આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
Where are you now?

અમદાવાદ એટલે?
અમદાવાદ એટલે મેટ્રો બનવા થનગતતું પણ રિતરીવાજોને બદલીને નહીં.
અમદાવાદ નવાં લોકો ને અપનાવતું શહેર પણ પોતાનાં લોકો ને બદલી ને નહીં.
અમદાવાદ એટલે નવીનવી વાનગીઓ ને આવકારતું શહેર પણ પોતાની જ વાનગીઓની દુકાનોમાં ભીડ ઓછી કરીને નહીં. #રાયપુર #ભજીયાં
અમદાવાદ એટલે પોતાની ઉડાડીને બીજાની કાપતું શહેર પણ વર્ષમાં ફક્ત બે જ દિવસ...#ઉત્તરાયણ
અમદાવાદ એટલે જાણીતું પરંતુ અજાણ્યું ઘણું.
#Kamalam

Corona, Festivals and Effects on Pandemic in India!
તહેવારોનું મહત્વ સમજવું હોય તો આ ગ્રાફ સમજવો જરૂરી છે. કોવિડ-19 સમસ્યા માનસિક કેટલી છે એ સમજવા માટે આ ગ્રાફ જુઓ. ગ્રાફમાં તમે જોઈ શકો છો પીળો માર્ક, જે છે કોરોનાની મહામારી વધ્યા પછીનો સૌથી પહેલો લો (નીચેનો) પોઇન્ટ. શું કામ છે ખબર છે? કારણકે એ સમયે દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો હતો. લોકો માનસિક રીતે ઉત્સવોમાં પરોવાઈ ગયા હતા. ભલે એટલો મોટો પણ ચેન્જ નથી પરંતુ પ્રભાવિક તો છે જ.
આના પરથી ખ્યાલ આવે કે, ઉત્સવો અને રીતિરીવાજો ભલે જુના થઇ ગયા હોય પણ તેની પાછળનું વિજ્ઞાન કદાચ હજુ પણ શક્તિશાળી છે. માણસે માણસ બનવાનું છોડવું નહીં એ જ સૌથી મોટો ઉત્સવ છે.
#Kamalam
It is important to understand this graph if you want to understand the importance of festivals. See this graph to understand how mental the Covid-19 problem is. In the graph, you can see the yellow mark, which is the first lowest point after the corona epidemic in India. Do you know why? Because Diwali was going on at that time. People were mentally engrossed in the festivities. Although not a big change, it is impressive.
This suggests that even though the festivals and rituals are old, the science behind them is probably still powerful. The biggest celebration is not to let a man stop being a man.
#Kamalam

Truth of Generations!

મોદી મોદી મોદી, સીપ્લેન, અને ઉજ્જવળ ભવિષ્ય
એરોનોટિકલ એન્જિનિયરિંગમાં મેં અભ્યાસ કર્યો હોવાને લીધે આજે ઉદ્ઘાટિત થયેલ અમદાવાદ-કેવડિયા-અમદાવાદ રૂટ પરની સી-પ્લેનની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખુબ જ અદ્ભૂત અને મોટિવેશનલ છે. જે-તે સમયે હું મારો અભ્યાસ પૂર્ણ નહતો કરી શક્યો કારણકે એરોનોટિક્સ એન્જીનીયર્સની ભારતમાં ટેક્નિકલ સુપરવાઈઝર કરતા વધારે કોઈ કાર્યમાં ઉપયોગીતા નહતી અને હજુ કદાચ નથી.
2014, ની આસપાસ આ વિચાર મને આવ્યો હતો. ભારતમાં જો એર ટ્રાન્સપોર્ટનું ભવિષ્ય વધારવું હોય તો એક જ ઉપાય છે સી-પ્લેન વ્યવસ્થાનો ફેલાવો. ભારતના લગભગ મહાનગરો, નગરો અને શહેરો કોઈના કોઈ જળ સ્ત્રોતની આજુ બાજુ છે. આ સી-પ્લેન જેવી વ્યવસ્થા ખુબ જ ઉપયોગી નીવડે તેમ છે. મેં મારી રીતે HAL અને NAL ને ઇમેઇલ પણ લખ્યા હતા પરંતુ કોઈ સંવાદ પાંગર્યો નહતો.
પરંતુ આ સી-પ્લેનની વ્યવસ્થા ને સેજ પણ સામાન્ય કક્ષા એ ન ગણાતા. ભારતના ભવિષ્યની ટ્રાન્સપોર્ટ ફેસેલિટી સાબિત થશે.
પાણી પર લેન્ડિંગ અને ટેકઓફની વ્યવસ્થા ને લેધે મોંઘા અને સમય માંગી લે તેવા રનવે બનાવવાની જરૂરી નથી.
ડોનિયર-320 જેવા સ્વદેશઓ વિમાન બનાવી ને હિન્દુસ્તાન એરોનૉટિકસે સાબિત કર્યું છે કે આપણે એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકીએ છીએ.
આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈએ ત્યારે એ સાબિત થાય છે કે આ ઘટના કેટલી મોટી હશે અને નરેન્દ્ર મોદીનું ગણિત કેટલું ચોક્કસ અને વિશાળ હશે. અમદાવાદમાં રિવર ફ્રન્ટના આઇડિયાને એક જ ઝાટકે તોડીપાડનાર લોકો ને ખ્યાલ આવ્યો હશે કે એ વિચાર કેટલો સુસંગત સાબિત થયો છે.
વેલ, ખોટી ચર્ચામાં મારે પડવું નથી. પરંતુ અમેરિકા જેવા અમેરિકામાં પણ સરકાર ને સપનામાં કોઈ આઈડ્યા કે વિચારો આવતા નથી. ત્યાં ઈલોન મસ્ક, સ્ટીવ જોબ્સ જેવા ધુરંધરો એ પોતાના પર જોખમ લઇ લઈને પ્રોજેક્ટ પ્લાન કર્યા હતા અને કરતા રહશે.
સી-પ્લૅનની આ ઘટના એ તમામ ભારતીય યુવાઓ માટે એ ગ્રીન સિગ્નલ છે જેમને પોતાની ક્રિએટિવિટી ચકાસવી છે.
ફરી નરેન્દ્ર મોદી ને ખુબ ખુબ ધન્યવાદ અને એમના નેતૃત્વ બદલ ભારત આભારી રહશે હરહંમેશ.
#કમલમ

સ્વભાવ, ધર્મ અને જન્મભૂમિ ના સંસ્કાર
મારુ માનવું છે કે, ધર્મ સાથે માણસની કટ્ટરતાને જોડવી એ અન્યાય છે. કટ્ટરતા ધર્મ નથી આપતું પણ તેની જન્મભૂમીના સંસ્કાર આપે છે.
આપણે અહીંયા જાગૃત વ્યક્તિઓ છીએ. ચોક્કસ, મન અને મગજને સુન્ન કરી નાખે એવા પ્રવચનો સાંભળીને કોઈ પણ વ્યક્તિનું લોહી ઉકળી જાય અને અપ્રાકૃતિક કાર્ય કરી બેસે તેમાં કોઈ જ નવાઈ નથી. એવા પ્રવચનો ફક્ત ધાર્મિક લીડરો જ નહીં પણ સમાજના જે તે ક્ષેત્રોમાં અવારનવાર યોજાતા હોય છે.
આ પોસ્ટ ઇસ્લામને લગતી જણાય છે પણ ફક્ત ઇસ્લામની જ વાત નથી. દરેક ધર્મની વાત છે.
ઉદાહરણ લઈએ.
ઉત્તર પશ્ચિમ ચીન લગભગ ઇસ્લામિક છે. તેની પર ચીની રાજકીય પોલીસીનું દબાણ છે એટલે તેઓ શાંત પ્રવૃત્તિના છે એવું કહી શકાય પણ ખરેખર એવું નથી. તેઓની માનસિકતા જ ત્યાંની ભૌગોલિક અવસ્થા પર ટકી હોય છે. એટલે ત્યાંના મુસ્લિમો કહો કે બુદ્ધિસ્ટ એ બંનેના સામાજિક લક્ષણો લગભગ સરખા દેખાઈ આવે.
એની સામે આપણા ગુજરાતી મુસ્લિમો વિષે થોડી વાત કરીએ
લગભગ શાંતિપ્રિય પરંતુ ઉત્તર પૂર્વ ભારતીય શરીયા પદ્ધતિ વશ અર્ધજાગૃત હોવાના લીધે ક્યારેક કટ્ટરતા દેખાઈ આવે છે.
ભારતના અમુક ઉત્તર પૂર્વી પ્રદેશોમાં માણસોના દેખાવ પર જઈએ તો ખબર પડે કે એ ક્યાં ધર્મ નો છે બાકી જો એ ધર્મનું ફિલ્ટર કાઢી નાખીએ તો વાણી, સ્વભાવ અને વિચારોમાં સેજ પણ ફરક નહીં
હા, આપણે ભગવાન શ્રી રામ, કૃષ્ણની લીલાઓ સાંભળીએ અને એનું મનોમંથન કરીએ અને પછી ત્યારબાદ આપણામાં પાંચથી દસ ટકા સ્વાભાવિક ફેર પડે બાકી નફા-નુકશાનની વાતમાં એકી ગુજરાતી માણહ હિન્દૂ હોય કે મુસલમાન, મગજ તો બંને નો સરખો જ જાય.
અફઘાનિસ્તાન, ઈરાન, અને સાઉદી જેવા પ્રદેશો કદાચ ઇસ્લામિક ન પણ હોય તોય ત્યાંના રહીશોના વર્તન અને સ્વભાવમાં કોઈ જજો ફર્ક ન પડે.
વિચારો આવકાર્ય છે.
#કમલમ

વર્ણ, આધુનિક સમાજ, શ્રી રામનું જીવન

Lakshmi Bomb, Hijra Community and Society

સ્ત્રી, બારોટજી અને વંશવેલો
અસામાન્ય વિચાર
ભાટ/બારોટ જી વિષે લગભગ આપણે જાણતાં જ હશું. તેનું કારણ એ છે કે તેઓ સદીઓથી પરિવારના વંશ વેલા સાચવે છે. તેઓ એક પુસ્તકમાં લખતા હોય છે. લગભગ વિસ ત્રીસ પેઢીની વિગત એમની પાસે સાચવેલી હોય છે. રોચક અતિ રોચક. તેઓ જયારે જયારે આવે ત્યારે ત્યારે અવનવી વાતો ભૂતકાળની ખુલે અને જાણવા મળે અને અત્યંત રોચક હોય છે. એટલે જ લગભગ જેઓ આ વિષે જાણે છે તેઓ તો ભાટ/બારોટજી પધારે એની રાહ જોતા હોય છે.
એ બધું તો ઠીક કે વંશ વેલા સચવાય છે પણ તેમાં સ્ત્રીઓની માહિતી નથી હોતી. ફક્ત પુરુષની જ એન્ટ્રી અંકિત થાય છે. મને વિચાર આવ્યો કે આવું કેમ?
ઘણું વિચાર્યું અને મને આશા છે કે મારી આ પોસ્ટ વાંચીને ઘણા ખરા મિત્રો મને સચોટ જવાબ પણ આપશે પરંતુ હું મારો ઉત્તર આપી દઉં જેથી મારી જવાબદારી પૂર્ણ થાય.
સ્ત્રી તો સ્વયં વૃક્ષ સમાન છે. જેને સાચવવાની કે ટેકાની જરૂર નથી પડતી તે આપો આપ વેલાઓને આધાર આપે છે અને એમને સાચવે છે.
#પૂર્ણવિરામ
#કમલમ

शुरू हो जा

ભારત, ભૂજળ અને વૃક્ષો
ભૂજળ એ સોના કરતા પણ મહત્વનું છે એ હંમેશા યાદ રાખવું
અને ભૂજળની માત્રા વધારવી અથવા ટકાવી રાખવા નું કામ ફક્ત જંગલો અથવા વૃક્ષોથી જ છે.
લોકો શહેરો તરફ આવી રહ્યા છે તેના અનેક કારણો માંથી એક કારણ એ પણ છે કે ખેતી ઉપયોગી ભૂજળ હવે ચિત્ર માં બતાવેલા ભાગોમાં ખુબ જ અલ્પમાત્રામાં રહ્યા છે.
વૃક્ષ એ જ જીવન છે. વૃક્ષ હશે તો જ પાણી હશે અને તો જ આ દુનિયા જીવવા લાયક બની રહેશે
#કમલમ

Where you got dragged?
it doesn't matter who you are, what you have, and where you want to go, nature/god/time/cosmic energy will drag you to the point where you actually belong.
So to elevate your Standard/Conscience/Deservability you need work on your self, on your thinking process, on your behavior, and on your path to look for the truth.
Remove heavy dirt within you and be light enough so you naturally elevate to the higher level.
#kamalam

નીંદર કેમ લાવવી?

how to make vegetable biryani/pulao at home just like a restaurant-style?

Why not Film Making been taught in School?
Why not?
We can understand basic accounting by now because we learned maths in school
We can think rationally by now because we learned science, history, geography etc. Etc. in school.
We can easily learn foreign language because we learned english in school.
But why we were not been taught FILM MAKING in school?
I personally saw difference in myself before and after knowing little bit about film making. I have started understanding conceptual cinema. I started to understand acting and efforts.
After this phase, I tend to watch good cinema.
Now see if we all been taught film making in the school as just a general subject then not just few % of people but major % of people from the nation will tend to demand level cinema.
We might have had many Ray, Ghatak, Anand Gandhi, Patwardhan, Manjhule, And many more respected filmmakers.
We can demand this in our syllabus for our future generations for our better future of Indian cinema.
Just a thought.

What makes cinema different from all other mediums?
I saw a cool scene in an episode of a Turkish show.
A character (40 year old lady) is drinking tea alone in her house. She was looking calm and happy while enjoying the mood. And suddenly she sees a toy planted to decorate a Christmas tree fall out of it. The lady picks it up and puts it back on the tree. Right after that she gets a call that her father has passed away.
At first I thought why but when she get a call it has ended my curiosity.
I think cinema is different from every art here. It is difficult to create this in a book or through music.
* Conclusion: *
It is necessary to discuss what's the need of cinema should be when we onto making of the one.
If people can read or listen to our message clearer than what is shown on the screen, then it is useless to create a scene on the screen.
Cinema should be used in such case when it is very difficult to weaving it through other mediums.
Just my opinion :)
#Kamalam

સિનેમા કઈ રીતે જુદું છે બીજાં માધ્યમોથી?
ટર્કીશ શો ના એક એપિસોડમાં મેં એક મસ્ત સીન જોયો.
એક કેરેકટર (40 એક વર્ષની લેડી) પોતાનાં ઘરમાં એકલી ચા પી રહી છે. અને ચા પી ને ઉભી થાય છે. અને જુએ છે કે ક્રિસમસનાં વૃક્ષ પર સજાવવા માટે લગાડેલું એક રમકડું તેમાંથી નીચે પડી ગયું છે. એ લેડી તેને ઉપાડીને ફરીથી વૃક્ષ પર લગાડે છે. લગાડીને ફરીથી આગળ જવા વળે છે ત્યાં તેને ફોન આવે છે કે, તેના પિતાજીનું દેહાંત થયું છે.
વાહ, શું સીન ક્રિએટ કર્યો હતો.
પહેલા મને લાગ્યું કે આ સીનની જરૂરિયાત શું કામ હોય પણ એકદમ ક્લીઅર કર્યું.
મારા ખ્યાલથી સિનેમા અહીંયા દરેક કળાથી જુદું પડે છે. પુસ્તકમાં કે સંગીત દ્વારા આ ક્રિએટ કરાવવું અઘરું છે.
નિષ્કર્ષ:
સિનેમાની જરૂરિયાત શું કામ હોવી જોઈએ તેના પર ચર્ચા કરવી જરૂરી છે..
જો સ્ક્રીન પર બતાવ્યાં કરતાં લોકો આપણાં મેસેજને વાંચી અથવા સાંભળીને વધારે ક્લીઅર સમજી શકે તો તેના માટે નો સીન સ્ક્રીન પર ક્રિએટ કરવો વ્યર્થ છે.
સ્ક્રીન પર એ જ શોભે જે પુસ્તક અથવા સંગીતમાં તમે વણી ન શકો.
#કમલમ

how the world is driven?
Creating a difference in real life and showing the same difference on screen.
We believe or not but cinema is a powerful source of behavioral transformation. Showing dirt or half-truth on a screen without a solution is misusing the great opportunity to express and transform the social structure. If we believe we can.
#kamalam

Learning history? Make sure...
We shouldn't learn history to reinvent wheel instead we should focus on how we can recover from the disintegrated beauty of the nature due to wheel. We are the brightest so let's not spread DARK.
#Kamalam

સ્પર્ધા અને પરચા
બે શહેરો વચ્ચે સ્પર્ધા નક્કી થઈ.
સ્પર્ધા: ઉત્પાદનની ક્ષમતા
ઉદ્દેશ: ઉત્પાદનની ક્ષમતા જાણી આયાત શૂન્ય અને નિકાસ વધારવી. ટૂંકમાં આયાત નિકાસના દરને શૂન્ય કરવો.
પરિણામ: સ્પર્ધામાં જરૂરી એવા ઉપકરણો દેશમાં કોઈ ઉત્પાદન નહોતું કરી રહ્યું એટલે તેના આયાત કરવા બાબતે મિટિંગ યોજાઈ. ધંધાકીય ફાયદો દેખાતા આયતનું ટેન્ડર ફૂટી ગયું અને જે શહેરો વચ્ચે આ સ્પર્ધા યોજાવવાની હતી એ શહેરો જ એ ઉપકરણોનાં સૌથી વધારે વપરાશકર્તા બન્યાં. આયાત નિકાસનો દર એ વર્ષે સૌથી વધારે રહ્યો પાછલાં દસ વર્ષનાં રેકોર્ડમાં.
પૂર્ણવિરામ
#કમલમ

સમયનું પુનરાવર્તન

સામ, દામ, દંડ અને ભેદ

Love...
#Classics
Interviewer: "If you were to give advice to a woman, what would it be?"
Édith Piaf (French Singer): "Love." To a young girl? "Love." To a child? "Love."
Source: La Vie en rose (film)

The world's best and worst innovation?
For me, the world's best innovation is
Language
And, the world's worst innovation is
Language
-----
Language has ridiculously disturbed every other species of the world but mankind.
Now, let me tell you why did I come to this conclusion?
I suppose we didn't have language in our life, then we still try to understand things quite primitively. Just like how monkeys are communicating with each other. And because of that, we might not have such a brain that we are having right now.
Every little man-made calamities/disasters are the product of the functionally super active evil brain.
I hope this makes sense.
#kamalam

Moral of the story....
What is the most easiest thing to do?
The thing you want do.
What is the most hardest thing to do?
The thing you want to do but in another's way.
So moral of the story is, precious is not what you are doing, earning, living or etc. Etc. But important is that how you are doing it. 😌
#kamalam

Vasudhaiv Kutumbakam, is it possible now?
In last few centuries, i have noticed (history) huge women exploitation in vasudhaiv kutumbakam ideology. And people didn't care about it either. It becomes like that till modern era rang the bell.
But there's one more truth... Once the women exploitation begins sloweddown in the modern era, we faced reductions in the joint family ideology either. Why?
I think here we have silent opportunity to implement modern lifestyles into the traditional one with some modern fabrication. But how? Is that even possible? Or there's no solution exists without exploiting women's rights?
#Kamalam

ભારતની બ્રાન્ડ vs વિદેશી બ્રાન્ડ
મેં A.C. નાં રિમોટ માટે ત્રણ વર્ષ પહેલાં Duracell કમ્પનીનાં સેલ લીધાં હતાં. તેની પહેલાં લોકલ બ્રાન્ડનાં સેલ દર 3થી 4 મહીનમાં બદલવા જ પડતા. હવે હું જો ફરીથી Duracell બેટરી ખરીદ્યું તો હું ખોટું કરી રહ્યો છું?
શું આપણી લોકલ બ્રાન્ડમાં ક્ષમતા છે ખરી એ એ બ્રાંડને ટક્કર આપવાની?
માની લઈએ કે લોકલ માર્કેટની ડિમાન્ડ જ સસ્તું માંગે છે. હા તો એ બનાવો ને. કોણ ના પાડે છે. પણ શું એ નફા માંથી તમે એકદમ સીમિત પણ ખૂબ જરૂરી એવી ટક્કર આપે એવી પ્રોડક્ટ બનાવવા તરફ વિચાર્યું ખરાં?
પૂર્ણવિરામ
#કમલમ

વેસ્ટર્ન ફિલ્મોમાં ભારત
મેં એક વસ્તુ માર્ક કરી કે જ્યારે કોઈ વેસ્ટર્ન ફિલ્મ મેકર ભારતને કેન્દ્રમાં રાખી ને ફિલ્મ બનાવે છે ત્યારે તે બે જ ક્લાસનાં લોકો ને બતાવે છે.
1. અત્યંત ગરીબ અથવા લોવર મિડલ કલાસ
2. અત્યંત અમીર અથવા અપર મિડલ કલાસ
સાચું ભારત એ છે જે દુનિયાની મોટી મોટી કમ્પનીઓને ચલાવી રહ્યાં છે. એ છે રિયલ મિડલ કલાસ ભારતીય.
જે ખરેખર સાચું ભારત છે અને સૌથી મોટું ભારત છે.
મિડલ કલાસનું માપદંડ દેશની આર્થિક સ્થિતિની એવરેજમાં ન બેસે પણ જેતે ક્ષેત્રની આવકનાં માપદંડ સાથે મેળ હોવો જોઈએ.
આજે ગુજરાતનું અંતરિયાળ ગામડું કે જ્યાં માથાદીઠ આવક દિવસની એવરેજ 200 રૂપિયા હોય ત્યાં 200 રૂપિયા કમાવનાર મિડલકલાસ વર્ગ કહેવાય અને મુંબઇ કે જ્યાં 500 રૂપિયા મિનિમમ આવક હોય ત્યારે મિડલકલાસના ગણીત ત્યાં બદલાય છે.
#કમલમ

Why brilliant people are good in research?
Why most brilliant people are very good in research? Because to research, the one has to observe something and Observation is the only ability or a skill that keeps their over-active brain quite a busy from getting messed-up because of routine fantasized-negative thoughts. :P
estimated from my observation. ;) lol
#kamalam

આપણે કેટલા સુસંગત છીએ સમાજમાં?

વાસ્તવિક સોસિયલ માનસિકતા
થોડા દિવસ પહેલાં એક ગુજરાતી વ્યક્તિને ગુજરાતીમાં મિમ બનાવવાનું ઘેલું લાગ્યું. એણે બનાવ્યું પણ ખરાં. કમ્યુનિટી વધવા લાગી અને શરૂઆતમાં અમુક જાણકાર ગ્રુપનાં મિત્રો જ મિમ બનાવતાં. એ જોતાં ધીરે ધીરે દરેક જોડાયેલ વ્યક્તિ મિમ બનાવવા તરફ હાલી નીકળ્યાં. અને લોકો દ્વારા બનેલા ગુજરાતી મિમ પાછાં જેવા-તેવાં પણ નહીં..ધીરે ધીરે એ મિમ ગ્રુપ વધવા લાગ્યું અને તેમાંથી એક ગ્રુપ સ્પેસિફિક વિચારધારા વાળું જુદું પડ્યું અને નવું ગ્રુપ બનાવ્યું. લ્યો કરો વાત.
હવે હાલની તારીખમાં નાનાં-નાનાં ઘણાંય ગુજરાતી મિમ ગ્રુપ તૈયાર થઇ ગયાં છે. જોકે આ તો ભારતીય તરીકે આપણે સામાન્ય તરીકે લેવાય એવી ઘટનાં છે. એકની દુકાન કે પ્રોડક્ટ ચાલે એટલે પછી દરેક નિર્ભર પ્રાણીની જેમ એ કન્સેપ્ત પર ઝપટી જ પડવાનું. એ પછી સામાન્ય વેપારીથી લઈને મુકેશભાઈ સુધીની વાત છે. ઈન્ટરનેટનું ઘેલું વોડાફોન, એરટેલ અને અન્ય કમ્પનીઓએ લગાડ્યું અને પછી તેના બનેલા પ્લેટફોર્મ પર સૌથી વધારે પ્રોફાઈલ સાથે પ્રોડક્ટ લોન્ચ કરી પોતે રાજા બની ગયા.
ઠીક છે એ શક્ય છે. કારણકે એક સામાન્ય ભારતીયમાં ઇનોવેશન કરી માર્કેટ ડેવલોપ કરવાની હેસિયત નથી તેના કારણો સોસિયો-ઇકોનોમિકલ છે.
પણ મેં એક બીજી વાત પણ નોટ કરી અલગ અલગ એઓ જ પ્રકારના ગ્રુપ બનવા પાછળ.
100 જણા એક જ વિચારધારા ધરાવતાં હોય તો તેઓ એક ગ્રુપ બનાવે છે. પછી એમાંથી પણ 50 જણા પોતાની વિશેષ આવડત સરખી હોવાને લીધે 50નું ગ્રુપ બીજા 50થી અલગ પડે છે. એમ એ 50માં હજી 25 લોકો પોતાના જેવા સાથે 25નું ગ્રુપ બનાવી અલગ થાય છે. અને એ 25માં 12 લોકો પોતાની જેવા લોકોને ભેળવી અલગ ગ્રુપ તૈયાર કરે છે.
એમ થતાં થતાં માણસ છેવટે એકલો આવીને ઉભો રહે છે અને ગ્રુપ મેકેનિઝમના વાસ્તવિક સ્ટ્રક્ચરની વાટ લગાવી દે છે. અને પછી નિમણો થઈને બેઠાં બેઠાં વિચારતો રહે કે, "સાલું આપણાં દેશમાં ક્યાં એકતા જેવું કઈંક છે જ?"
પૂર્ણવિરામ
#કમલમ

ચલચિત્ર(ફિલ્મ) એક માધ્યમ
- ચાલ જીવી લઈએ
- બે યાર
- કેવી રીતે જઈશ
- લવની ભવાઈ

When criticism hurts?
Criticism hurts when you don't know the difference between constructive and destructive criticism.
#kamalam

સૌથી મોટી મૂડી?
અનુભવથી મોટું ધન બીજું કશું જ નથી. મોટામાં મોટો ધનવાન જો સમુદ્રમાં વચ્ચે ફસાઈ જાય છે તો નાવિકથી વધારે અનુભવી ન હોવાને લીધે એ જીવનભર તેનો ઋણી થઈ રહે છે. એટલે જ અનુભવ સૌથી ઉચ્ચકક્ષાની મૂડી છે.
#કમલમ

કિંમતી એટલે શું?
સોનું ક્યારેય ગોતવાથી મળતું નથી. અને બનાવવાથી બનતું નથી.

નક્કી કરી લ્યો...

કુદરત અને તેની ક્ષમતા

સપનાં કે વિશ્વાસ?
સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને
અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે.
કારણ ખબર છે?
સપનાઓ બેજવાબદાર હોય શકે છે.
જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે.
#કમલમ

Modern Science Vs Primitive Science

અલ્પસંખ્યકો અને ભારતની વહીવટી ખામીઓ

ફ્રીડમ ઓફ સ્પીચ કે પછી ફ્રીડમ ઓફ એક્સપ્રેસન

આનંદ મહિન્દ્રાની ટ્વીટ
"ફેસબુક સાથે Jio નો સોદો ફક્ત તે બે માટે જ સારો નથી. વાયરસ-સંકટ પછી ભારતના આર્થિક મહત્વનું પ્રબળ સંકેત છે. તે એવી પૂર્વધારણાઓને મજબૂત બનાવે છે કે વિશ્વ ભારત માટે એક નવું વિકાસ કેન્દ્ર બનશે. બ્રાવો મુકેશ!"
- આનંદ મહિન્દ્રા
ફેસબુક એ ₹43,576 કરોડમાં Jio ના 9.9% શેયર લીધાં છે અને એ બાબતે આનંદ મહિન્દ્રાની ટ્વિટ સકારાત્મક ઊર્જા અપાવનારી છે દરેક ભારતીય માટે. ફેસબુકનું ભારત તરફનું પ્રયાણ એ સૂચવે છે કે ભારત વિશ્વનાં વિકાસ કેન્દ્ર તરફ બનવાની તરફ કૂચ કરી દીધી છે. એ મુજબ હવે આપણે એક નાગરિક તરિકે અને ભારતીય તરીકે કેટલી મહેનત અને આવનારી તકો ઝાડપવાની છે એ તરફ વિચારવાનું શરૂ કરીએ.
જય હિન્દ.
"Jio’s deal with Facebook is good not just for the two of them. Coming as it does during the virus-crisis, it is a strong signal of India’s economic importance post the crisis. It strengthens hypotheses that the world will pivot to India as a new growth epicentre. Bravo Mukesh!"
https://twitter.com/anandmahindra/status/1252876578654007298?s=19

મગજનો બાટલો

મારા મુજબ રાષ્ટ્રવાદ એટલે...

દાતાર

સંગીત અને માનસિકતા

માણસ અને વાંદરામાં ફરક શું છે?
માણસ અને વાંદરામાં ફરક શું છે?
વાંદરાની પાસેથી એક કેળું લેવા માટે તમે વાંદરાને એ ક્યારેય સમજાવી ન શકો કે તને સ્વર્ગમાં જઈને અનંત કેળાઓના બગીચા મળશે બસ તું આ કેળું મને આપી દે. પણ માણસને સમજાવી શકીએ છીએ..
😅
#કમલમ

Dot or Dash?
It's very hard to become Dot. We all are Dashes. We exchanges our experiences and instincts. But to reveal the dot inside of yours you must need to stop looking solutions from the outside. Because it only creates dashes but to evolve as dot we need to see the inner world of ours. It will awaken the sleeping sun inside yours and then you will be an initiative for the many dashes and so many dots.
#kamalam

સમય અને સાવધાની
અત્યારે હું ઘણાં મુસેજ વાંચી રહ્યો છું જેમાં ચાઈનાને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. કદાચ સાચ્ચું જ હશે.
પણ આપણે એક પ્રોગ્રેસીવ માણસો છીએ જે આગળનું વિચારી શકે છે. આમ જો આવી રીતે જ ચાલતું થઇ જશે તો ચાઈના શું પણ કોઈ બાઈના. ડાઈના, અને ગમ્મે તે લલ્લુ પંજુ વાઇરસો બનાવી બનાવીને દુનિયામાં ફેલાવતા રહેશે. તો આપણે શું કરી શકીશું?
આપણે જીવનભર માટે તો લોકોને પરદેશ થી આવતા નહીં રોકી શકીએ? ક્યારેક તો નોર્મલ થશે ને બધું?
એટલે આ જ સમય છે આપણા બાળકો અને યુવકો જેઓ અભ્યાસ લઇ રહ્યા છે તેઓ આ દિશમાં વિચારવાનું શરુ કરે. આપણે એડવાન્સ થવું જ પડશે. આપણે એટલા તો એડવાન્સ થવું જ પડશે કે કોઈ પ્રકારની આપદા નું સોલ્યુશન ગણતરીની ક્ષણો માં નીકળે.
દુનિયાના ત્રણ સૌથી મોટા સ્ત્રોત
૧. જમીન (ફળદ્રુપ)
2. પાણી (નદી)
૩. માણસો (ખેડૂતો, ઈજનેર અને તબીબ)
આ ત્રણથી મોટું કશું જ નથી... જે દેશ પાસે આ ત્રણ વસ્તુઓ હશે એજ સાચો સુપર પાવર કહેવાશે. પણ આપણે સુપર પાવર ની પાઘડી પહેરીને જાવું પણ ક્યાં જો ભૂખ્યા જમાડી પણ નહીં શકીએ કે તરસ્યા ને સારું પાણી પણ નહીં પીવડાવી શકીએ?
એટલે જ આ સમય છે ચેતી જવાનો અને અભ્યાસમાં મોડર્ન વિજ્ઞાન અને પૌરાણિક વિજ્ઞાનની સમજણ ને સાથે લઈને ટેકનીક્સ વિકસાવવી પડશે. જે ક્યારેય દેશને પાછળ નહીં લઇ જાય.
બધાને ખબર છે કોઈપણ પ્રકારનો વાઇરસ, આપણી ઈમ્યુન સીસ્ટમ કરતા મોટો નથી. એજ રીતે, જો આપણો ખોરાક, અને પાણી સ્વચ્છ હશે તો દરેક પ્રકારની પરિસ્થતિઓને સંભાળી શકીશું. ઉપરાંત મોડર્ન વિજ્ઞાનનાં જોર સાથે આપણે એવી તકનીક પણ વિકસાવવી પડશે જેનાથી કોઈપણ ઉપચાર તાત્કાલિક બેઠો થઇ શકે.
એટલે અભ્યાસને એ સ્તરે પણ લઇ જવો પડશે જેમાં માહિતી સાથે સાથે પ્રાથમિક ઉપચાર અને અન્ય પ્રકારની કોમનસેન્સની જાણકારી આપવામાં આવે. ખેતી, ફૂડ ઇન્ડસ્ટ્રી, નેનો ટેકનોલોજી, બાયો ટેકનોલોજી અને હેલ્થ સેક્ટર આવનાર સમયમાં સૌથી મોટા પાયદાન પર રહેશે. સરકારશ્રી એ આ પ્રકારનો અભ્યાસ સામાન્ય લોકો સુધી પંહોચે એ સુવિધા ઘડવી પડશે. જો સરકાર આ બાબતે કશું ફેરફાર નહીં કરે તો યુવક યુવતી ઓએ ઝુંબેશ શરુ કરવી પડશે...
આજે ક્યુબા જેવડો નાનો દેશ દુનિયાના બેસ્ટ ડોક્ટર્સ આપે છે. કારણકે એ એમનાં ઈરાદામાં હતું. એટલે ઈરાદો મહત્વનો છે.
#કમલમ

પ્રત્યાહારા
પ્રત્યાહારા
પ્રત્યાહાર એટલે બહારની દુનિયા સાથે તમામ પ્રકારના કનેક્શન પડતા મૂકી એ તમામ ઉર્જા પોતાને આપો... એટલે?
એટલે કે, પોતાની સાથે સમય ગાળો. પણ કઈ રીતે?
*આંખ બંધ કરી ને!*
સદગુરુ એ તો દિવસમાં 6 થી ૧૨ કલાકનો સમય આંખ બંધ કરીને જાગૃત અવસ્થામાં રહેવા કહ્યું છે પણ આપણે શરૂઆત 2 કલાકથી કરી શકીએ છીએ. ખબર છે આ યોગ (પ્રત્યાહારા) કરવાથી શું થશે? તમારી આંતરીક ઉર્જા વધારે પ્રફુલ્લિત થશે અને તેને લીધે તમે અગણિત સારું કાર્ય આપી શકશો.
જેમ કે, જો તમે સારું લખતા હોય કે સારું નૃત્ય કરતા હોય. જો તમને યાદ હોય તો તમે ક્યારેક અચાનક જ સારું લખવા માટે કે નૃત્ય કરવા માટે પેન પકડી લ્યો છો કે નૃત્ય કરવા માટે ઉભા થઇ જાઓ છો! કારણક ખબર છે શું કામ? કારણકે ફક્ત બે ત્રણ મિનીટ જેટલી નાની કોઈ ઘટના તમારા હ્રદયને પ્રફુલ્લિત કરી દે છે અને એ પ્રફુલ્લિત હૃદય તમને લખવા કે નૃત્ય કરવા પર મજબુર કરે છે. તો જો એ બે થી ત્રણ મિનીટ નો સમય કલાકો નો થઇ જાય તો? તો તમારા કાર્યની ક્ષમતા અને કક્ષામાં કેટલો વધારો થઇ શકે છે? એ બધા કરતા પણ તમે માણસ તરીકે એક ન જોયેલી અદ્ભુત અનુભૂતિ મેળવો છો જે તમને અત્યાર સુધી મેળવેલા તમામ અનુભવો કરતા પરે લઇ જાય છે.
#કમલમ
સોર્સ : સદગુરુ

કોરો ડાટ માણસ
જે-જે વ્યક્તિ હાલ પોતે જે શહેરમાંથી રોજી-રોટી મેળવે છે એ લોકો એ છોડી ને પોતાનાં વતને પાછાં ફરે છે એમણે ખરેખર પાછું આવવું જ ન જોઈએ...! કારણકે જે ભૂમિ તમારું અને તમારા પરિવારનું પેટ ભરે છે એ ભૂમિ માટે આ કપરા ક્ષણોમાં તમારી ભાવનાત્મકતા શૂન્ય થઇ જાય એ અમાનવીય લક્ષણો છે. તમે જે ગામ મુકીને રોટલી માટે અહી આવ્યાં તે એ ગામ અત્યારે તમને શું આપી દેવાનું છે? અને જો ત્યાં અત્યારે તમે જે પણ કરી ને ગુજરાન ચલાવશો તો આગળ એ રીતે જ ભેગું કરજો...અને શહેરો ને માફ કરજો વ્હાલા. અને ટોળે ને ટોળા નીકળી જ પડ્યા જેમકે દુનિયાનો અંત થવાનો હોય એમ. એ લોકો જ્યાં જઈ રહ્યા છે એ એમનાં વતન ની પણ ચિંતા નથી કરતા!
અને હા બાપુ જે દોઢડાહ્યાંઓ આ બાબતે બિચારા લોકોનો પક્ષ લઈને અહી કમેન્ટ કરવા આવશે એમને કોઈ સ્થાન નથી કારણકે એમને ફક્ત બિચારા પણું દેખાય છે પણ એમની માનસિકતામાં બેસેલી અસ્થિરતા નહીં દેખાય. એ લા ભાઈ, અહિયાં લગભગ બધાની એક જ પરિસ્થતિ છે. દરેકની સુરક્ષા એટલી જ મહત્વની છે જેટલી એમની છે. આ વિષયે ઘણું વિરોધાત્મક બોલી શકાય છે પણ નથી બોલવું. આટલું બસ છે. આ પરિસ્થતિમાં કોઈ અમીર નથી કે કોઈ ગરીબ. સરકારનો સપોર્ટ દરેક માટે સરખો જ છે.
#કમલમ

World Poetry Day
આજે કવિતા, કાવ્ય, કે પછી રચના જે પણ કહો, આજે તેનો દિવસ છે. ખરેખર કહું તો ક્યારેય લખી નથી શક્યો પણ પ્રયાસ જરૂર કર્યા છે. મારા મત મુજબ કવિતા એટલે અંતરમાં લાગણીઓનાં ફુવારા નીકળતાં હોય ત્યારે શબ્દો બની જે બહાર આવે તે કવિતા!
આવી જ રીતે, થોડા દિવસ પહેલા ફેસબુક પર જ જોડાયેલાં એક વડીલ શિક્ષકની ભૂમિકા માંથી નિવૃત થવા જઈ રહ્યા હતા. તો તેઓ પોતાના વક્તવ્ય માટે સારી પંક્તિઓ શોધી રહ્યા હતા અને Rikin Pandya દ્વારા મને એ વાત ની ખબર પડી તો મેં જટ પ્રયત્ન કર્યો અને કઇંક તૈયાર કર્યું. કદાચ ઈશ્વરની કે માં સરસ્વતીની કૃપા જ હોય છે જયારે લાગણીઓ શબ્દો બની નીકળે.
તો આ રહી એ રચના:
અધુરી હતી ત્યાં સુધી જ્યાં સુધી અભ્યાસુ હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી મને પૂર્ણ કરી
બાળક હતી ત્યાં સુધી જ્યાં સુધી હું ભણતી હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી મને વડીલ કરી
સંસ્કાર અને શિક્ષણનો ખોરાક લીધા કરતી હતી
ઈશ્વરે શિક્ષક બનાવ્યા પછી સંસ્કાર આપતા કરી
જવાબદારી શું હોય એ બે આના ની વાત હતી
ઈશ્વરે શિક્ષક બનાવ્યા પછી જવાબદારી લેતા કરી
અઘરો હતો દરેક પડાવ જીવનનો
ઈશ્વરે શિક્ષક બનાવી સરળતાથી જીવતા કરી
ચાલતો જ રહેશે મારો પ્રયત્ન શિક્ષા તરફનો
આજે જે નથી એ અહી લાવવા આ તરફનો
આજે ફરી બાળક બનવા જઈ રહી છું
શિક્ષકપણાનો વેશ ઉતારવા જઈ રહી છું.
આશા છે ઈશ્વર સાથ આપશે
આજે વિરાસત સમાજ ને સોંપવા જઈ રહી છું.
જવાબદારી અને વિરાસતમાં ગફલત કરતા નહીં
વિરાસત તો ટૂંકી હોય છે જીવનમાં
જવાબદારી તો મબલખ છે આ જગતમાં.
આજે ફરીથી બાળક બનવા જઈ રહી છું
શિક્ષકપણા નો વેશ ઉતારવા જઈ રહી છું.
અધુરી હતી ત્યાં સુધી જ્યાં સુધી અભ્યાસુ હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી અને પૂર્ણ થવા જઈ રહી છું.
#કમલમ
#WorldPoetryDay

કોરોના
ધમધમતાં શહેરોનાં શહેરો અને દેશોના દેશોને શાંત પાડી દેનાર કોરોના પાસેથી કઇંક શીખવા જેવું.
કોરોના ની સાઈઝ નેનોમીટરમાં છે. આપણા જેવા કે જેઓ આંખની દ્રષ્ટીએ જ જોઈ શકાય એ દુનિયાને દુનિયા કહે છે એ મુજબ કોરોના ઘણો ઘણું શુક્ષ્મ છે. પણ... તાકાત?
ભાઈ ભાઈ...
એમ જ જો તમારા શુક્ષ્મમાં શુક્ષ્મ પ્રયાસને પણ ઓછો ન તોળતા.. જો યોગ્ય સમય, તક, માહોલ, પરિસ્થતિઓ નો સંયોગ થયો તો બધું જ સંભવ છે.
#કમલમ

ગુણીજન
જે ગુણીજનો સાચીવાત મોઢે-મોઢ કહેવાની તાસીર ધરાવતા હોય એને લોકપ્રિય થવા જેવી મામુલી ઘેલછા પણ નથી હોતી.
એને મન તો સત્ય એજ ઈશ્વર અને સત્ય એજ વાણી.
એને ન તો કોઈ આનંદ આપી શકે છે ન કોઈ દુઃખ આપી શકે. આવા ગુણીજન જેટલા બરછટ દેખાતા હોય છે એમનાં નીજી જીવનમાં તેઓ એટલા જ સંયમી અને સરળ હોય છે.
એવા તમામ ગુણીજનો ને દંડવત પ્રણામ અને જય શ્રી ગોપાલ.
#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...