આવા ન થવું

વેહિકલ ટાયર બનાવતી કમ્પનીમાં બકો મેનેજર તરીકે લાગ્યા બાદ તરત જ સૌથી મોટીજવાબદારી સોંપવામાં આવી કે કંપનીનું સેલ્સ ઘટી રહ્યું છે તો ઉપર કેવી રીતે લાવી શકાય તે વિષેનાં વિચારો રજુ કરવા કહ્યું.

બકા એ બે દિવસની રજા લીધી અને ટુર પર નીકળી ગયો. બે દિવસ બાદ કમ્પનીમાં આવ્યો અને દરેક સાથે કામ કરતા અન્સામેનેજરો એ પોતપોતાના વિચારો રજુ કર્યા. કોઈએ એ માર્કેટિંગ પર ધ્યાન આપવા કહ્યું તો કોઈકે અક્ને કુમારને એમ્બેસેડર બનાવવા કહ્યું.

બકા નો વારો આવ્યો અને એણે ખીંચામાંથી એક થેલી કાઢી અને તેને ટેબલ પર ખાલી કરી. એ થેલીમાં રસ્તા પર મળતી દરેક અણીદાર વસ્તુઓ હતી.

ત્યારબાદ બકા એ કહ્યું કે, આપણા ટાયરની ક્વોલીટી એટલી કરી નાખો કે આ બધી જ વસ્તુથી એને નુકશાન થાય અને ટાયરનો ભાવ ૩૦% ઘટાડી દયો.

સેલ્સ ૪૦૦% ઉપર જશે. (થયું પણ ખરા :( )

પૂર્ણવિરામ.

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ