ગુજરાતી ફિલ્મ હેલ્લારો બે નેશનલ એવોર્ડથી સન્માનિત

"હેલ્લારો", ગુજરાતી ભાષા માં બનેલી પ્રથમ ફિલ્મ જેને બે નેશનલ એવોર્ડ મળ્યાં. ગર્વની વાત છે. 😘



2018માં રિલીઝ થયેલી આ ફિલ્મ વિશે મને તો કશુંજ જાણકારી ન હતી. 😶 પણ હવે જ સમય છે આપણાં ગુજરાતી ચલચિત્રો એટલે ફિલ્મો વિષે જાગૃત થવાનો.

મરાઠી, બંગાલી, તેલુગુ, મલયાલી, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ આપણે આપણી ભાષાની ફિલ્મો તરફ આકર્ષણ વધારી તેની સફળ પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફની ગતિને વેગ આપીએ.

જો આપણે જોશું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ચોક્કસ સારા કન્ટેન્ટ આપવાની હોડમાં ઉતરશે. પણ આપણો સાથ જરૂરી.

હાલ, #ધુનકી, ગુજરાતી ફિલ્મ સિનેમા ઘરોમાં છે જ. જો ન ગમે તો બોલો અને જો ગમે તો પણ બોલો. આપણી ભાષાની ફિલ્મ ડબ થઈ થઈને દુનિયાભરમાં દેખાવી જોઈએ એ કક્ષા ઓર લઈ જવું.

ફરી અભિનંદન હેલ્લારો નાં નિર્માણ સભ્યોને.

#કમલમ

સંપ્રદાયોનું ખરું કાર્ય

ગઈકાલની મારી સંપ્રદાયની પોસ્ટ પર Harikrushna Kotak એ પ્રશ્ન પૂછ્યો.
"પણ થોડો પ્રશ્ન છે...
છેલ્લે ના સમજાયું...
સંપ્રદાયોએ બદલાઈને ભક્તિ માર્ગ પાછો અપનાવવાનો કે માણસોએ બદલાઈને એમને કાઉન્સિલર બનાવી દેવાના..."

જવાબ: તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાં જ છે.
"થોડો પ્રશ્ન છે"
કેમ થોડો જ? યા તો આખો પૂછો યા ન પૂછો. :D
તમે તમારા સંપ્રદાયને યાતો ન માનો યાતો આખો માનો. જો કોઈ એક વસ્તુ તરફ સંપૂર્ણ પ્રાથમિકતા હશે ત્યારે જે તે વ્યક્તિ તમને મદદ કરે છે તેના પર તમને કોઈપણ પ્રકારનું લેબલ લગાડવાની જરૂર નહીં પડે. કે આ મારો ધર્મ છે, સંપ્રદાય છે કે પછી કાઉન્સેલર. કારણકે જે ખરેખર મદદે આવે એ પોતાના જ હોય. એને કોઈ લેબલ ની જરૂર નથી.
બીજું કે સંપ્રદાયો નું બે કામ હતું અને રહેશે.
૧. લોકો ને એક ખાસ પ્રવૃત્તિમાં જોડવા અને એ બધા વચ્ચે આત્મીયતા જાગૃત કરાવવી જેથી માનવતા જેવા ગુણ આપોઆપ પ્રફુલિત થાય.
2. લોકોનાં જોડાવવાના લીધે ગ્રુપમાં અનુભવનો વધારો થાય છે. જેમકે, પાંચ મિત્રોનું ગ્રુપ હોય અને એમાં જો એક મિત્ર ઇલેક્ટ્રિક બાબતે જાણકાર હોય તો એ પાંચે પાંચ વ્યક્તિ ને ઇલેક્ટ્રિક સમસ્યાઓ બાબતે સારામાંસારો સલાહકાર મળી જ ગયો સમજો.
હવે એ જ રીતે સંપ્રદાયોમાં તો લાખો લોકો ભેગા થાય છે. અને તેઓ જયારે સામુહિક પ્રવૃત્તિઓ યોજે છે ત્યારે તેમનો મૂળ ઉદ્દેશ લોકો ને એકબીજા સાથેનાં સંપર્કનો પણ ખરો જ. જેથી વ્યક્તિ પોતે પોતાની મૂળ પ્રાથમિકતાઓ એટલે કે વ્યાવસાયિક પ્રાથમિકતાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપી શકે અને એને ત્યાં જયારે પણ પર્સનલ કે સામાજિક પ્રસંગવાર સલાહકારો અને સાથીઓની જરૂર ઉભી થાય ત્યારે સંપ્રદાયનાં સાથીઓ એમની સાથે જ આવી ને ઉભા રહે છે.
તમે જોયું હશે તો આપણે ત્યાં લગ્ન, મનોરથ કે પછી અન્ય પ્ર્સંગવાર ક્યારેય પ્રોફેશનલ કન્સલ્ટન્ટની જરૂરીયાત ઉભી નથી થઇ કારણકે એ બધું આપણે બધા ભેગા મળીને જ કરી લઈએ છીએ.
જયારે વિદેશમાં આ સંપ્રદાય પ્રથા ન હોવાને લીધે લોકો નાની એવી પાર્ટી માટે પણ ઇવેન્ટ મેનેજમેનટ વાળા ને કોન્ટેક કરે છે.
અને ફક્ત ધર્મિક જ નહીં સંપ્રદાયો ઘણાં પ્રકારના હોય છે.
અહિયાં મેં ધાર્મિક સંપ્રદાયો ની જ કેમ વાત કરી કે, આપણે ત્યાં મોટી સંખ્યામાં લોકો ધર્મિક સંપ્રદાયો સાથે જોડાયેલા છીએ. અને એ સંપ્રદાયો મેં કહ્યું એ પ્રમાણે ત્યારે ઉભા થયા છે જયારે એક વ્યક્તિનાં જીવનમાં સામજિક પ્રાથમિકતાઓ કરતા ક્યારેય કોઈ બીજી પ્રાથમિકતાઓ હતી જ નહીં.
હા એ જમનામાં સંગીત જ એક એવું માધ્યમ હતું જેનાથી લોકો રીલેક્સ થતા. એટલે સંગીત સાથે જયારે પ્રભુ ભલે ત્યારે એ ભજન થઇ જતું જે ભક્તિમાર્ગનો એક અતુટ ભાગ છે.
એટલે કશું જ બદલવાની કે પોતે બદલાઈ જવાની જરૂર નથી. તમને લાગે છે કે તમે પોતે જ તમારી બધી સમસ્યાઓને એકલે હાથે ન્યાય આપી શકો છો તો કરો ને ભાઈ તમને કોણ રોકે છે, જલસા કરો ને. અને જો નહીં, તો આ દુનિયામાં ઘણી સંસ્થાઓ છે જ તમારી મદદે. ;)

-કમલ ભરખડા

પુરુષનાં જીવનમાં સંપ્રદાયોનું મહત્વ

એક ગુજરાતી પુરુષની લાઈફ સ્ટાઈલ ઘણી સંકુચિત હોય છે. એ જ્યારથી સમજણો થાય ત્યારથી લઈને જીવનના કોઈપણ તબ્બ્ક્કામાં એની પોતાનાં વ્યવસાય તરફીની પ્રાથમિકતા સૌથી પ્રમુખ જ રહે છે.

સરેરાશ, કોઈપણ પુરુષ એકસાથે મીનીમમ ત્રણ જીવન જીવતો હોય છે.

૧. પર્સનલ જીવન
2. સામજિક જીવન
૩. વ્યાવસાયિક જીવન

ઉપરના ત્રણેય જીવન હરેકએક ક્ષણ પુરુષની સાથે રહે છે. અને એમાં પણ જો ડાયો માણસ હોય તો એને ખ્યાલ જ ન આવે કે કોને કઈ અને કેટલી પ્રાથમિકતા આપવી.
જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કહું તો, જે વ્યક્તિ આ ત્રણેય જીવન પ્રત્યે હરહંમેશ કન્ફયુઝ/મુંઝાયેલો જ રહે એ વ્યક્તિને ડાહ્યો માનવામાં આવે છે. કારણકે એ વ્યક્તિની પ્રાથમિકતાઓ આરામથી બદલી શકાય છે એક નાના એવા લેકચરથી. Hahaha

ઉપર જણાવેલા ત્રણેય જીવનથી બહાર રહેવા માટે એક ચોથું જીવન પણ છે, જે છે અધ્યાત્મિક જીવન. જોકે એક રંગરસિયા ગુજરાતીને આધ્યાત્મિકતા સાથે કશુંજ લેવા દેવા નથી. દુર-દુર સુધી નહીં. જે આત્મજ્ઞાન ગુજરાતી રૂપિયાની ખોટ ખાઈને મેળવે એ જ્ઞાન કોઈ ગુરુની તાકાત નથી કે એને આપી શકે.

હવે જયારે માણસ આ ત્રણેય જીવન સાથે લડતો હોય અને તેને ખબર છે કે, આધુનિક સમયમાં વ્યવસાયિક જીવન જેટલું મજબુત હશે એટલા જ બીજા બે જીવન સુખી રહેશે અથવા એમ કહી શકાય કે, આર્થિકસ્થતિથી બીજા બે જીવનને સુખી રાખવાનાં રસ્તા નીકાળી શકાય છે.

એક ગુજરાતી માણસ જયારે જમ્યા પછી ઊંઘને પ્રાવધાન આપતો હોય એ એક સાથે એક કરતાંય વધારે જીવનને કઈ રીતે પ્રાથમિકતા આપી શકે? એની દ્રષ્ટી એ તો એ વર્તમાન અવસ્થા જ એના માટે સુખ છે, કે નહીં? અને એક જીવન સુખે થી ચાલતું હોય ત્યાં બીજા જીવન પર ફોકસ કરવાનું આવે ત્યારે?

એટલે જ બીજા બે જીવન સમતોલનમાં ચાલે એટલે એને જેતે કમ્યુનીટી સાથે જોડાવું પડે. જેમકે, મિત્રો પર્સનલ લેવલની કોઈપણ તકલીફમાં એનો સાથે આપે છે. 

અને જયારે સામજિક કક્ષાની તકલીફ આવે ત્યારે જો એ બધું છોડી ને એ પ્રોબ્લેમ પર ધ્યાન આપવા જાય ત્યારે બીજા બે જીવનની પત્તર ઠોકાઈ જાય. એટલે જ સામજિક પ્રોબ્લેમ્સને દુર રાખવા માટે સમાજ સુધારકો પિકચરમાં આવ્યાં.

શ્રી વલ્લભચાર્યજી ગુરુ તો છે જ પણ તેઓ સમાજસુધારક વધારે હતા.

માનો કે તમને સામજિક કે પર્સનલ કોઈ તકલીફ પડે અને તમને રસ્તો ન સુઝે તો અત્યારે તમારે કાઉન્સેલર નાં ચક્કર લગાવવા પડે છે. સાઇકોલોજિસ્ટને મોંઘી મોંઘી ફીસ આપો છો અને તેઓ સમધાનનાં નામે પોતાના નેટવર્ક અથવા જ્ઞાન થી રસ્તો જ કાઢી આપે છે ને? કે બીજું કાઈ?

એવી જ રીતે આ સંપ્રદાયો આ પ્રકારનાં એક કાઉન્સેલિંગ હાઉસીસ છે. હા દ્રષ્ટિ બદલવાની જરૂર છે સીસ્ટમ નહીં. લોકોની દ્રષ્ટિ જયારે મોટી સંખ્યામાં વિકસિત થશે ત્યારે સીસ્ટમ આપોઆપ વિકસિત થશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

વૈષ્ણવો કે પછી સ્વામીનારાયણ સંપ્રદાયોનો મૂળ સ્તંભ એટલે ભક્તિમાર્ગ. જે તે સમયે ભક્તિમાર્ગ લોકોને વધારે પસંદ પડતો. હવે જેમ-જેમ મનુષ્યનું લોજીકલ માઈન્ડ વિકસિત થતું જાય છે ત્યારે જ્ઞાનવત્સલ સ્વામીજી જેવા સંપ્રદાયોનાં ચહેરાઓ લોકોને ભક્તિમાર્ગથી અલગ વ્યવસાયિક અથવા કારકિર્દી કઈ રીતે ઉજળી થાય એ બાબતે લેક્ચર્સ લેતા થયા છે. હું એ જ બદલાવની વાત અહી કરું છું.

અસ્તુત.

કમલમ

હાવજ

BBC દ્વારા ખુબ પ્રચલિત થયેલ આ વિડીયો પ્રસંગ વિષે વાત કરવી છે. આ વિડીયો તમે જોશો તો કદાચ મારા શબ્દો વાંચવાની જરૂર તો નહીં પડે પણ આ મેસેજ ને આપણા જીવનમાં ઉતારવો ખુબ જરૂરી મને લાગ્યું.

https://www.youtube.com/watch?v=a5V6gdu5ih8

કેસરી એવો જંગલનો રાજ, નદીનાં એક નાના ફાટા ઉપર કૃપા કરતો હોય એમ પાણી પી રહ્યો છે. પાણી પીધાં પછી ફાટા ઉપરથી કુદકો મારી આગળ હાલવાનું રાખે છે.

જંગલનાં ધીરને હજી ખબર નથી કે એની આજુ-બાજુ યમની ટોળકી વાત જોઇને ઉભી છે. હાયના તરીકે ઓળખાતાં ૨૦ એક જંગલી કુતરાઓનું ટોળું એકલા હાવજ ને ભાળી હરખાઈ રિયા છે.

કૂતરાઓ એકલો પડી ગયેલા હાવજ હામે જોઇને કટાક્ષમાં હાસ્ય,નાદ-ઉન્માદમાં  છે. કોણ જાણે સદીઓથી કુતરાઓની જાત આ હાવજ હાટુ જ બેઠી હયશે એવા દ્રશ્યો ભાળી મારા તો રુંવાડા બેઠાં થઇ ગ્યા તા.

હાવજ ને ગણતરીની પળોમાં ખબર પડી ગઈ કે, આજે આ કૂતરીનાં એમનમ નઈ જાવા દે, મારો કહ કાઢી ને જ જંપ લેશે.

જોતજોતામાં જંગલનો રાજ, પ્રાંતનો રખવાળો અને ખુમારીથી છબછબતો હાવજ એના મોઢેથી મોક્ષને દ્વારે ગયેલી હરણીની જેમ એ ધરતી ઉપર ધમપછાડા કરતો દેખાય છે. કારણ, કે કૂયતરાવએ હવે એની મંશા પાકી કરી દીધી છે. ઈ આ ૧૮ મણનાં હાવજ ને કોળીયો બનાવીને જ હાહ લેશે.

હાવજ એના જીવનની સૌથી મોટી ત્રાડું પાડતો જાય છે અને એક પછી એક જે-જે કુતરાવ પાહે આવે છે એને ઇન્દ્રનાં વજ્ર સમાન પંજાનાં જાપટે ને જાપટે કુતરાવને હાકોટી રિયો છે.

હાવજ હડી-કાઢીને ન્યાથી ભાગી હકે એમેય નથી. યમ આંટા મારતો હોય ત્યારે ધરતીની દીધેલી નામના અને કોટો ક્યાંય કામ નથી લાગતો. ઈ તો જનની ખોળેથી વારસામાં મળેલી ખુમારી અને જજુમવાની તાકાત જ ટાણે કામ લાગે છે.

હાવજ ત્રાડું પાયડે જાય છે અને હાકોટા મારતો જાય છે અને મભમમાં કેતો જાય છે કે, “હાલતીનાં થાવ”. જોતજોતામાં કુતરાવ લગભગ બે હાથ જેટલા પાંહે આવી ગ્યા છે. હાવજ ચકેડીએ ચડી ગ્યો છે અને કુતરાવનાં બટકા ખમી રયો છે.

હાવજને એની માં નાં ધાવણ યાદ આવવાની તૈયારી જ હતી ત્યાં પરમેશ્વર એની ઉપસ્થિતિ હોમે છે. હાવજની ત્રાડું હાંભળી નજીકમાં જ રખડતો બીજો હાવજ એ જ દિશામાં આગળ વધે છે. અને ત્યાં કુતરાવ એના સાથીની લડત જોઈ ઈરાદો નક્કી કરે છે અને એને બચાવવા હાલી નીકળે છે.

ખુમારી આ જ હતી, ૨૦ ની હામે બે નું કોઈ તોલ નો આવે ઈ કદાચ ઈ બીજા હાવજ ને ય મનમાં આય્વું તો હ્ય્શે જ પણ ઈ વિચાર કર્યા વગર જ આગળ વધ્યો અને બીજા હાવજની પધરામણીએ જ કુતરાવની ટોળકી અસ્તવ્યસ્ત થઇ અને સુરજનાં આગમન સાથે જેમ અંધારું એની વાટ પકડી લે એમ ઈ કુતરાવ હાલતીનાં થઇ ગ્યા.

હાવજને બીજા હાવજે તણાવી દીધો અને ત્યારબાદ બને હાવજે લાડ કર્યા અને પેલાં હાવજે પેટ ભરીને આભાર વ્યક્ત કર્યો. અને ખાધું પીધું ને રાજ કર્યું.

આ આખું દ્રશ્ય તમે વાંચ્યુ પણ ખરા અને વિડીયોમાં જોયું પણ ખરા. પરંતુ તમને હાર્દ સમજાયું?

હાર્દ એ હતું કે, તમે ગમે ઈ હાવજનાં કટકા કેમ નો હોવ એકલો કોઈ કાઈ જ નથી. યુનિટી જ જરૂરી છે. સાથે રહેવું જ જરૂરી છે. ભેગા રહેવું જ જરૂરી છે. કુતરાવ જેવો સમય નિમંત્રણ પત્રિકા સાથે નથી આવતો.

- કમલ ભરખડા #કમલમ

વર્ક કલ્ચર અને આંતરરાષ્ટ્રીય છબી?


મિત્રો શું કહેવું છે તમારું એ બાબતે કે, ભારત ની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી યોગ્ય રાખવાનું કાર્ય ફક્ત નેતાઓ, રમતવીરો અને ફિલ્મસ્ટારો પર જ નભે છે?

નાં, નાં, નાં. બિલકુલ નહીં. મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ દેશની છબીનો એક ભાગ છે એક યા બીજી રીતે.

થયું એમ કે, અમેરિકાથી મને એક પ્રોજેક્ટ માટે ઈમેઈલ આવ્યો અને તે તેના મેનેજર સાથે મારી વાત થઇ. મારો રેફરન્સ એ લોકોને મારી જ ફિલ્ડનાં અને સિંગાપુરમાં રહેતા એક નામચીન વ્યક્તિ એ એમને આપ્યો હતો. એટલે બીજી બધી ફોર્માલીટી લગભગ કરવી ન પડે એટલે કામ સમજ્યા પછી સીધી પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે મારી ફીસ બાબતે જ ચર્ચા કરવાની રહી.

એમનું કામ સમજ્યા પછી મેં એમને જે તે કોસ્ટ સાથે ઈમેઈલ કર્યો અને મારી ફીસ એમને વધારે લાગી એટલે એમને મારી સાથે થોડું નેગોશિયેટ કરવાનો ટ્રાય કર્યો. મેં એમને ચોખ્ખું કહ્યું કે, બાંધછોડની કોઈ જગ્યા જ નથી. પરંતુ આપણે જોઈએ ફીસ બાબતે શું કરી શકીએ આગળ!

ત્યાર બાદ એમનો મને સમજાવતો એક મેસેજ આવ્યો કે જેનાથી હું એમની સાથે ઓછી પ્રાઈઝમાં કામ કરવા રેડી થઇ જાઉં. એ મેસેજમાં એમણે આપણી ઔકાત બતાવી દીધી એવું કહીએ તો પણ ચાલે.

એમણે લખ્યું કે, "કમલ, અત્યાર સુધી અમારો તમારા ઇન્ડિયન્સ સાથે કામ કરવાનો અનુભવ બીલોવ એવરેજ રહ્યો છે.. તમે જે પ્રાઈઝ આપી છે એ ખુબ જ વધારે છે અને અમને ભારતીયો સાથે કામ કર્યા પછી અપ્રમાણિકતાનો અનુભવ સૌથી વધારે થયો છે. એટલે આ બધા પોઈન્ટ ને ધ્યાનમાં રાખીને અમે તમને ફલાણી-ઢીકણી પ્રાઈઝ સાથે જ કામ કરવા તૈયાર છીએ"

હવે મેં એમને વળતા જવાબમાં એવું તો શું લખ્યું કે એમણે મારી માફી માંગી અને એ મારી જ પ્રાઈઝમાં કામ કરવા રેડી પણ થયા એ કહેવું અહી જરૂરી નથી પણ અહી એક મુદ્દો જરૂર ટાંકવો રહ્યો આપણા બધા માટે કે,

બની શકે ત્યાં સુધી જે કાર્યો પુરા કરી શકીએ એટલું જ કાર્ય હાથમાં લેવું જેથી અંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ સામે આપણી છબી સારી ન બને તો કોઈ વાંધો નથી પણ નીચે ન જાય એ જરૂરી બની ગયું છે. હવે આ જમાનો ડીજીટલ થઇ રહ્યો છે એટલે દુનિયાના લોકો સાથે કામ કરવું એકદમ આસન થઇ ગયું છે. આપણી રેપ્યુટેશન આપણે જ યોગ્ય રાખી શકીએ છીએ.

ફરી એકવાર નમ્ર વિનંતી કે, ફક્ત અંતરરાષ્ટ્રીય કક્ષા એ જ નહીં પણ આપણા દેશમાં આપણા જ લોકો સાથે આપણું વર્ક કલ્ચર શ્રેષ્ઠ બને એ તરફનો પ્રયત્ન જાળવી રાખવો આપણી ફરજમાં આવે છે.

- #કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો