પરમ મિત્રોનો ભેટો

માઈક્રો ફિક્શન વાર્તા :

બે પરમ મિત્રો વર્ષો પછી મળવાના હતાં. કૉલેજ પછી જે સપનાઓ, જે મોજ અને જે જીવન વિચાર્યું હતું એવું કશુંજ થયું ન હતું પરંતુ બંનેની મિત્રતા હજી એજ કક્ષા એ હતી. એરપોર્ટ પર બંને મિત્રો ૧૦ સેકંડ સુધી ગળે મળ્યા બાદ એ જ જૂની યાદ ફરી માણવા સમુદ્ર કિનારે બે ખુરશી નાખીને બેસ્યા. બંને મિત્રો એ સમયે મિત્રતાની ચરમસીમાએ હતા. આખી રાત તેઓ ઘૂઘવતાં સમુદ્રની સામે મોઢું રાખી બેસી રહ્યાં. કોઈ શબ્દ બોલવાની જરૂર જ ઉભી ન થઇ! કદાચ બંનેની જરૂરિયાત શબ્દો નહીં પણ એક જ સમયે એકબીજાની હયાતી સાથેની હતી. સવાર પડતાં જ સૂર્યનાં આગમન સાથે બન્ને મિત્રો ઉભા થયા અને પોતપોતાના રહેઠાણ પર પહોંચી ગયા.

- કમલ ભરખડા

*વાર્તાની પ્રેરણા: શ્રી Jhanvi Nandha ની ટૂંકી વાર્તામાંથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો