કૈંક લખવું છે એટલે આ પોસ્ટ લખી

ઘણાં ટાઈમ પછી એક આર્ટીકલ લખું છું. આજે દિવસ પણ સારો છે અને વિચારો પ્રેરિત કરનારો પણ. પ્રયત્ન કરીશ કે ૧૦૦% ઈમાનદારીથી લખું. 

બે વર્ષ પહેલા હું સતત ૮ વર્ષ સુધી પાક્કો અમદાવાદી હતો. અમદાવાદ હું ભણવા ગયો હતો કે ગણવા એ હજી સુધી ખબર નથી પડી. પણ અમદાવાદમાં ભણેલાઓ કાઈ ઉકાળી નથી શકતા એ વાત નક્કી છે. એને ૩૦ થી ૪૦ વર્ષ જુની પેઢીનાં વિચારો ધરાવતી કમ્પનીના હવાલે જ થવું પડે છે. અમદાવાદ બહારથી ખુબ જ દેખાવડું છે પણ અંદરથી એ ઉતરાયણ વર્ષના દરેક દિવસે રમે છે. ખેચવી કે કાપી નાખવું એ અમદાવાદમાં સામાન્ય છે એટલે જ ઉતરાયણ કદાચ વધારે પ્રિય છે. 

આજે મારી બેનનો પણ જન્મદિવસ છે પણ જ્યાં સુધી હું અમદાવાદનો હતો ત્યાં સુધી મને નથી યાદ કે હું ક્યારેય મુંબઈ બેનની સાથે એના જન્મદિવસ પર આવ્યો હોવ. આજે હું મુંબઈમાં છું અને એના લગ્ન થઇ ગયા છે તો પણ એના જન્મદિવસે હું એની સાથે નથી. 

પ્રકૃતિ એના પ્લાન બનાવતું જ હશે અને કદાચ એના પર વળગી રહેતું હશે એટલે જ એ સર્વોપરી છે. આપણે પ્લાન બનાવીને ફાફડા આરોગ્ય બાદ તેના કાગળની જેમ તેને કચરામાં ફેંકી દઈએ છીએ. હા, મને ખબર છે આ બધા માટે નથી હોતું પણ જેના માટે હોય છે એ દરેક આ મારો આર્ટીકલ વાંચી રહ્યા છે અને મારા જેવા લખી પણ રહ્યાં છે. 

"અઘરું હતું એ છોડી દીધું 
સરળ હતું એને પોતાનું ન કરી શક્યો"

આવું જ જીવન હોય છે એક અમદાવાદીનું. સમય ટપલી મારી મારી ને સરળતા તરફ લઇ જાય બાકી નીચું નિશાન તો નો જ હોય.

આજે ઊંધિયું અને જલેબી ઉપર લોકો ફરી વળશે... કોને ખબર હતી કે, ઊંધીયાનો જનમ આળસનો પર્યાય હતો. ઘરમાં જે હતું એને ભેગું કરી નાખ્યું કારણકે કાપવા અને ખેંચવા (પતંગ) સિવાય સમય બરબાદ ન થવો જોઈએ એવું હશે કદાચ. 

આટલા વર્ષો રહ્યો અમદાવાદમાં પણ એના માટે આંખ એક ટીપું પણ ભેગું ન કરી શક્યું. હા એ વાત અલગ છે કે જયારે ત્યાં હતો ત્યારે આંખ નું કામ જ એ હતું.

અમદાવાદની વિશેષતા એ છે કે તમે નવું ન કરી શકો. અને જે અમદાવાદીઓ નવું કરે છે એનાં ગજવામાં જુનું કેટલું છે એ તપાસી લેવું. કદાચ એ શાણપણ જ અમદાવાદી ને અમદાવાદી તરીકે ઓળખાણ આપે છે. 

માફ કરજો આ પોસ્ટ ને નેગેટીવ ન સમજતા કારણકે આ સત્ય છે. અને સત્ય અંધકારની પેલે પાર જ હોય છે. ત્યાંથી થઈને નીકળવું તો પડે જ. કોઈ પ્લેન કે જહાજ નથી હોતું. 

હવે કશું મગજમાં નથી આવતું પણ અમદાવાદનું નમક ખાધું છે એટલે અમદાવાદ વિષે લખવાની મને પરવાનગી છે. અમદાવાદે જ મને જે હોય તે મોઢા પર કહેવાનું શીખવાડ્યું છે એટલે હું એટલો પ્રયત્ન જરૂર કરી શકું કે જે હોય તે લખી નાખું. 

એ કાઈપો છે.....

પૂર્ણવિરામ

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ