ફારુક શેખ

ફારુક શેખ, આ બહેતરીન કલાકાર અને વ્યક્તિત્વનો આજે ૭૦મો જન્મ દિવસ છે. હાલ એ આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેઓ હરવખતે જીવિત છે જયારે જયારે હું "યે જવાની હૈ દીવાની" મુવી જોવું છું.

હા આપણાથી મોટી પેઢીના વ્યક્તિઓને જાણવા માટે આપણે એમના છેલ્લા દાયકાથી શરૂઆત કરવી પડે.



ફિલ્મ "યે જવાની હૈ દીવાની"માં એમનો એક પ્રેમાળ બાપ તરીકેનો અભિનય એટલો સ્પર્શી ગયો કે, ત્યારબાદ એમના વિષે થોડી વધારે માહિતી મેળવવાની ઈચ્છા થઇ.

તેઓ લોકપ્રિય ટીવી શો " જીના ઇસી કા નામ હૈ" સાથે ઘણા લોકપ્રિય થયા અને લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ થયા હતા. મેં પણ એમના થોડા ઘણાં એપિસોડ્સ જોયા છે. અને તમામ મજેદાર અને લાગણીઓથી ભરેલા રહેતા.

હું એમને ત્યાર બાદ ફિલ્મ "બીવી હો તો ઐસી" માં રેખા સામે હીરોના કિરદાર તરીકે વધારે ઓળખું છું. એ ફિલ્મ ઘણી સફળ થઈ હતી એમ કહીએ તો પણ ચાલે, કારણકે તેની "સૂર્યવંશમ" ફિલ્મ જેવી છાપ હતી. લગભગ અઠવાડિયામાં બે વખત ક્યાંક ને ક્યાંક કોઈ એક ચેનલ પર તો જોવા મળી જ જતી. :D

પોતે ગંભીર કલાકાર, લાજવાબ અદાકાર અને વ્યક્તિ શ્રેષ્ઠ. (હા, તેઓ ખરેખર સરળ અને શ્રેષ્ઠ વ્યક્તિ હતા. થોડાક જ સમય પહેલા એમના પર બનેલી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ જોઈ હતી. તેમાં તેમના ચરિત્ર અને વ્યવહાર વિષે ઘણી જાણકારી મળી હતી.)

અમોલ પાલેકર, નશીરુદીન શાહ, ઓમ પૂરી, નાના પાટેકર, અમરીશ પૂરી, અને અન્ય કેરેક્ટર મુવીના બાહોશ કલાકારો સાથે એમની ગણના થતી હતી અને થતી રહેશે.

ફારુખજી તમારી યાદમાં કઈ રીતે વસેલા છે એ જણાવશો. :)

આભાર.

- કમલ ભરખડા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો