મારા મુજબ રાષ્ટ્રવાદ એટલે...

રાષ્ટ્રવાદ ફક્ત દેશની વ્યાખ્યા સાથે જોડાયેલો શબ્દ નથી એનો સંદર્ભ ઘણો ઊંડો છે. જાણવો હોય તો આ અહેવાલ વાંચવા વિનંતી.



દેશ એટલે એક વિચાર. એવી જ રીતે કે જેમ આપણે ભારતીય તો છીએ પણ સાથે સાથે એશિયા ખંડના પણ નાગરિક છીએ એટલે એશિયન પણ. અને આપણે બધા એશિયન સાથે સાથે પૃથ્વીવાસી પણ ખરા.

અને એ જ રીતે, આપણે ભારતમાં ગુજરાતના છીએ એટલે ગુજરાતી, અને તેમાં અમદાવાદનાં છીએ એટલે અમદાવાદી, અમદાવામાં કાલુપુરના છીએ એટલે પોલના રહીશ, અને પોલમાં રાજા મહેતાની પોળમાં રહું છું એટલે પોળનો છોકરો ખરી, પોલમાં કાનજી દીવાનના ખાંચામાં રહું છું એટલે એ ખાંચાનો રહેવાશી પણ ખરો અને ખાંચામાં ૨૦૨૧ નંબરનાં મકાનમાં રહું છું એટલે એ મકાનમાં રહેનાર રહીશ પણ ખરો...

એવી જ રીતે પૃથ્વીથી, ખંડ, દેશ, રાજ્ય, જીલ્લો, તાલુકો/શહેર, ગામ/એરિયા, સોસાયટી/પોળ, ખાંચો/શેરી, મકાન/ફ્લેટ, જુપડી કે પછી જે પણ...

જે પરિસ્થતિમાં મારી ઉપસ્થિતિ જેમાં હશે હું તેનો વફાદાર. એજ મારું રાષ્ટ્રવાદ પણું. એની બહારનું મારા માટે પરિસ્થતિ મુજબ વિરોધી તત્વ.

અને મારી ઉપસ્થિતિ જે જે જગ્યાની હશે એ જગ્યાનો હું રાષ્ટ્રવાદી અને એ જગ્યા એ રહેલા તમામ લોકો માટેની મારી જવાબદારી એ મારી માનવતા.

આને સીધી રીતે સમજીએ તો મારી સોસાયટીમાં બાજુની સોસાયટીનાં અમુક તત્વો આવી ને તોફાન કરે તો હું તેને મારા દેશના નાગરિક છે એ વિચારીને જવા તો ન જ દઉં. એને એનો પાઠ તો ભણાવું જ. કારણકે ત્યારે મારી સોસાયટીને મારા પ્રતિનિધિત્વની જરૂર વધારે છે. અને ત્યારે એ તોફાનીઓને ભાર કાઢવા મારે જે કરવું પડે એ રાષ્ટ્રવાદ અને એજ માનવતા મારા સોસાયટીઓના બીજા રહીશ તરફની. 

પણ જો મને ખબર પડે કે મારી જ સોસાયટીના અમુક લોકો એ બીજી સોસાયટી વાળા ને તોફાન કરવા માટે ગેટ ખુલ્લો મુક્યો હતો તો એ એ સોસાયટીના લોકો તરફ માનવતા પ્રદર્શિત કરવી મુર્ખામી છે. ત્યારે બે વસ્તુ શક્ય છે.

શિખામણ, અને છેલ્લે 
દંડ 

એટલે પરિસ્થતિ મુજબ તમારું પ્રતિનિધિત્વ કઈ ભૂમિકાને  વધારે અનુકુળ અને વ્યવહારિક છેે એ જાણવું ખુબ જરૂરી છે. એજ તમને ન્યાય અને અન્યાયની સીમાઓ જણાવશે. 

કોઈને આ વિચાર સાથે આપત્તિ હોય તો એ આઝાદ છે કમેન્ટ કરવા. 

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ