આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
મોડર્ન ઉત્ક્રાંતિ
થોડા દિવસ પહેલા થયું પણ એવું. પેલા એ બોલ નાખ્યો અને વિકેટ કીપરને ખબર જ ન પડી કે બોલ ક્યારે નીકળી ગયો અને ગાડીના કાંચ પર લાગ્યો અને તુટ્યો.
હવે સોસાયટીની મીટીંગ થઇ અને તમામ છોકરાઓનું ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ જેવી રમતો જેના લીધે એમની કિંમતી ગાડીઓનું અથવા સોસાયટીનું નુકશાન થઇ શકે છે એ બધી રમતો પર સમ્પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
આજે એ બીલ પાસ થયા ને બે દિવસ નીકળી ગયા છે અને હું જોવું છું કે એ દરેક છોકરાઓ જે ફાસ્ટ બોલર હતા એ ટોળું વળી ને ટીકટોકનાં વિડિયોઝ બનાવી રહ્યા હતા. એ જ ફાસ્ટ બોલર છોકરીની જેમ ચાલવાનું ટ્રાય કરતો હતો.
અને અત્યારના માં-બાપ પણ એટલા બધા પ્રોટેક્ટીવ થઇ ગયા છે કે એમનાં બાળકો ને બહાર રમવા જવા દેવા તૈયાર નથી.
પૂર્ણવિરામ
#કમલમ

દેશ કઈ રીતે ડૂબી રહ્યો છે?
લોકો શાંતિથી પોતાની રોજીરોટી કમાતા અને ખાતા અને શાંતિથી જીવન જીવતા. પ્રકૃતિની અસીમ કૃપા હતી એ ગામ પર.
ત્યાં કોઈક આવ્યું એ ગામમાં અને લોકો ને સમજાવ્યું કે તમારા ગામમાં તો શહેર ને જોડતો કોઈ રસ્તો જ નથી. તમે બધા શું કરો છો? તમે ગરીબ છો દલિત છો એટલે તમને શહેર થી અલગ રાખવામાં આવ્યાં છે.
ગામમાંથી એક બે જાણ બોલ્યા કે અમે સુખી છીએ અને મેજોરીટી ને એમની પેલાની વાત સાચી લાગી. લોકો ને એહસાસ થયો કે એ શહેર નાં લોકો ની બરાબરી માં ગરીબ અને અશિક્ષિત છે. એટલે એ લોકો એ સરકારને વાત કરી.
સરકારે પેલા વાત સાંભળી ન સાંભળી બે ત્રણ વર્ષ પછી રસ્તો બનાવી દીધો...
હવે ગામની સ્થિતિ બદલાની. ગામનાં વધુ હુશિયાર માણસે આખો ધંધો પોતાના ખભે લઇ લીધો અને પેલા મળતા હતા એનાથી એક રૂપિયો ઓછો આપવા લાગ્યો. કારણકે હવે એને શહેર આવવું જવું આસાન હતું. અમને આમ દરેક લોકો પોતાના બાળકોને શિક્ષિત કરાવવા લાગ્યા અને એક સમય એવો આવ્યો કે ગામમાંથી દરેક બાળકો શેરમાં સ્થાયી થયા. અને ગામ રઝળી પડ્યું. લોકો ભૂખે મરવા લાગ્યા. કારણકે હવે ત્યાં ખેતી કરવા યોગ્ય કોઈ યુવાન હતો જ નહીં.
હવે એ જ વ્યક્તિ પાછો ત્યાં આવે છે એ ગામમાં અને એ લોકો ને કહે છે કે જોવો તમારા ગામની હાલત? કુદરત અને પ્રકૃતિનું નામોનિશાન નથી.
પણ ક્યાંથી હોય? તમે જ તો આવી ને બદલ્યું અને હવે?
પૂર્ણવિરામ
#કમલમ
તા.ક.સાદાઈ જીવતા વ્યક્તિને ગરીબ કહો અને એને દુઃખી કહી એનું જીવન અસ્તવ્યસ્ત કરતા રહો. જીવનજરૂરીયાત કાર્યો કરનાર ને દલિત કહો અને એનું જીવન અસ્તવ્યસ્ત કરો.

भीतर से वार्तालाप?
सोचता हूं कि भीतर से प्रेम करना और उसके ही संग रहना आखिर होता क्या है?
पर अब में समझ पा रहा हु की,
इंसान इसीलिए इंसान है कि वह अपनी पांचो इन्द्रियों का उपयोग करते रहता है। और सबसे जरूरी बात यह है की किसी न किसी तरीके से वह वार्तालाप में रहना चाहता है जिससे वह संतुष्ट और सर्जन करता रहे।
मैन कल ही स्वामी सच्चिदानंद जी का एक व्याख्यान सुना और उन्होंने एक सुंदर बात कही थी,
की सर्जन शक्ति किसीके दबाव से या किसीके पढ़ाए खिल नहीं सकती है। सर्जन शक्ति जो कालिदास, मीरा, तुलसीदास, ग़ालिब, शेक्सपियर और अन्य महान व्यक्तिओ की थी वह तो कैसे भी करके पाई ही नहीं जा सकती है क्योंकि सर्जन शक्ति ईश्वरीय देन होती है और वह सिर्फ आपके भीतर से ही स्फुरित हो सकती है।
इसीलिए इश्वरकी दी हुई असीम संभावनाओको समझने के लिए ईश्वर के समीप जाना जरूरी हो जाता है जिसे आध्यात्मिकता कहते है जो आपके अपने भीतर से मिलवाने की एक कोशिश करता है।
प्रेम, ओर चोंट, ही ईश्वर के समीप ले जा सकती है।
#कमलम

ઇકોનોમી કઈ રીતે ચાલે છે એની સરળ સમજૂતી
એક જાણીતી વેબ વિડિયોઝ પબ્લિશ કરતી કમ્પનીએ જાહેર નોટિસ આપી કે,
"અમારા કન્ટેન્ટ વધુ જોવા એટલે સમયની બરબાદી છે. કૃપયા કરી કામમાં ધ્યાન આપો"
લોકો ને આ જાહેરાત મુર્ખામી ભરી લાગી.
અને બકા ને પણ. "કે કોણ એવી કંપની હોય કે જે પોતાના જ સેલ્સને તોડે?"
એટલે બકા ને નોટીસનો મેસેજ ગમ્યો એટલે એને ગંભીરતાથી લીધો અને પોતાના ડ્રિમ પ્રોજેકટ પર કામ કરવાનું શરૂ કરી દીધું.
બકા માં એક નવી જ ઉર્જા હતી 3 એક મહિનામાં તો એણે કંપની સેટ કરી લીધી. અને લોકો ને જોબ આપવાની પણ શરૂ થઈ ગઈ..
આજ બકા ની કંપનીમાં 200 જણા કામ કરે છે અને એ દરેકના મોબાઈલમાં એ વેબ વિડિયોઝ પબ્લિશ કરતી કંપનીની એપ.છે અને સબસ્ક્રીપ્સન પણ છે..
જોયું એક જ વ્યક્તિની ખોટ પણ સેલ્સમાં નવાં 200 મળ્યાં. આ રીતે જ ઇકોનોમી ચાલે છે.. ;)
#પૂર્ણવિરામ
#કમલમ

જીવન જીવાઈ ગયું
ચર્ચા ઓછી થઇ,
ને પરજા મોંઘી થઇ.
ખર્ચા ઓછા થયા,
ને ખાલીપો મોટો થયો.
પગથીયા લાંબા થયા,
ને પગ ટૂંકા થયા.
નીતિ સાફ થઇ,
ને પ્રીત વધેરાઈ ગઈ.
મગજ હળવું થયું,
ને મન ભારે.
રડતા આવડી ગયું,
ને જીવન જીવાઈ ગયું.
#કમલમ

જીન મોદી...
(જીન આવું બોલતો હોય છે ત્યાં થી ગ્રાહક નરેન્દ્ર ભાઈ ત્યાંથી નીકળે છે. નરેન્દ્રજી ને જોઇને જીન એમની પાસે બોલાવી ને કહે છે કે)
જીન: અરે મોદીજી ઇધર દેખા ઇધર... ઉધર અમરિકા કે પાસ સે કુનો નહીં મિલત બાની. ઈ દેખા હમાર પાસ શ્રીલંકા હૈ, દક્ષીણ એશીયાઇ સમન્દર કે ટાપુ હૈ, થોડા બહુત આફ્રિકા હૈ ..બોલીએ ક્યાં દીખાઉં?
મોદીજી: યે સબ તો ઠીક હૈ... યે આપને નીચે ક્યાં છુપા રખા હૈ. વો દેખાઈએ?
જીન: અરે કુછ નહીં હૈ?
મોદીજી: અરે બતા ભી દીજીએ ચીન્ટીયાજી
જીન: અરે યે પાકિસ્તાન હૈ ઔર અભી અભી અમરિકા આયા થા ઉસને કહા થા કી ઇસકો અભી બાજુ મેં રખ દેના મેં અભી પૈસે લેકેર આ રહા હું
મોદીજી: અરે આપ ક્યાં મુઝે બના રહે હો... મેં અમરિકા કે પાસ ગયા થા ઔર ઉન્હોને કહા કી આપકો ઉલ્લુ બના દિયા હૈ ઔર જબતક અમરિકા કી ઈચ્છા હોગી તબતક ચીની ઉનકા ખ્યાલ રખેંગે.
(જીનીયો હેરાન થઇ જાય છે. પાંચ એક મિનીટ વિચારે છે. પાણી પીવે છે. થોડા આંટા મારે છે અને પછી મોદીજી પાસે આવે છે...)
જીન: મેં કસમ ખાતા હું માં ભૈરવી કી અબ તો ઇસકો બેચકે હી રહુંગા.
મોદીજી: બોલીએ તો કિતને મેં લોગે?
જીન: જી ઇતના ?
મોદીજી: હોતા હયશે? આટલા માં તો ભારત નાં ચાર શહેરો ને સિંગાપુર બનાવી દઉં ?
જીન: તો ફિર ઇતના તો દેહી દીજિયે..ઇસસે કમ નહીં હોંગા...
(પછી મોદીજી જીનની થોડા નજીક જઈને કાનમાકહે છે. )
મોદીજી: મુજે પતા હૈ કી અમરિકા કી કમજોરી ક્યાં હૈ ?
જીન: ઇસકો લે જાએ મુફ્ત મેં ઔર અબ બતા દીજીએ ક્યાં કમજોરી હૈ ?
મોદીજી કાગળિયાં સાઈન કરે છે અને ચાલવા લાગે છે.
જીન: અરે બતા તો દીજીએ કહા ચલ દિયે?
મોદીજી: ભાઈ યહી રાઝ થા કી પાકિસ્તાન અમરિકા કી કમજોરી નહીં હથીયાર થા...વો આપને મુજે દે દિયા અબ પાકિસ્તાન અમરિકા કી કમજોરી હૈ ઔર આપ હૈ નયી મહાસત્તા ;)
hahahah
બધાય ખુશ... ;)
#કમલમ

વધુ સારો નિર્ણય કઈ રીતે લેવો?
1. Due to someone's opinion and ideology
2. Due to your own opinion or ideology (Yes it can be unique because we all are unique)
If you want to become morally more correct than before, just ask the below two things to your self.
1. Am I reacting because of else
2. Or Am I reacting because of me and my opinions?
Another point is that when you use another person's opinion and ideology to justify your decision or reaction then I must say you are morally wrong in every context and you will be repent on your own's decision.
#kamalam
કેટલીકવાર આપણે આપણી આસપાસના કેટલાક લોકોને નફરત કરીએ છીએ અને કેટલીક વાર આપણે નથી કરતા.
તમે નીચેની બે શક્નાાઓના આધારે લોકોને નફરત કરી શકો છો.
1. કોઈના અભિપ્રાય અને વિચારધારાને લીધે
2. તમારા પોતાના અભિપ્રાય અથવા વિચારધારાને લીધે (હા તે અનન્ય હોઈ શકે કારણ કે આપણે બધા અનન્ય છીએ)
જો તમે પહેલા કરતા નૈતિક રીતે વધુ સાચા બનવા માંગતા હોવ, તો નીચે આપેલ બે બાબતો તમારા સ્વયંને પૂછો.
1. શું હું બીજાને કારણે પ્રતિક્રિયા આપું છું?
2. અથવા હું મારા અને મારા મંતવ્યોને કારણે પ્રતિક્રિયા આપી રહ્યો છું?
બીજો મુદ્દો એ છે કે જ્યારે તમે તમારા નિર્ણય અથવા પ્રતિક્રિયાને ન્યાયી બનાવવા માટે કોઈ અન્ય વ્યક્તિના અભિપ્રાય અને વિચારધારાનો ઉપયોગ કરો છો, ત્યારે મારે કહેવું આવશ્યક છે કે તમે દરેક સંદર્ભમાં નૈતિક રીતે ખોટા છો અને તમે તમારા પોતાના નિર્ણય પર પસ્તાવો કરશો.
#કમલમ

Life to Moksh
Creating Certainty within Uncertainty!
Struggle?
Fuel to bring the Certainty
Patience?
Time to react fuel
Courage?
Amount of Struggle you can hold
Success?
Knowing the Endurance
Happiness?
Knowing Endurace was Perfectly Calculated
Satisfaction?
Knowing struggle was not easy and you have finally attained that
Peace?
Knowing that There's no meaning of creating a difference. You're still a part of it and it's better to be a part of the whole system than tiny certainty.
Death?
Accepting the completeness of Uncertainty.
Moksha?
Knowing all the above things at every point of time.
#kamalam

છોકરો, છોકરી અને સ્વભાવ?
મારી સામેનાં ઘરમાં ધોરણમાં 4 માં ભણતી એક નાનકડી છોકરી આજે ગરબા માટે ટ્રેડીસ્નલ ગુજરાતી ચણીયાચોળી પહેરીને મારી બાજુમાંથી 5 થી ૧૦ વખત પસાર થઇ. મને ખબર હતી કે એ શુ કામ આજુ બાજુ ફરકતી હતી કે હું એને એક વાર જોઉં અને એના વખાણ કરું બસ. અને જ્યાં સુધી મેં એની સામે ન જોયું ત્યાં સુધી બસ આમથી આમ ઝાંઝરના અવાજો કાઢતી જ રહી. hahaha 😍🤣😎💃💃
અને નીચે ગયો ત્યારે છોકરાઓ/ધાંગડાઓ એ સારા કપડા તો પહેર્યા હતા પણ એ એના જીવનમાં અને રમતમાં વ્યસ્ત હતા. તેલ લેવા ગયું અમને કોણ જોવે કે ન જોવે.
પણ દર્શક અને દાર્શનિકનો સ્વાભાવિક ભેદ આજે સંપૂર્ણ નિહાળ્યો. મજા પડી ગઈ. આટલી નાની છોકરી પણ એનું સ્ત્રી તત્વ સંપૂર્ણ ટોચ પર હતું.
ઈશ્વર દરેકને મસ્ત, વ્યસ્ત અને હસતા રાખે.
😍😍
#કમલમ

જાતિવાદ અને તેનું મૂળ?
અને રહી વાત ગાંધીજીની જાતીવાદ તરફની વિચારધારા તો પહેલા તો એ સમયની સીમા એ પહોંચવું પડે. ત્યારે જાતિવાદ એક સંપૂર્ણ સ્વચાલિત વ્યવસ્થા હતી. જેને કોઈ ભરણપોષણની જરૂર ન હતી. એ ગાંધીજી સમજતા હતા. અને એ સમયે જાતિવાદ કરતા પણ ગુલામીમાંથી આઝાદ થવું વધારે પ્રાથમિક હતું.
એટલે ગાંધીજી પર કોઈપણ ઓપીનીયન અપાય એ પહેલા આપણે તમામ પરિસ્થતિનો વિચાર કરવો જ જોઈએ.
જાતિવાદ દુષણ છે તો એને સામાન્ય કક્ષા એ રાખવું જ જરૂરી છે. વિરોધ હવે તેની ગરિમાની હદને પાર કરી રહી છેે. કારણકે જે દુષણ સામાન્ય હતું એ હવે મજબુત બની રહ્યું છે. અને મજબુત વસ્તુ ક્યારેય એકલી ન હોય. એને સાચવી રાખવાના કારણો પણ આપણે જ આપીએ છીએ.
લોકોમાં મૂળ તકલીફ એકબીજાનાં પ્રત્યેની અદેખાઈની છે. લોકો પોતપોતાના ગ્રુપમાં રહે છે એની નથી. એ ક્યારે સમજશું?
जातपात को अब होगा कटना
काम करो सब अपना-अपना
#કમલમ

અસ્પૃશ્યતા નિવારણ?
કોઈપણ ઉપદ્રવ ને દુર કરવા "સફાઈ" એક રસ્તો છે. અને ઉપદ્રવ ન થાય એવી સમજદારી વિકસવી એ બીજો અને સૌથી ઉત્તમ રસ્તો છે.
હાલ જે આ બધા સામાજિક ઉપદ્રવો છે એ બધા દાયકાઓથી ચાલી આવતી અમુક રૂઢીચુસ્ત માનસિકતાની આડઅસરો છે. જે પાંગળી અથવા ઘડ પડી ગયેલી માનસિકતાઓ દ્વારા સૌથી વધુ ફેલાઈ રહે છે.
અસ્પૃશ્યતા સમજવી જરૂરી નથી પરંતુ હાલની પેઢીને નૈતિક મુલ્યો સમજાવીએ.
કોઈપણ ઉપદ્રવને કેન્દ્રમાં રાખશો એટલે એનું મહત્વ વધશે અને ઉપદ્રવ પણ વધશે જ.
પરંતુ દરેક ઉપદ્રવોનાં કેન્દ્રમાં નૈતિકમૂલ્યોનો અભાવ છે એ બાબતે તમે બધા સહમત થશો.
અને હાલની પેઢીમાં નૈતિક મુલ્યોનું સ્થાપન ઘરના વડીલો, મિત્રો, શિક્ષકો અને આ ગ્રુપ જેવા ડીઝીટલ મીડિયામાં સંકલિત થતી માહિતીઓ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
એટલે અહી જો ચર્ચા થવી જોઈએ તો નૈતિક મુલ્યોની નહીં ઉપદ્રવની.
#કમલમ

Path to become an Expert...!
You learn in three possible way (anything)
1. Self Curiosity
2. Taking Risk to design a model that has nothing to do with your current skills
3. Learn by solving queries Asked by the members from the community
- Self Curiosity defines your Interest
- Ability to Take Risk to build a model for which you don't have any expertise defines you're passionate about that activity
- Solving Community's issues using your available skill set defines you are seriously made for such industry.
Then after your journey towards becoming an expert actually starts.
Above three qualities evolve a troubleshooting skill in you which further leads you to do researches to upgrade available resources and that's how you become an innovator.
#kamalam

આવા ન થવું
બકા એ બે દિવસની રજા લીધી અને ટુર પર નીકળી ગયો. બે દિવસ બાદ કમ્પનીમાં આવ્યો અને દરેક સાથે કામ કરતા અન્સામેનેજરો એ પોતપોતાના વિચારો રજુ કર્યા. કોઈએ એ માર્કેટિંગ પર ધ્યાન આપવા કહ્યું તો કોઈકે અક્ને કુમારને એમ્બેસેડર બનાવવા કહ્યું.
બકા નો વારો આવ્યો અને એણે ખીંચામાંથી એક થેલી કાઢી અને તેને ટેબલ પર ખાલી કરી. એ થેલીમાં રસ્તા પર મળતી દરેક અણીદાર વસ્તુઓ હતી.
ત્યારબાદ બકા એ કહ્યું કે, આપણા ટાયરની ક્વોલીટી એટલી કરી નાખો કે આ બધી જ વસ્તુથી એને નુકશાન થાય અને ટાયરનો ભાવ ૩૦% ઘટાડી દયો.
સેલ્સ ૪૦૦% ઉપર જશે. (થયું પણ ખરા :( )
પૂર્ણવિરામ.
#કમલમ

ગુજરાતી ફિલ્મ હેલ્લારો બે નેશનલ એવોર્ડથી સન્માનિત
2018માં રિલીઝ થયેલી આ ફિલ્મ વિશે મને તો કશુંજ જાણકારી ન હતી. 😶 પણ હવે જ સમય છે આપણાં ગુજરાતી ચલચિત્રો એટલે ફિલ્મો વિષે જાગૃત થવાનો.
મરાઠી, બંગાલી, તેલુગુ, મલયાલી, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ આપણે આપણી ભાષાની ફિલ્મો તરફ આકર્ષણ વધારી તેની સફળ પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફની ગતિને વેગ આપીએ.
જો આપણે જોશું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ચોક્કસ સારા કન્ટેન્ટ આપવાની હોડમાં ઉતરશે. પણ આપણો સાથ જરૂરી.
હાલ, #ધુનકી, ગુજરાતી ફિલ્મ સિનેમા ઘરોમાં છે જ. જો ન ગમે તો બોલો અને જો ગમે તો પણ બોલો. આપણી ભાષાની ફિલ્મ ડબ થઈ થઈને દુનિયાભરમાં દેખાવી જોઈએ એ કક્ષા ઓર લઈ જવું.
ફરી અભિનંદન હેલ્લારો નાં નિર્માણ સભ્યોને.
#કમલમ

સંપ્રદાયોનું ખરું કાર્ય
"પણ થોડો પ્રશ્ન છે...
છેલ્લે ના સમજાયું...
સંપ્રદાયોએ બદલાઈને ભક્તિ માર્ગ પાછો અપનાવવાનો કે માણસોએ બદલાઈને એમને કાઉન્સિલર બનાવી દેવાના..."
જવાબ: તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાં જ છે.
"થોડો પ્રશ્ન છે"
કેમ થોડો જ? યા તો આખો પૂછો યા ન પૂછો. :D
તમે તમારા સંપ્રદાયને યાતો ન માનો યાતો આખો માનો. જો કોઈ એક વસ્તુ તરફ સંપૂર્ણ પ્રાથમિકતા હશે ત્યારે જે તે વ્યક્તિ તમને મદદ કરે છે તેના પર તમને કોઈપણ પ્રકારનું લેબલ લગાડવાની જરૂર નહીં પડે. કે આ મારો ધર્મ છે, સંપ્રદાય છે કે પછી કાઉન્સેલર. કારણકે જે ખરેખર મદદે આવે એ પોતાના જ હોય. એને કોઈ લેબલ ની જરૂર નથી.
બીજું કે સંપ્રદાયો નું બે કામ હતું અને રહેશે.
૧. લોકો ને એક ખાસ પ્રવૃત્તિમાં જોડવા અને એ બધા વચ્ચે આત્મીયતા જાગૃત કરાવવી જેથી માનવતા જેવા ગુણ આપોઆપ પ્રફુલિત થાય.
2. લોકોનાં જોડાવવાના લીધે ગ્રુપમાં અનુભવનો વધારો થાય છે. જેમકે, પાંચ મિત્રોનું ગ્રુપ હોય અને એમાં જો એક મિત્ર ઇલેક્ટ્રિક બાબતે જાણકાર હોય તો એ પાંચે પાંચ વ્યક્તિ ને ઇલેક્ટ્રિક સમસ્યાઓ બાબતે સારામાંસારો સલાહકાર મળી જ ગયો સમજો.
હવે એ જ રીતે સંપ્રદાયોમાં તો લાખો લોકો ભેગા થાય છે. અને તેઓ જયારે સામુહિક પ્રવૃત્તિઓ યોજે છે ત્યારે તેમનો મૂળ ઉદ્દેશ લોકો ને એકબીજા સાથેનાં સંપર્કનો પણ ખરો જ. જેથી વ્યક્તિ પોતે પોતાની મૂળ પ્રાથમિકતાઓ એટલે કે વ્યાવસાયિક પ્રાથમિકતાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપી શકે અને એને ત્યાં જયારે પણ પર્સનલ કે સામાજિક પ્રસંગવાર સલાહકારો અને સાથીઓની જરૂર ઉભી થાય ત્યારે સંપ્રદાયનાં સાથીઓ એમની સાથે જ આવી ને ઉભા રહે છે.
તમે જોયું હશે તો આપણે ત્યાં લગ્ન, મનોરથ કે પછી અન્ય પ્ર્સંગવાર ક્યારેય પ્રોફેશનલ કન્સલ્ટન્ટની જરૂરીયાત ઉભી નથી થઇ કારણકે એ બધું આપણે બધા ભેગા મળીને જ કરી લઈએ છીએ.
જયારે વિદેશમાં આ સંપ્રદાય પ્રથા ન હોવાને લીધે લોકો નાની એવી પાર્ટી માટે પણ ઇવેન્ટ મેનેજમેનટ વાળા ને કોન્ટેક કરે છે.
અને ફક્ત ધર્મિક જ નહીં સંપ્રદાયો ઘણાં પ્રકારના હોય છે.
અહિયાં મેં ધાર્મિક સંપ્રદાયો ની જ કેમ વાત કરી કે, આપણે ત્યાં મોટી સંખ્યામાં લોકો ધર્મિક સંપ્રદાયો સાથે જોડાયેલા છીએ. અને એ સંપ્રદાયો મેં કહ્યું એ પ્રમાણે ત્યારે ઉભા થયા છે જયારે એક વ્યક્તિનાં જીવનમાં સામજિક પ્રાથમિકતાઓ કરતા ક્યારેય કોઈ બીજી પ્રાથમિકતાઓ હતી જ નહીં.
હા એ જમનામાં સંગીત જ એક એવું માધ્યમ હતું જેનાથી લોકો રીલેક્સ થતા. એટલે સંગીત સાથે જયારે પ્રભુ ભલે ત્યારે એ ભજન થઇ જતું જે ભક્તિમાર્ગનો એક અતુટ ભાગ છે.
એટલે કશું જ બદલવાની કે પોતે બદલાઈ જવાની જરૂર નથી. તમને લાગે છે કે તમે પોતે જ તમારી બધી સમસ્યાઓને એકલે હાથે ન્યાય આપી શકો છો તો કરો ને ભાઈ તમને કોણ રોકે છે, જલસા કરો ને. અને જો નહીં, તો આ દુનિયામાં ઘણી સંસ્થાઓ છે જ તમારી મદદે. ;)
-કમલ ભરખડા

પુરુષનાં જીવનમાં સંપ્રદાયોનું મહત્વ
સરેરાશ, કોઈપણ પુરુષ એકસાથે મીનીમમ ત્રણ જીવન જીવતો હોય છે.
૧. પર્સનલ જીવન
2. સામજિક જીવન
૩. વ્યાવસાયિક જીવન
ઉપરના ત્રણેય જીવન હરેકએક ક્ષણ પુરુષની સાથે રહે છે. અને એમાં પણ જો ડાયો માણસ હોય તો એને ખ્યાલ જ ન આવે કે કોને કઈ અને કેટલી પ્રાથમિકતા આપવી.
જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કહું તો, જે વ્યક્તિ આ ત્રણેય જીવન પ્રત્યે હરહંમેશ કન્ફયુઝ/મુંઝાયેલો જ રહે એ વ્યક્તિને ડાહ્યો માનવામાં આવે છે. કારણકે એ વ્યક્તિની પ્રાથમિકતાઓ આરામથી બદલી શકાય છે એક નાના એવા લેકચરથી. Hahaha
ઉપર જણાવેલા ત્રણેય જીવનથી બહાર રહેવા માટે એક ચોથું જીવન પણ છે, જે છે અધ્યાત્મિક જીવન. જોકે એક રંગરસિયા ગુજરાતીને આધ્યાત્મિકતા સાથે કશુંજ લેવા દેવા નથી. દુર-દુર સુધી નહીં. જે આત્મજ્ઞાન ગુજરાતી રૂપિયાની ખોટ ખાઈને મેળવે એ જ્ઞાન કોઈ ગુરુની તાકાત નથી કે એને આપી શકે.
હવે જયારે માણસ આ ત્રણેય જીવન સાથે લડતો હોય અને તેને ખબર છે કે, આધુનિક સમયમાં વ્યવસાયિક જીવન જેટલું મજબુત હશે એટલા જ બીજા બે જીવન સુખી રહેશે અથવા એમ કહી શકાય કે, આર્થિકસ્થતિથી બીજા બે જીવનને સુખી રાખવાનાં રસ્તા નીકાળી શકાય છે.
એક ગુજરાતી માણસ જયારે જમ્યા પછી ઊંઘને પ્રાવધાન આપતો હોય એ એક સાથે એક કરતાંય વધારે જીવનને કઈ રીતે પ્રાથમિકતા આપી શકે? એની દ્રષ્ટી એ તો એ વર્તમાન અવસ્થા જ એના માટે સુખ છે, કે નહીં? અને એક જીવન સુખે થી ચાલતું હોય ત્યાં બીજા જીવન પર ફોકસ કરવાનું આવે ત્યારે?
એટલે જ બીજા બે જીવન સમતોલનમાં ચાલે એટલે એને જેતે કમ્યુનીટી સાથે જોડાવું પડે. જેમકે, મિત્રો પર્સનલ લેવલની કોઈપણ તકલીફમાં એનો સાથે આપે છે.
અને જયારે સામજિક કક્ષાની તકલીફ આવે ત્યારે જો એ બધું છોડી ને એ પ્રોબ્લેમ પર ધ્યાન આપવા જાય ત્યારે બીજા બે જીવનની પત્તર ઠોકાઈ જાય. એટલે જ સામજિક પ્રોબ્લેમ્સને દુર રાખવા માટે સમાજ સુધારકો પિકચરમાં આવ્યાં.
શ્રી વલ્લભચાર્યજી ગુરુ તો છે જ પણ તેઓ સમાજસુધારક વધારે હતા.
માનો કે તમને સામજિક કે પર્સનલ કોઈ તકલીફ પડે અને તમને રસ્તો ન સુઝે તો અત્યારે તમારે કાઉન્સેલર નાં ચક્કર લગાવવા પડે છે. સાઇકોલોજિસ્ટને મોંઘી મોંઘી ફીસ આપો છો અને તેઓ સમધાનનાં નામે પોતાના નેટવર્ક અથવા જ્ઞાન થી રસ્તો જ કાઢી આપે છે ને? કે બીજું કાઈ?
એવી જ રીતે આ સંપ્રદાયો આ પ્રકારનાં એક કાઉન્સેલિંગ હાઉસીસ છે. હા દ્રષ્ટિ બદલવાની જરૂર છે સીસ્ટમ નહીં. લોકોની દ્રષ્ટિ જયારે મોટી સંખ્યામાં વિકસિત થશે ત્યારે સીસ્ટમ આપોઆપ વિકસિત થશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
વૈષ્ણવો કે પછી સ્વામીનારાયણ સંપ્રદાયોનો મૂળ સ્તંભ એટલે ભક્તિમાર્ગ. જે તે સમયે ભક્તિમાર્ગ લોકોને વધારે પસંદ પડતો. હવે જેમ-જેમ મનુષ્યનું લોજીકલ માઈન્ડ વિકસિત થતું જાય છે ત્યારે જ્ઞાનવત્સલ સ્વામીજી જેવા સંપ્રદાયોનાં ચહેરાઓ લોકોને ભક્તિમાર્ગથી અલગ વ્યવસાયિક અથવા કારકિર્દી કઈ રીતે ઉજળી થાય એ બાબતે લેક્ચર્સ લેતા થયા છે. હું એ જ બદલાવની વાત અહી કરું છું.
અસ્તુત.
કમલમ

હાવજ
https://www.youtube.com/watch?v=a5V6gdu5ih8
કેસરી એવો જંગલનો રાજ, નદીનાં એક નાના ફાટા ઉપર કૃપા કરતો હોય એમ પાણી પી રહ્યો છે. પાણી પીધાં પછી ફાટા ઉપરથી કુદકો મારી આગળ હાલવાનું રાખે છે.
જંગલનાં ધીરને હજી ખબર નથી કે એની આજુ-બાજુ યમની ટોળકી વાત જોઇને ઉભી છે. હાયના તરીકે ઓળખાતાં ૨૦ એક જંગલી કુતરાઓનું ટોળું એકલા હાવજ ને ભાળી હરખાઈ રિયા છે.
કૂતરાઓ એકલો પડી ગયેલા હાવજ હામે જોઇને કટાક્ષમાં હાસ્ય,નાદ-ઉન્માદમાં છે. કોણ જાણે સદીઓથી કુતરાઓની જાત આ હાવજ હાટુ જ બેઠી હયશે એવા દ્રશ્યો ભાળી મારા તો રુંવાડા બેઠાં થઇ ગ્યા તા.
હાવજ ને ગણતરીની પળોમાં ખબર પડી ગઈ કે, આજે આ કૂતરીનાં એમનમ નઈ જાવા દે, મારો કહ કાઢી ને જ જંપ લેશે.
જોતજોતામાં જંગલનો રાજ, પ્રાંતનો રખવાળો અને ખુમારીથી છબછબતો હાવજ એના મોઢેથી મોક્ષને દ્વારે ગયેલી હરણીની જેમ એ ધરતી ઉપર ધમપછાડા કરતો દેખાય છે. કારણ, કે કૂયતરાવએ હવે એની મંશા પાકી કરી દીધી છે. ઈ આ ૧૮ મણનાં હાવજ ને કોળીયો બનાવીને જ હાહ લેશે.
હાવજ એના જીવનની સૌથી મોટી ત્રાડું પાડતો જાય છે અને એક પછી એક જે-જે કુતરાવ પાહે આવે છે એને ઇન્દ્રનાં વજ્ર સમાન પંજાનાં જાપટે ને જાપટે કુતરાવને હાકોટી રિયો છે.
હાવજ હડી-કાઢીને ન્યાથી ભાગી હકે એમેય નથી. યમ આંટા મારતો હોય ત્યારે ધરતીની દીધેલી નામના અને કોટો ક્યાંય કામ નથી લાગતો. ઈ તો જનની ખોળેથી વારસામાં મળેલી ખુમારી અને જજુમવાની તાકાત જ ટાણે કામ લાગે છે.
હાવજ ત્રાડું પાયડે જાય છે અને હાકોટા મારતો જાય છે અને મભમમાં કેતો જાય છે કે, “હાલતીનાં થાવ”. જોતજોતામાં કુતરાવ લગભગ બે હાથ જેટલા પાંહે આવી ગ્યા છે. હાવજ ચકેડીએ ચડી ગ્યો છે અને કુતરાવનાં બટકા ખમી રયો છે.
હાવજને એની માં નાં ધાવણ યાદ આવવાની તૈયારી જ હતી ત્યાં પરમેશ્વર એની ઉપસ્થિતિ હોમે છે. હાવજની ત્રાડું હાંભળી નજીકમાં જ રખડતો બીજો હાવજ એ જ દિશામાં આગળ વધે છે. અને ત્યાં કુતરાવ એના સાથીની લડત જોઈ ઈરાદો નક્કી કરે છે અને એને બચાવવા હાલી નીકળે છે.
ખુમારી આ જ હતી, ૨૦ ની હામે બે નું કોઈ તોલ નો આવે ઈ કદાચ ઈ બીજા હાવજ ને ય મનમાં આય્વું તો હ્ય્શે જ પણ ઈ વિચાર કર્યા વગર જ આગળ વધ્યો અને બીજા હાવજની પધરામણીએ જ કુતરાવની ટોળકી અસ્તવ્યસ્ત થઇ અને સુરજનાં આગમન સાથે જેમ અંધારું એની વાટ પકડી લે એમ ઈ કુતરાવ હાલતીનાં થઇ ગ્યા.
હાવજને બીજા હાવજે તણાવી દીધો અને ત્યારબાદ બને હાવજે લાડ કર્યા અને પેલાં હાવજે પેટ ભરીને આભાર વ્યક્ત કર્યો. અને ખાધું પીધું ને રાજ કર્યું.
આ આખું દ્રશ્ય તમે વાંચ્યુ પણ ખરા અને વિડીયોમાં જોયું પણ ખરા. પરંતુ તમને હાર્દ સમજાયું?
હાર્દ એ હતું કે, તમે ગમે ઈ હાવજનાં કટકા કેમ નો હોવ એકલો કોઈ કાઈ જ નથી. યુનિટી જ જરૂરી છે. સાથે રહેવું જ જરૂરી છે. ભેગા રહેવું જ જરૂરી છે. કુતરાવ જેવો સમય નિમંત્રણ પત્રિકા સાથે નથી આવતો.
- કમલ ભરખડા #કમલમ

વર્ક કલ્ચર અને આંતરરાષ્ટ્રીય છબી?
મિત્રો શું કહેવું છે તમારું એ બાબતે કે, ભારત ની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી યોગ્ય રાખવાનું કાર્ય ફક્ત નેતાઓ, રમતવીરો અને ફિલ્મસ્ટારો પર જ નભે છે?
નાં, નાં, નાં. બિલકુલ નહીં. મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ દેશની છબીનો એક ભાગ છે એક યા બીજી રીતે.
થયું એમ કે, અમેરિકાથી મને એક પ્રોજેક્ટ માટે ઈમેઈલ આવ્યો અને તે તેના મેનેજર સાથે મારી વાત થઇ. મારો રેફરન્સ એ લોકોને મારી જ ફિલ્ડનાં અને સિંગાપુરમાં રહેતા એક નામચીન વ્યક્તિ એ એમને આપ્યો હતો. એટલે બીજી બધી ફોર્માલીટી લગભગ કરવી ન પડે એટલે કામ સમજ્યા પછી સીધી પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે મારી ફીસ બાબતે જ ચર્ચા કરવાની રહી.
એમનું કામ સમજ્યા પછી મેં એમને જે તે કોસ્ટ સાથે ઈમેઈલ કર્યો અને મારી ફીસ એમને વધારે લાગી એટલે એમને મારી સાથે થોડું નેગોશિયેટ કરવાનો ટ્રાય કર્યો. મેં એમને ચોખ્ખું કહ્યું કે, બાંધછોડની કોઈ જગ્યા જ નથી. પરંતુ આપણે જોઈએ ફીસ બાબતે શું કરી શકીએ આગળ!
ત્યાર બાદ એમનો મને સમજાવતો એક મેસેજ આવ્યો કે જેનાથી હું એમની સાથે ઓછી પ્રાઈઝમાં કામ કરવા રેડી થઇ જાઉં. એ મેસેજમાં એમણે આપણી ઔકાત બતાવી દીધી એવું કહીએ તો પણ ચાલે.
એમણે લખ્યું કે, "કમલ, અત્યાર સુધી અમારો તમારા ઇન્ડિયન્સ સાથે કામ કરવાનો અનુભવ બીલોવ એવરેજ રહ્યો છે.. તમે જે પ્રાઈઝ આપી છે એ ખુબ જ વધારે છે અને અમને ભારતીયો સાથે કામ કર્યા પછી અપ્રમાણિકતાનો અનુભવ સૌથી વધારે થયો છે. એટલે આ બધા પોઈન્ટ ને ધ્યાનમાં રાખીને અમે તમને ફલાણી-ઢીકણી પ્રાઈઝ સાથે જ કામ કરવા તૈયાર છીએ"
હવે મેં એમને વળતા જવાબમાં એવું તો શું લખ્યું કે એમણે મારી માફી માંગી અને એ મારી જ પ્રાઈઝમાં કામ કરવા રેડી પણ થયા એ કહેવું અહી જરૂરી નથી પણ અહી એક મુદ્દો જરૂર ટાંકવો રહ્યો આપણા બધા માટે કે,
બની શકે ત્યાં સુધી જે કાર્યો પુરા કરી શકીએ એટલું જ કાર્ય હાથમાં લેવું જેથી અંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ સામે આપણી છબી સારી ન બને તો કોઈ વાંધો નથી પણ નીચે ન જાય એ જરૂરી બની ગયું છે. હવે આ જમાનો ડીજીટલ થઇ રહ્યો છે એટલે દુનિયાના લોકો સાથે કામ કરવું એકદમ આસન થઇ ગયું છે. આપણી રેપ્યુટેશન આપણે જ યોગ્ય રાખી શકીએ છીએ.
ફરી એકવાર નમ્ર વિનંતી કે, ફક્ત અંતરરાષ્ટ્રીય કક્ષા એ જ નહીં પણ આપણા દેશમાં આપણા જ લોકો સાથે આપણું વર્ક કલ્ચર શ્રેષ્ઠ બને એ તરફનો પ્રયત્ન જાળવી રાખવો આપણી ફરજમાં આવે છે.
- #કમલમ

Are We Nuts?
We are surrounded and bounded by hard Shells around us which is made up of Assumptions, Over Thinking, Insecurities, Fear, Hypocrisy, Anger, Jealousy, Rage, vengeance, discrimination, arrogance and etc.
Day by day we are evolving with these stupidities. Due to that, the Hard Shells have become thicker and resistant to break.
But you really have to break that Shell to see who you truly are. I bet you will see a new person with whom you have never meet.
This person was always present inside of you since you have been on the earth.
What this breaking is? Breaking the shell is the process of enlightenment.
But you have to be very gentle while breaking the Shell because it may hurt or destroy a nut! :)
#kamalam

સોફ્ટવેર જાતી?
જેમ કુંભાર, દરજી, દરબાર, બ્રાહ્મણ, વણિક, વણકર અને અન્ય કૌશલ્ય લક્ષી જાતિઓ હતી. કારણકે ત્યારે ખરેખર એ જ પ્રકારના કામ ઘંધા હતા.
હવે આ જમાનામાં એક બીજી જાતી ભળવી જોઈએ.
સોફ્ટવેર જાતી. આ જાતી જ આખી અલગ છે. આ લોકો કમ્પ્યુટર ઉપર કઇંક લખે અને એમાંથી એવું કઇંક બનાવે જેના પર આખી કંપની ચાલે અને બતાવેલી અન્ય જાતી પણ હવે સોફ્ટવેર જાતિના લોકો ઉપર ચાલે છે.
સમય સાથે સાથે જાતિઓની લીસ્ટમાં પણ અપડેટ આવવી જોઈએ. ;)
- Kamal Bharakhda

"જેલ એ મને મારી જાત સાથે વાત કરતા શીખવ્યું" - નેલ્સન મંડેલા
તેઓ ખાસ ટીપ્પણી કરે છે કે, જેલ એ મને એકલા બેસીને પોતાની જાત સાથે વાત કરતા શીખવાડ્યું.
- કમલ

હરિયાળી ચારે કોર જરૂરી

AI, Humans & Future

ચાંદનો વિકલ્પ

महक
महक
आप से सिर्फ महक फैलती रहे उतना काफी नहीं है,
बीज बनकर हजारो फूलो की महक की जिम्मेदारी लेना भी इरादे की बात होती है।
- कमल

પરમ મિત્રોનો ભેટો
માઈક્રો ફિક્શન વાર્તા :
બે પરમ મિત્રો વર્ષો પછી મળવાના હતાં. કૉલેજ પછી જે સપનાઓ, જે મોજ અને જે જીવન વિચાર્યું હતું એવું કશુંજ થયું ન હતું પરંતુ બંનેની મિત્રતા હજી એજ કક્ષા એ હતી. એરપોર્ટ પર બંને મિત્રો ૧૦ સેકંડ સુધી ગળે મળ્યા બાદ એ જ જૂની યાદ ફરી માણવા સમુદ્ર કિનારે બે ખુરશી નાખીને બેસ્યા. બંને મિત્રો એ સમયે મિત્રતાની ચરમસીમાએ હતા. આખી રાત તેઓ ઘૂઘવતાં સમુદ્રની સામે મોઢું રાખી બેસી રહ્યાં. કોઈ શબ્દ બોલવાની જરૂર જ ઉભી ન થઇ! કદાચ બંનેની જરૂરિયાત શબ્દો નહીં પણ એક જ સમયે એકબીજાની હયાતી સાથેની હતી. સવાર પડતાં જ સૂર્યનાં આગમન સાથે બન્ને મિત્રો ઉભા થયા અને પોતપોતાના રહેઠાણ પર પહોંચી ગયા.
- કમલ ભરખડા
*વાર્તાની પ્રેરણા: શ્રી Jhanvi Nandha ની ટૂંકી વાર્તામાંથી.

how does a wise man evaluate the wise government?

ભાવ - પ્રતિભાવ અને દુઃખ
પણ આપણી રોજની ક્રિયાઓ જ લોકોની સામે મોટું, ભરચક, ભપકાદાર અને વિશાળ અથવા એવી કરીએ છીએ કે જે ખરેખર આપણે આંતરિક તે કાર્યો સાથે કશુંજ લેવા દેવા નથી પણ છતાં કરે રાખીએ છીએ. એટલે જયારે લોકો વગર બુદ્ધિ એ આપણા કાર્ય પર ભાવ પ્રતિભાવ આપે ત્યારે દુઃખી થવું સ્વાભાવિક થઇ જાય છે. કારણકે જેના માટે કર્યું છે તેઓ જ રાજી નથી.
મૂળ વાત એ કે, જયારે આપણે ખરેખર આત્મિક દ્રષ્ટીએ કોઈના પણ સુચનની પરવાહ કર્યા વગર કાર્ય કરીએ ત્યારે એ કાર્ય હમેશાં આપણું ગમતું કાર્ય હશે અને કાર્ય જયારે ગમતું હોય હોય ત્યારે સફળતા અને અસફળતા જેવી પરિસ્થતિઓ કોઈ પ્રતિભાવ છોડતી નથી.
જય શ્રી ગોપાલ
- કમલ

उत्कृष्ट सामाजिक सेवा क्या हो सकती है?
हमे हमारी मस्तिष्कीय यानि की दिमागी अस्वस्थता (विचलित, बिगड़ी हुई) मालुम हो और वह अस्वस्थ दिमागी अवस्था को शांत बनाए रखने की कोशिशों को सबसे उत्कृष्ट सामाजिक सेवा मानी गई है| और हम ध्यान के माध्यम से अस्वस्थता को बेहतर और शांत करा सकतें है|
शुभ दिन |
- कमल

તું સપડાઈ ન જા
સબંધનાં જાળમાં તું સપડાઈ ન જા
જન્મના ચોપડે તું સપડાઈ ન જા
હદ કરી છે હવે તો આ બુદ્ધિ એ
સમજદારીના ભરોસે તું સપડાઈ ન જા.
-કમલ

અબ આગે બઢો

Perfection?
I think Perfection changes as object changes!
Suppose, if you’re with saints or monk or awakened philosophers then outer decorations on your persona will have no meaning at all. They will see what you have inside of yours. It means, if there is no requirement then there should be no movement for the outer personification.
But life doesn’t seem to be live in that way. We are social and rational creatures and being looked perfect our aim is to get praised or appreciated for our action and persona but what if I can say, people will keep judging you even if you are perfect or not!
When we having such quality in any of stage of our life which make people inspired them towards their goals, makes you perfect.
Take an example of Late Shree APJ Abdul Kalam. He doesn’t have a good look, doesn’t have a personal life, probably not having a perfect personality, even not superior in missiles technology either and he wasn't found a good social person too but, still, we (mostly Indians) never judge him on the baseline of the perfection bcos he has inspired us to achieve something better or helped us to evolve as the best person which makes him a perfect human being.
So if you want to be perfect? Just be a reason for someone’s inspiration.
have a great life ahead.
- Kamal Bharakhda

પુલવામાં થયેલ હિંસા સામેનો વિચાર
ફક્ત કાશ્મીર જ શુ કામ દુનિયામાં દરેક માણસ, સોસાયટી, ગામ, જીલ્લો, રાષ્ટ્ર, દેશ એમ બધાને જ આઝદ થવું છે. કોઈને બંધાઈને નથી રહેવું? તો પણ કેમ બધા સાથે છે અને એક યુનિયનમાં જોડાયેલા છે?
અણસમજ જયારે મોટી થાય ત્યારે તે મુર્ખામી બને અને એ બેજવાબદાર કાર્યો કરાવે એ મારો જાત અનુભવ છે. અને એ અણસમજ જેમ જેમ મોટી કક્ષા એ હોય એમ જ નુકશાન મોટું.
કદાચ શહીદ થયેલા ભાઈઓનું એ જ થવાનું હશે પણ કોઈ તકલીફ ત્યારે થાય જયારે કોઈની મૂર્ખામીમાં નુકશાન જેનો વાંક જ ન હોય એનું થાય.
હું વિરોધ કરું છું કાશ્મીરની આઝાદી બાબતે. કારણકે એમની પાસે નથી કોઈ એજન્ડા કે નથી કોઈ પ્રકૃતિ કે જેના ભરોસે એમણે આઝાદી સોંપી શકાય.
ઘરમાં જાનવર પાળેલું હોય અને એ જો ગાંડું થાયને તો આવતા જનાર દરેક લોકો બે જ સલાહ આપે..
૧. યાતો એને એની સીસ્ટમ ભેગું કરો.
2. એને બહાર ન નીકળવા દો. એ આવતા જતા દરેકને બટકું ભરશે અને એ પણ વગર વાંકે.
- કમલ.

કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને?
હમણાં જ એક સરસ કટાક્ષ વાંચ્યો જે ડોકટરે લખ્યો હતો.
"તમે વારંવાર વપરાયેલા તેલમાં તળેલાં સમોસા અને વડા એકદમ મોજથી આરોગો છો. સાથે સાથે પેલું કાળું એસિડ એટલે કે કોકાકોલા અને પેપ્સી જેવા પીણાં પણ ઠેલવો છો પેટમાં અને અંતે આ બધું પૂરું થયાં પછી તમાકુ કે પછી ધુમ્રપાન પણ કરો છો...
અને જ્યારે એ જ વ્યક્તિ ને પ્રોબ્લેમ થાય છે ત્યારે મારી પાસે આવે છે અને હું જે દવા લખી દઉં ત્યારે વળતા માં એમ પૂછે કે, 'ડોકટર આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને?'"
પૂર્ણવિરામ
કમલ

AI vs Future of Humans
AI is the future for sure. That's why I again tell you, let's move towards agriculture. because AI needed to do is Agricultural activities and that's just because they don't need to be feed by agriproducts.
One more thing, AI will decide which country is the superpower. Each calculation will be done by the AI from there on.
AI ની સૌથી મોટી ખામી, સુપરપાવર દેશો ભલીભાતી જાણે છે કે, જો AIનો ઉપયોગ મોટા પાયે થઇ જશે તો માનવીય માનસીક ઉત્ક્રાંતિ અટકી જશે. અને એ થવા ન થાય તેના માટે તેઓ AI નો ઉપયોગ રીસર્ચમાં તો નહીં જ કરે.
થોડા સમયમાં ગણિતમાં ફિલ્ડ મેડલ કદાચ AI ને મળે તો નવાઈ નથી.
આ બધા સમીકરણો એક બાજુ અને માનવીય જરૂરીયાતો એક બાજુ.
અનાજ, પાણી અને ચોખ્ખી હવા.
આ ત્રણ વસ્તુઓ જેની પાસે અકુપાર અને ચોખ્ખી હશે એ જ આગળના ભવિષ્યમાં સુપર પાવર કહેવાશે. અમેરિકાથી લોકો ભારત આવશે જીવન પસાર કરવા કારણકે તેઓને અહીં આ વસ્તુઓ મળશે. અનાજ પાણી અને ચોખ્ખી હવા.
અત્યારે જ વડલા અને અન્ય ઓક્સીજન પેદા કરતી વનસ્પતિઓને ઉગાળવાનું શરુ કરું દેવું જોઈએ.
ભારત જો એગ્રો પ્રોડક્ટમાં દુનિયાના સપ્લાયર બનવું પડશે. સાહેબ માની લો, ભારત જેવી જમીન છે જ નહીં આખી દુનિયામાં ક્યાય.
ઉપરાંત પાણી બાબતે એટલું કહીશ કે, આપણે ભૂગર્ભ માંથી પાણી લેવાનું બંધ કરવું પડશે. કારણકે એ જમીનની ફળદ્રુપતા પર અસર કરશે.
સમુદ્રનું પાણી ચોખ્ખું કરીને પીવાનો કોઈ મતલબ જ નથી. કારણકે એ ખર્ચાળ છે અને સમુદ્ર કિનારે થી પાણીને અંતરિયાળ સુધી પહોંચાડવું મોંઘુ પણ છે. મેં આ પ્રોજેક્ટ પર ઘણું ઊંડે કામ કર્યું છે. પાણી ણે સ્વચ્છ કર્યા પછી એ નદીનાં પાણી કરતા ૧%ની ગુણવત્તા જેટલું પણ નથી હોતું.
પાણી માટે બને તેટલું નદી પર મદાર રાખવી પડશે. કારણકે એ જે રીતે મળે છે એ કુદરતની કમાલ છે. અને તેનાથી મોટો વિજ્ઞાનિક તો કોઈ હોઈ જ ન શકે. બની શકે તો આપણે એટલું કરી શકીએ કે, તમામ નદીઓને ચોખ્ખી કરીને અને તેનો વહેણ દરેક જગ્યા સુધી પહોંચતો કરી શકીએ.
નીતિન ગડકરી એ નદીના વહેણને અંતરિયાળ ગામડાઓ સુધીં પહોંચાડવાનાં પ્રોજેક્ટ પર કામ શરુ કર્યું છે.
ઉપરાંત કારખાના અને પર્સનલ ઉપયોગ માટે દરેક ગામડાઓ માટે એક માનવનિર્મિત તળાવની વ્યવસ્થા કરવી પડશે. જેથી તેઓ પાણી વાપર્યા બાદ એ જ તળાવ માં એકઠું થાય અને ત્યાંથી જ તે રીફાઇન થઈને કારખાનાઓમાં ફરતું રહે.
આ રીતે કારખાનાઓ, અને પીવાના પાણી શિવાયની તમામ જરૂરિયાતો પૂરી થઈ શકે છે. અને પોતાના ગામડામાં તળાવ બનાવવા માટે ગામડાઓના જ વ્યક્તિઓની મદદ લેવી પડશે જેથી તેઓની રોજગાર સમસ્યાઓ પણ દુર થશે.
ઉપરાંત શિક્ષિત વર્ગની વાત કરીએ તો તેઓએ એ વાતાવરણ ઉભું કરવું પડશે ભારતમાં કે કોઈપણ પ્રકારની માનસિક આવડતની જરૂર કોઈપણ દેશણે પડે તો એ ભારતમાંથી જ આઉટસોર્સ થાય. જેમ અત્યારે પણ થાય જ છે. બોસ માનો મારી વાત. મેં અમેરિકામાં સીનીયર મેનેજર લેવલના વ્યક્તિઓ સાથે ચર્ચા કરીલી છે. તેઓની માનસિકતા આપણા ૧૦% જેટલી પણ નથી હોતી. તેઓમાં એક તત્વ જે ડિસીપ્લીનનું છે તેના લીધે તેઓ આગળ છે.
લાઈફસ્ટાઈલ એક માત્ર ભ્રમ જ છે.
આ વિચારો સાથે જે દેશ આગળ વધશે એ જ ભવિષ્યનું સુપર પાવર હશે. કારણકે ટેકનોલોજી આટલી એડવાન્સ થયા પછી જ સાચા સમાજનાં બંધારણની જરૂર ઉભી થશે.
Jay Hind.
Kamal

બાપુ ઈ તો દિવસે આવે....
આ જગત ચાર જણને ક્યારેય નથી ભૂલતો
૧. દાનવીરને
2. શુરવીરને
૩. હરીનાં ભગતને, અને
4. કવિને
મૂળ વાત પર આવીએ તો કે,
આલા ખાચર જેવો દીકરો નો જણાય હવે આ ધરતી ઉપર, એવું ત્યારના દરબારીઓ કેતા. એવડો મોટો દાનવીર અને ઉદાર દિલનો. એના આંગળે જે ભીતર આવતો ઈ ખાલી હાથે નો જ જાતો....
માણસ પાસે દાન બે તત્વો કરાવે....
એક તો એનું અભિમાન અને બીજું એની સમજણ. બે માંથી એક જ તત્વ કામ કરે.....
એકવાર એક ઢળતી સાંજે શાંત પહોરમાં એક દરબારી એ કીધું કે, "બાપુ હવે આ દાન કરવાનું બંધ કરો... આ ગોળ છે ને ત્યાં હુધી માંખીઓ આવશે....
આવું સાંભળ્યા બાદ ખાચર હસ્યાં અને ગોળની થાળી મંગાવી..
આલા ખાચરે થાળી ઉપરથી કપડું ઉપાડ્યું ને દરબારી ણે કીધું, કે ભલા માખીઓ ને બોલાવી લાવો.. આ રયો ગોળ...
દરબારી એ તરત કીધું કે, "બાપુ ઈ તો દિવસે આવે...."
ત્યાં તરત જ આલા ખાચર બોલ્યા કે, "હાચું કીધું, આ મારા દિવસો છે ને એટલે જ આ લોકો મારા આંગળે આવે છે બાકી ગોળની કોઈ હેસિયત નથી કે ઈ લોભાવે"
કેવડી મોટી વાત કરી.... ધન વૈભવ સુખ અને શાંતિ તો આપનો છાંયો છે. ઈ માથે સુરજ જેવો દિવસ ધમધમતો હોય તો ઈ દેખાય. આલા ખાચરે સાબિત કરી દીધું કે સમજણ જ મોટી ધરોહર છે. ઈ હોય તો આપી હકો....
અભિમાન નો કરતા તમારા ગોળ ઉપર....
પૂર્ણવિરામ
- કમલ ભરખડા

બકો બકી ને મામેરું
બકો ને બકી 50 વર્ષના થયા. 25 વર્ષનું લગ્ન જીવન શાંતિથી પસાર કર્યુ અને ગયા વર્ષે જ એમણે એમની લાડલી દીકરી બેનકુડીનાં લગ્ન કરાવ્યા હતા.
કઈંક વેહવારની વાત નીકળી...
બકો: અરે તને ખબર છે બેનકી ના લગ્નનો ખર્ચ કેટલો આવ્યો?
બકી: ઇ તો તમારું કામ છે મારે શું?
બકો: તારી સાડીનો ભાવ તો ખબર જ હશે ને?
બકી: હવે ઉંમર થઈ ...બહુ યાદ નથી રહેતું... કેમ પૂછ્યું? 😅
બકો: અરે કાંઈ નહીં ... આ લિસ્ટ બનાવતો હતો અને જોયું તો તારા ભાઈ એ બેનકીને મામેરું 500 રૂપિયા જ કર્યું છે.. 😏
બકી: એ રેવા દેજો. એણે મામેરું 5001 અને બીજા અલગ. એમ ગણીને મલકનું કર્યું છે.. 😡
પૂર્ણવિરામ.
કમલ.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...