અલ્પસંખ્યકો અને ભારતની વહીવટી ખામીઓ

થોડા સમય પહેલાની વાત છે. અમે ગુજરાતીયત ગ્રુપનાં ભીતરીયાઓ ચેટ કરી રહ્યા હતા. અને મિત્રએ એની જવાબદારી અંતર્ગત સભ્યતા સાથે દરેકને ટકોર કરી કે, આપણે ગુજરાતીયત ગ્રુપને અમુક પ્રકારની સામજિક પ્રકારની પ્રવૃત્તિઓથી અલગ રાખવું છે એટલે બની શકે તો તમે એ જ મેમ્બર્સને આમંત્રિત કરો કે જેઓ ગ્રુપની આમના જાળવી શકે અને ફળદ્રુપ ફાળો આપી શકે. ત્યાર પછી મેં ફક્ત એટલું પૂછ્યું કે આપણે આ રીતે નક્કી ન કરી શકીએ કારણકે ક્યારેક તો વિરોધી તત્વો ને પણ નમન કરવાનું મન થાય એવી વાતો કહી જાય છે. એટલે આપણે એક ગાઈડલાઈન્સ કે ગ્રુપમાં સામેલ કરવામાં આવતા સભ્યો માટે એક રૂપરેખા બનાવવી જોઈએ. ત્યારબાદ દરેક સભ્યો એ સહમતી બતાવી અને અમે એ વિષય પર ખાસ્સું સારી રીતે કામ કરી પણ રહ્યા છીએ અને તેનો પ્રભાવ તમે બધા જુઓ જ છો. 

આ બાબતે હું વધારે વિચારતો ત્યારે થયો જયારે અમારા વડીલ મિત્ર એ એક વિડીયો મેસેજ કર્યો. ( એ વિડીયો તમે કમેન્ટમાં જોઈ શકશો)

તો વાત એ હતી કે, આપણા દેશમાં માઈનોરીટી માટે કોઈ રૂપરેખા છે જ નહીં. ભારતમાં અમુક પ્રદેશો કે જ્યાં હિંદુઓ ફક્ત ૧ થી 5 ટકા સુધી છે તેઓ ત્યાં મેજોરિટીમાં આવે છે અને જેઓ તે પ્રદેશમાં અન્ય ધર્મના ૯૫ થી લઈને ૯૯ સુધીની વસ્તી છે તેઓની માઈનોરીટીમાં એટલે કે અલ્પસંખ્યક તરીકે ગણતરી થાય છે. એટલે આ ખરેખર જોવા જઈએ તો ઘણી જાતિઓ અને ધાર્મિક સમુદાયો સાથે અન્યાય થઇ રહ્યો હશે. ત્યારબાદ આ બાબતે જે મહાશયે પીટીશન દાખલ કરી છે તેઓએ પોતાની રીતે થોડું સંશોધન કર્યું તો ખબર પડી કે, ભારતીય સંવિધાનમાં કે વહીવટીય માળખાંમાં અલ્પસંખ્યક માટેની કોઈ રૂપરેખા જેવા પરિપત્રો છે જ નહીં. આં એક ગંભીર સમસ્યા છે જે ભારતનાં જ સંશાધનોનો દુરુપયોગ દેખાડી જાય છે જેની ભરપાઈ આપણા ખીચાં માંથી થાય છે. 

પરંતુ પ્રશ્ન અને ચર્ચા અલ્પસંખ્યકોને મળતી સગવડતાને લઈને નથી પરંતુ પ્રાદેશિક ધોરણે રૂપરેખા ન હોવાનાં લીધે જેઓ ખરેખર જે-તે પ્રદેશમાં અલ્પસંખ્યક તરીકે સાબિત થાય છે તેઓ સાથે થઇ રહેલાં અન્યાય બાબતેની છે. 

સમજવાની વાત એ છે કે જો આપણે આ સાવ સામાન્ય અને જે હજી અમુક હજાર સભ્યોનું ગ્રુપ પણ નથી બન્યું તેના સંચાલકો જો રૂપરેખાની માંગણી કરતા હોય છે તો શું આટ-આટલા વર્ષો સુધી અલ્પસંખ્યકોના મુદ્દે  દેશમાં એક ન્યાયિક કાયદો બની ન શક્યો હોવો જોઈએ? 

હવે કારણો જે પણ હોય પરંતુ દેશમાં લાહ્ળ્યું ખાતું કેટલું ચાલે છે એ તમે આ સ્તરે જોઈ શકતા હશો. કૃપયા કરી આ દિશામાં ચર્ચા અને વિચારણાઓ કરવાની શરૂઆત કરીએ અને જો કોઈ પીટીશન દાખલ કરી શકીએ તો વધારે સારું. 
તમારી આસપાસ અને અનુભવમાં આવેલ આવા મુદ્દાઓ તરફ ધ્યાન દોરી શકો છો. 

#કમલમ


ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ