દેશ કઈ રીતે ડૂબી રહ્યો છે?

એક ગામ હતું

લોકો શાંતિથી પોતાની રોજીરોટી કમાતા અને ખાતા અને શાંતિથી જીવન જીવતા. પ્રકૃતિની અસીમ કૃપા હતી એ ગામ પર.

ત્યાં કોઈક આવ્યું એ ગામમાં અને લોકો ને સમજાવ્યું કે તમારા ગામમાં તો શહેર ને જોડતો કોઈ રસ્તો જ નથી. તમે બધા શું કરો છો? તમે ગરીબ છો દલિત છો એટલે તમને શહેર થી અલગ રાખવામાં આવ્યાં છે.

ગામમાંથી એક બે જાણ બોલ્યા કે અમે સુખી છીએ અને મેજોરીટી ને એમની પેલાની વાત સાચી લાગી. લોકો ને એહસાસ થયો કે એ શહેર નાં લોકો ની બરાબરી માં ગરીબ અને અશિક્ષિત છે. એટલે એ લોકો એ સરકારને વાત કરી.

સરકારે પેલા વાત સાંભળી ન સાંભળી બે ત્રણ વર્ષ પછી રસ્તો બનાવી દીધો...

હવે ગામની સ્થિતિ બદલાની. ગામનાં વધુ હુશિયાર માણસે આખો ધંધો પોતાના ખભે લઇ લીધો અને પેલા મળતા હતા એનાથી એક રૂપિયો ઓછો આપવા લાગ્યો. કારણકે હવે એને શહેર આવવું જવું આસાન હતું. અમને આમ દરેક લોકો પોતાના બાળકોને શિક્ષિત કરાવવા લાગ્યા અને એક સમય એવો આવ્યો કે ગામમાંથી દરેક બાળકો શેરમાં સ્થાયી થયા. અને ગામ રઝળી પડ્યું. લોકો ભૂખે મરવા લાગ્યા. કારણકે હવે ત્યાં ખેતી કરવા યોગ્ય કોઈ યુવાન હતો જ નહીં.

હવે એ જ વ્યક્તિ પાછો ત્યાં આવે છે એ ગામમાં અને એ લોકો ને કહે છે કે જોવો તમારા ગામની હાલત? કુદરત અને પ્રકૃતિનું નામોનિશાન નથી.

પણ ક્યાંથી હોય? તમે જ તો આવી ને બદલ્યું અને હવે?

પૂર્ણવિરામ

#કમલમ

તા.ક.સાદાઈ જીવતા વ્યક્તિને ગરીબ કહો અને એને દુઃખી કહી એનું જીવન અસ્તવ્યસ્ત કરતા રહો. જીવનજરૂરીયાત કાર્યો કરનાર ને દલિત કહો અને એનું જીવન અસ્તવ્યસ્ત કરો.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ