું નથી. 
અને બનાવવાથી બનતું નથી. 


એટલે તેની કીમત સૌથી વધી જાય છે. 

સોનાની જેમ જ એવા ઘણાં પદાર્થો છે જે ઉપરના પાંચ ગુણધર્મો ધરાવે છે. એમાંથી એક કહું તો... પથરા. હા પથરા. 

પથરા પણ નુકશાન ન કરે, તેનો ભુક્કો કરી ને તમે તેને ગમે તે આકાર આપી શકો છો, ઉપરાંત વર્ષોનાં વર્ષો સુધી એવા ને એવા જ રહે છે. અને અમુક પથરા શરીર માટે પણ સારા. પરંતુ એવું તો શું છે જે એને સોનાની કક્ષા એ નથી મૂકતું? 

એ છે પથરા ગોતતા મળી જાય છે. જ્યાં જુઓ ન્યા પથરા જ છે. 

આટલી ચર્ચા થયા પછી અમે એ નિષ્કર્ષ પર આવ્યાં કે,

જો લોકોને તમારા જેવો જ કોઈ વ્યક્તિ મળી જશે અથવા તો લોકો માટે તમારા સિવાય કોઈ બીજો વિકલ્પ જ ન હોય અને ગોતતા પણ તમારા જેવો વ્યક્તિ ન મળે ત્યારે તમે સમાજ માટે ખરું સોનું બનો છો. અને તેના માટે તમારે તપ કરવું પડે છે. બીજો એક સૌથી મહત્વનો મુદ્દો. સોનું એક સુંદર ધાતુ છે અને તેની ચમક છે. જે પથરામાં નથી હોતી. અને જેમાં હોય છે એને બહાર કાઢતાં નથી. એવી જ રીતે અંતરની સુંદરતા પણ જરૂરી છે સોના જેવા વ્યક્તિ બનવા માટે. 


પથરાની હારે રહીં ને પથરા જ બની રહી જવાય છે. એટલે, જીવનનું સૌથી ઉચ્ચતમ ધ્યેય એ હોવું જોઈએ કે આપણે પથરામાંથી સોનું કેવી રીતે બનીએ? એક વાર ધ્યેય નક્કી કરશો તો તમારા દરેક સવાલો નાં જવાબ પણ મળશે જ.


મને આશા છે કે આ નિષ્કર્ષ સાથે સહમતી ધરાવશો. 

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ