મોડર્ન ઉત્ક્રાંતિ

હું જ્યાં રહું છું એ બિલ્ડીંગ માં શરૂઆતમાં કોઈ છોકરાઓને બોલિંગ નોહતી આવડતી. હું એ બાળકો સાથે ક્યારેક ક્રિકેટ રમતો અને એમને જરૂરી એવી ટીપ્સ આપતો. થયું એમ કે એ બાળકો હાલ અત્યારે એટલા સારા બોલર અને બેટ્સમેન બની ગયા છે કે હવે સોસાયટીનું નુકશાન થવા માંડ્યું છે. એક છોકરો એટલી ફાસ્ટ બોલિંગ નાખતા શીખી ગયો છે કે જો વિકેટ કીપર એનો બોલ ન પકડી શકે એટલે પાર્કીંગમાં પડેલી ગાડીઓ જેણે રમવાની તમામ જગ્યાઓ હડપી લીધી છે એને આવીને વાગે.

થોડા દિવસ પહેલા થયું પણ એવું. પેલા એ બોલ નાખ્યો અને વિકેટ કીપરને ખબર જ ન પડી કે બોલ ક્યારે નીકળી ગયો અને ગાડીના કાંચ પર લાગ્યો અને તુટ્યો.

હવે સોસાયટીની મીટીંગ થઇ અને તમામ છોકરાઓનું ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ જેવી રમતો જેના લીધે એમની કિંમતી ગાડીઓનું અથવા સોસાયટીનું નુકશાન થઇ શકે છે એ બધી રમતો પર સમ્પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો.

આજે એ બીલ પાસ થયા ને બે દિવસ નીકળી ગયા છે અને હું જોવું છું કે એ દરેક છોકરાઓ જે ફાસ્ટ બોલર હતા એ ટોળું વળી ને ટીકટોકનાં વિડિયોઝ બનાવી રહ્યા હતા. એ જ ફાસ્ટ બોલર છોકરીની જેમ ચાલવાનું ટ્રાય કરતો હતો.

અને અત્યારના માં-બાપ પણ એટલા બધા પ્રોટેક્ટીવ થઇ ગયા છે કે એમનાં બાળકો ને બહાર રમવા જવા દેવા તૈયાર નથી.

પૂર્ણવિરામ

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ