सुरक्षा, असुरक्षा और इंसान

सुरक्षा शब्द ही किसी नाकाबिल ने निकाला होगा

में यहा पर इंसानी सुरक्षा की बात नहीं कर रहा हु पर यह कहना चाहता हु की हमारी दुनिया हमे सुरक्षा के जिस द्वार पर ले जा रही है वो असल में बर्बादी का रास्ता है

डर लगना इंसानी जरूरत है
वहीँ भावनाए इंसान को जीने का सबक सिखाती है |

अब यहाँ पर पुरे देश के सुरक्षा की जिम्मेदारी किसी चुन्नदे लोगो पर टिकी है जो की गलत है.

हमारी हर असुरक्षाओ की जिम्मेदारी हमे हि उठानी है.

इंसान सुरक्षित होकर बलातकारी, चोर और व्यभिचारी बनता है |

- कमल

One more puke on Quora by an Indian!

One retarded has asked a question on Quora: 

"I am 23-year-old Indian. How much money do I need to have today to invest so I don't have to work for my entire life?"

My honest answer to him. 

What a pathetic question itself! You are just 23 years old and you don’t want to work? and what we Indian are doing in Quora I really don’t appreciate. We have ruined up the concept quora by asking ridiculous queries like these kinds! :(

What we Indians have asked mostly on Quora? in Descending order

1. Question on IIT IIM
2. Question like yours
3. Question on India Pakistan on Kashmir
4. hell, I’m still searching the fourth most asked thing.

Grow up guys, even after a retirement you have to work something you love. Just look at your self and compare the bright people with your self.

Adopt Discipline, Passion, Perfection and Professionalism kind of qualities from the rest of the world. We are hell in the middle of the situation where nothing will come out.

We are no more Indians and no more rest of the world. we are laughing against our culture and Spiritual heritage. We have just become retarded people who want to become westerners but even at the same time, don’t want to adopt their mindset.

Work MAN work. You have to work till you die. I’m sorry for my words. but first be an Indian with all the natural qualities we have. let’s have a goal which makes our country looks good at some extent.

Good Day ahead.

- Kamal Bharakhda

નાના પગે મોટો કુદકો... ડોનીયર-228

નાના પગે મોટો કુદકો... ડોનીયર-228



આખરે ભારતે એરોનોટીક્સ જેવા વિષયમાં વિચારવાનું શરુ કરી દીધું અને શરુ કર્યા નાં થોડા જ સમયમાં ઉચ્ચકોટીનું પ્રમાણ પણ મળ્યું. ભારતે તેનું પ્રથમ વિમાન કે જે સંપૂર્ણ પણે ભારતના લોકો દ્વારા અને ભારતના જ સંશાધનો દ્વારા તૈયાર કર્યું છે. તેનું નામ છે ડોનીયર ૨૨૮. અને આ કાર્ય હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડનાં બાહોશ ઈજનેરો અને કર્મચારીઓ દ્વારા સમાપન થયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ "ઉડાન ઇન્ડિયા" કેમ્પેઈન સાથે ભારત એરોનોટીક્સમાં કઇંક કરી શકે એવા વિચાર સાથે ભારતીયોને સોનેરી તક અર્પણ કરી છે. અને ગણતરીનાં સમયમાં જ ભારત એક ઈકોનોમિકલ અને સુસજ્જ ડોનીયર જેવા મોડલ સાથે પ્લેન તૈયાર પણ કરી નાખ્યું. વિચાર કરો અગર આ કાર્ય ને ફક્ત એક સરકારના જ ખભાની જરૂર હતી તો જો આ કાર્ય ૨૦-૩૦ વર્ષ પહેલા થયું હોત તો ભારત આજે એરોનોટીક્સમાં ઘણુંય આગળ હોત અને આપણે ઘણાં પાયદાનો સર કરી પણ લીધા હોત!

પણ ખેર આગળ વધવું અને લોકોને આગળ વધારવા એ વિચારો અને દાનત પર નિર્ભર કરે છે. હું એરોનોટીક્સનો અભ્યાસી છું અને આ પગલાનું મહત્વ સમજુ છું. હું ફરીથી સરકારનો અને હિન્દુસ્તાન એરોનોટીક્સનો આભાર માનીશ કે એમણે ભારતને કઇંક એવું આપ્યું જેથી દેશનો ટેલેન્ટેડ નાગરિક દેશને આગળ વધુ સારું આપવાના સપના ભરતમાં જ જોઈ શકીએ. આ મેક ઇન ઇન્ડિયાની કમાલ છે.

DD નેશનલે આ વિષય પર ડોક્યુમેન્ટ્રી પણ બનાવી છે. એ જોઈ લેશોજી.

- કમલ ભરખડા

https://www.youtube.com/watch?v=zamRNjwycYQ

Start right now!

"You can only win a war on planning. Planning comes from experience. Experience comes from consistant learning and certain failures. You are talking about only a learning here, which is only a 50% of the content. What about other one? You got failed when you try something. So it's better way to start on any god dann projects. Try man try

That's all."

- that was my conversation with one newbie who want to learn the whole stuff in one shot. lol.

વધે તમારી મસ્તી!

ઘટે જ્યારે અરજી
વધે ત્યારે મરજી


ઘટે જ્યારે મરજી
વધે તમારી હસતી


ઘટે જ્યારે હસતી
વધે તમારી શ્રુષ્ટિ


ઘટે તમારી શ્રુષ્ટિ
વધે તમારી ભક્તિ


ઘટે તમારી ભક્તિ
વધે તમારી મસ્તી


ઘટે તમારી મસ્તી
તો યાદ રાખજો
ઘટે તમારી જીંદગી


- કમલ ભરખડા.

Our Education System VS Research Capabilities.

We did start learning in such a way that we need to complete everything instead of learning. We study things in such a way that all we know is, "How to solve the problem!" but we are not knowing a single reason about "why we are solving the problem?"

if we ever taught to get the answer of my the last question then we might have a generation with all the research qualities. This is what makes difference I think so.

When we step into the real world, we required two things. One is experience and second things are intuition. We might get experience with time because the experience is a bunch of work and alertness. but it's really hard as an intuitive at that level because intuition came from researching mind which we aren't allowed anywhere in our schooling.

That's all.

- Kamal Bharakhda

Be slow, speed is a big spoiler

The most important aspect: no matter what you want to do, start by thinking before reading from someone else or asking someone else (no matter who). One month of continuous pondering can get you farther than a year of school and a year of reading. Trust me on this one, you are far smarter than you think (if you dare to use your mind). Be slow, speed is a big spoiler. The whole traditional education system is built on speed and superficiality. Don’t listen too much to your “external teachers”. Give instead, your “inner teacher” the respect he deserves. Again, trust me on this one, you won’t be disappointed.

- George Lu

Absurdness, Criticism & Consciousness

Absurdness creates critics. That's why looking into our own absurd side will make you become critics of your own character. Eventually, that creates alertness and will shape your decision and that's how you become more counsious and independent.  And that independent feeling can lead you to anywhere you want.

Good morning.

- Kamal Bharakhda.

ભારતીય નાણાનું અવમુલ્યન?

હેમંતકુમાર શાહ નામે સત્જને ભારતીય નાણાનો વૈશ્વિક અવમુલ્યન બાબતે એક સચોટ લેખ પ્રદર્શિત કર્યો. (લીંક નીચે પોસ્ટ કરેલ છે ) જેમાં એમણે કારણો બતાવ્યા કે અવમુલ્યન શેના લીધે થાય છે અને તેને સુધારવાનાં રસ્તા ક્યાં. આગળ એમણે બે રસ્તાઓ બતાવ્યા એક તો ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનાં. જો રૂપિયાનું અવમુલ્યન થતાં અટકાવવું હોય તો નિકાસ વધારવી પડે અને આયાત ઘટાડવી પડે એ સિમ્પલ નિયમ છે. પણ ભારત એક એવો દેશ છે ય ખોટી આશાઓ અને નિરાધાર અપેક્ષાઓને આયાતમાં ક્યારેય ઘટાડો લાવવા નથી દેતાં.

ત્યાર બાદ એમણે એક ખુબ જ પ્રભાવશાળી શબ્દ વાપર્યો... કે "વેપાર અથવા વિકાસ". જી હા, વેપાર કદાચ જો જનલક્ષી ન હોય તો એ મુડીવાદી વિચારધારા થઇ જાય છે. હાલ એવું જ છે. આ બાબતો પર મેં થુડું મારું એનાલીસીસ આપ્યું છે જે નીચે મુજબ છે.

હું અત્યારે એક અમેરિકન ટીવી શો Suits જોઈ રહ્યો છું. પણ મારો મારી જાતને જ એક પ્રશ્ન! હું શું કામ જોઈ રહ્યો છું? મારે એ શો જોવા માટે યાતો netflix અથવા એમેજોન પ્રાઈમ પર સબસ્ક્રાઈબ થવું પડશે. અને જો એ નહીં કરું તો ટોરેન્ટ પરથી ડાઉનલોડ કરીને જોઈશ. પણ જોઇશ. શું કામ કારણકે જ ભણતર એ મને એવી શિખામણો આપી છે કે અમેરિકા આમ યુરોપ આમ ઢીકનું આમ અને ફલાણું તેમ.

એક આદિવાસી વ્યક્તિ જયારે જંગલ છોડી ને શહેર કે નજીકની કોઈ નાના નગરમાં આવે તો એ તેને આકર્ષિત કરશે. પણ એ તેની વાસ્તવિકતા નથી. તેની વાસ્તવિકતા છે કે, એણે જે જગ્યા એ જન્મ લીધો છે શું ત્યાં એ વ્યવસ્થા મળી શકે એવી કોઈ શક્યતાઓ છે? જો નહીં તો સાત સારું કેમ ન હોય પણ એ વ્યર્થ છે.

શાહ સાહેબે અહિયાં એક વાત ખરી કીધી કે, વેપાર અથવા વિકાસ. એકદમ પરફેક્ટ. શિક્ષણ જ જયારે વેપાર થઇ ગયું છે ત્યારે બાળકો અને એમના પાલકોને લોભાવવા માર્કેટિંગ વિભાગ ઉભો થશે જ. અને એ આંબા જ બતાવશે. અને આંબા ભારતનાં તો નહીં જ હોય એટલે હાલનું શિક્ષણ એક જ્ઞાનસાગર કે જે આપણી ધરા ને પોષતું હતું એ હવે પશ્ચિમની ધરાને પોષતું બની ગયું છે. એટલે વ્યવહારિક છે કે આપણી ધર પાણી વગર સુકાવવાની છે.

ગાંધીજી એ કહ્યું હતું કે તેઓ જયારે ભારત છોડીને આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે લોકો એ તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે લોકોની દ્રષ્ટિ એ હતી કે, બાહ્ય સંસ્કૃતિ સાથે જોડાઈને તમામનો સંઘર્ષ ઓછો થતો હોય તો સારું પણ અહિયાં તો માણસ વધારે સંકુચિત થતો જાય છે. બસ પોતાનું અને પોતાના બે.

એટલે શિક્ષણની જે પદ્ધતિ છે એ જ ખરી ભુલામણી છે. એ જ દ્રષ્ટિભરમ ઉભો કરી રહી છે. એટલે જ વેપારનો વિકાસ થઇ રહ્યો છે અને વેપાર સારી રીતે નવી પેઢી દ્વારા પ્રોડક્ટ તૈયાર કરી રહ્યી છે જે ડોલરમાં જ વેચાઈ જવાની છે.

- કમલ

http://opinionmagazine.co.uk/details/3929/bharatno-rupiyo-vaishvik-bajaarno-veth-majoor--

થઇ જવાય છે.

ઘણું ચાલ્યા ને પછી એક જ ઓટલે બેસ્યાં
તેઓ બોલતાં જ રહ્યાને અમે રહી ગયાં

બહુ પગ ધ્રુજે છે હવે આગળ ચાલવામાં
લે આ તો મગજે ય બંધ થયું છે એમનું સાંભળવામાં

અઘરો સફર હતો એ ચાલી નાંખ્યો
પચે એવું નહોતું એ પણ સાંભળી નાખ્યું..

મગજના બારણાં ટાણે જ બંધ થાય છે મિત્ર કમલ,
અને જો પ્રીત હોય તો અંધ પણ ત્યારે જ થઈ જવાય છે.

- કમલ ભરખડા

ગુજરાતીઓ ફક્ત વ્યપાર જ કરી શકે એવી છાપ શેના માટે?

ગુજરાતીઓ ફક્ત વ્યપાર જ કરી શકે એવી છાપ શેના માટે? કેમ એક ગુજરાતી કલાકાર સાહિત્ય કે પછી કળા ક્ષેત્રે વૈશ્વિક નામનાં ન મેળવી શકે?

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં રાજુ પટેલ ઘણું સારું કવર કરી રહ્યા છે.  તેઓ એ આજે ઉપર મુકેલા પ્રશ્ન સાથે એક અહેવાલ રજુ કર્યો. જો કે, એ અહેવાલમાં ગુજરાતી પ્રજા "સાહિત્ય" તરફ પણ ધ્યાન આપે એવી એમની ઈચ્છા વ્યક્ત કરતો અભિગમ જણાતો હતો. પરંતુ પ્રશ્ન વ્યાજબી તો છે જ કે, ગુજરાતીઓને વ્યપાર અથવા “અર્થ” પાછળ આટલી બધી રૂચી કેમ ધરાવે છે? શું ગુજરાતી પ્રજા ખરેખર દરિદ્ર છે કે તેઓ હજુ અર્થ પાછળ જ ભાગે છે? કળા ક્ષેત્રે કેમ ૧ ટકા પ્રજાનું પણ યોગદાન નથી?

ત્યારબાદ મેં મારી રીતે, આ પ્રશ્નનો, મારી દ્રષ્ટિ, સમજણ મુજબ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જે નીચે મુજબનો છે.

“પણ જ્યાં સુધી મટે નહીં અંતરનો વિખવાદ, કબીર કહે કડછા કંદોઈનાં, કોઈ દી ના પામે સ્વાદ”

હું ગુજરાતી છું એટલે હું શું છું, એ તો મને ખબર જ છે ને બીજા શું છે અને કેમ છે એ મારી જિજ્ઞાસા પણ છે. પરંતુ જ્યાં સુધી જે વસ્તુ મારા જીવનનો એક ભાગ હોવી જોઈએ, અને એ હવે નથી તો એ મારે ચકાસવાનું રહ્યું કે, આપણા ગુજરાતીઓની ઉત્ક્રાંતિ (Evolution) એવી તો કઈ રીતે થઇ કે, એ સંભવ ન બન્યું જે હોવું જોઈએ?

સમાજ કહો કે સંસ્કૃતિ, એક દિવસમાં તો બનતી જ નથી! અને હાલ જે છે, એ બન્યાંની તૈયારીઓ અજાણતા જ શરુ થઇ ગઈ હોય છે વર્ષો, દશકાઓ અથવા સદીઓ પહેલાથી જ.

ભૂખ અને ડર એ માનવીય જીવનની સૌથી મોટી સંવેદનાઓ છે. અને દરેક જીવમાત્ર એ બંનેથી દુર રહેવાનો સ્વાભાવિકપણે પ્રયત્ન કરે છે. જયારે-જયારે માણસ ભૂખ અને ડરનો સામનો કરે છે ત્યારે એ સૌ પ્રથમ પોતાનાં “વિવેક અને જ્ઞાન” બાજુ પર મૂકી દે છે અને એક જંગલી જાનવર જેમ તડફડવાનું શરુ કરી દે છે!

હું જે સમજુ છું ત્યાંથી સમજીએ તો ગુજરાતી પ્રજા ગરીબ/દરિદ્ર નથી પરંતુ “લાલચું અને ડરપોક” છે, અને બની શકે કે, ગુજરાતી વ્યક્તિના લોહીમાં અથવા ગુજરાતની ભૌગોલિક પરિસ્થતિઓને લીધે એ સંભવ થયું છે. પરંતુ એક વાત કહી દઉં કે, દુનિયાની દરેક પ્રજા; ભૂખી, ડરપોક અને લાલચુ હોય જ છે. પરંતુ જયારે વ્યક્તિ એ સ્વાભાવિક દોષોથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરે અને ત્યારબાદ લેવાયેલ તેમના પ્રથમ પગથિયાંથી એમની ઉત્ક્રાંતિ અથવા જીવનશૈલીની શરૂઆત થાય છે.

મૂળમાં તપાસવું ખુબ જ જરૂરી છે. ગુજરાતી પ્રજા, ચાણક્ય જે શબ્દ વાપરે છે એ શબ્દ, “અર્થ”માં માનનારી છે. હવે “અર્થ” એટલે, એક માણસને ભૂખ અને ડરની સામે ટકી રહેવા માટે જે જોઈએ એ બધું જ. ગુજરાતની પ્રજા અર્થમાં માને છે એટલે તેના પણ કારણો રહ્યાં જ હશે.

હું માનું છું ત્યાં સુધી, ગુજરાતીઓનું અર્થમાં માનવાના કારણો છે ગુજરાતની ભૌગોલિક પરિસ્થતિઓ રહી હોઈ શકે.

જી હાં, ગુજરાત પ્રદેશ પહેલેથી જ પ્રવાસી વેપારીઓ, આડોસ-પડોસનાં દેશ અને દુનિયાભરના વેપારલક્ષી ઉધ્દ્મી પ્રજાઓથી ખદબદથી ધરતી રહી છે. પ્રથમ તો સિંધ પ્રદેશના સિંધીઓ, પછી અફઘાનના વેહેપારીઓ, પછી પર્શિયાનાં વેહેપારીઓ, પછી પૂર્વ આફ્રિકાનાં વહેપારીઓ, ત્યારબાદ રાજસ્થાન, ઉતરપ્રદેશ તરફનાં કલાકારો અને વહેપારીઓ, અને આખરે તમામ યુરોપનાં વહેપારીઓ.

ગુજરાત પહેલીથી જ ભારત માટે આયાત-નિકાસનું એકમાત્ર ભૌગોલિક કેન્દ્ર બની રહ્યું હતું. એટલે ગુજરાતી પ્રજાએ પહેલીથી જ એમને ત્યાં કલાકાર આવે કે પછી વહેપારી, એ બધાની વ્યાપારિક નીતિનો જ ભોગ બન્યા છે. દરેક વ્યપારી તેની સાથે જે લાવતા એ એમના પ્રોડક્ટ જ હતા પણ તેઓ ક્યારેય કલાકારો સાથે લાવ્યાં જ નહીં. એટલે એક વ્યપારી આવી ને જે આપે એ જ લેવાનું હતું. અને પછી કદાચ એ ધીમે-ધીમે સ્વાભાવિક બનતું ગયું હશે. એ સમયે જે પણ વહેપારીઓ કચ્છ, પોરબંદર કે પછી સુરત જેવા બંદરો એ ધામા નાખતાં ત્યારે તેઓની પ્રાથમિકતા તેમની વસ્તુઓનો વ્યાપાર કરવાની જ રહેતી. ગુજરાતીઓની જવાબદારી એમની ખાતેરદારી, વ્યાપારીનીતિઓ સમજવામાં જ નીકળી જતી હશે અને લગભગ ગુજરાતી સારામાં સારા સેલ્સમેન કેમ હોય છે તેના કારણો પણ ત્યાંથી જ નીકળે છે. ગુજરાતીઓ વ્યાપારી તો હતાં જ પણ સાથે સાથે એક સારી કક્ષાના પબ્લિક રીલેશન પ્રવૃત્તિનાં જાણકાર પણ હતાં, જેનો આ બહારથી આવેલા વહેપારીઓ પોતાનો માલ-સામાન વહેંચવા કે ખરીદવા ભરપુર ઉપયોગ કરતા અને ગુજરાતીઓનું કાર્ય એમના એજન્ટ બની રહવાનું હતું. તેથી ખરી શરૂઆત અથવા ઉત્ક્રાંતિનાં સમયે જ ગુજરાતીઓની સમક્ષ જે પરિસ્થતિઓ આવી તેઓ સ્વાભાવિકપણે અપનાવતા રહ્યાં. અને એ વ્યાજબી હતું કારણકે તેનાં દ્વારા એમની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થતી હતી.

ઉપજાઉ જમીન, પાણી અને કારીગરી એમ દરેક પ્રકારના સંશાધનો ગુજરાત પ્રદેશમાં ઉપલબ્ધ જ રહ્યાં હતાં. હું માનું છું ત્યાં સુધી, પોતાને સ્વાભાવિક ભેટમાં મળેલી ભૌગોલિક સંપદાનો બની શકે એટલો ફાયદો પોતાનાં ભૂખ અને ડરનો સામનો કરવામાં ઉપયોગ કરવો એ એમની પ્રાથમિકતા બની ગઈ હશે. એટલે જ મોટાભાગનાં ગુજરાતીઓમાં હાલ પણ અર્થ જ પ્રાથમિકતા ધરાવે છે. કારણકે એમના DNAનું કોડીંગ અત્યારનું નથી પણ ત્યારના સમયનું રહ્યું હશે. માનીલો ને કે, એ પ્રાચીન સમયથી માંડીને સન ૧૯૫૦ સુધીનાં સમયમાં ગુજરાત પ્રદેશ ભારત માટે વ્યાપારી કેન્દ્ર રહ્યું હતું.

હવે અર્વાચીન / મોર્ડન સમયનો ઉદય થયો છે અને મુંબઈ, દિલ્લી, ચેન્નાઈ, કોલકાતા, જેવા સ્થળો ભૌગોલિક દ્રષ્ટિએ વ્યપાર માટે સોહામણા થયા પછી ત્યારબાદ ગુજરાતનું ચલણ ઓછું થયું છે.

હાલ ગુજરાતની પ્રજા હજુ એ જ પોતાના લેજન્ડરી મોડમાં જ જીવે છે. હજુ આપણાઓ ને એ જ તક ઝંખનાની તલપ લાગેલી રહે છે. તમને ખબર છે કે, એક વ્યાપારી હમેશાં વેપારની તક જ જોતો હોય છે. અને તકની રાહ જોવાની સંવેદનાઓ હોય છે એ એના સબ-કોન્સીયસ / અર્ધ જાગૃત મગજમાં ચોંટી ગયેલી છે. જે આવનાર દરેક પેઢીની સાથે એટલી જ ક્ષમતા ઓ  સાથે જન્મે છે. એટલે જ વ્યાપાર એ હજુ પણ ગુજરાતીઓનાં DNA માં છે. અને ત્યારબાદ, વસ્તુઓ, કળા કે પછી જે પણ હોય એ તેના માટે વ્યાપારિક દ્રષ્ટી કરતા વધારે મહત્વનું નથી.

પણ હવે મોર્ડન સમયમાં એવું નથી રહ્યું. હવે પ્રાચીન ગુજરાતની જવાબદારીઓ આખા દેશે ઉપાડી લીધી છે. એટલે ગુજરાતને હવે જઈને સમય મળ્યો છે કઇંક અલગ વિચારવાનો. તક ઘટતાં જ ગુજરાતીઓ એ ગુજરાતની ભાર જઈ જઈ ને તક ખોળવાનું શરુ કર્યું. એટલે જ આજે દુનિયામાં દરેક જગ્યા એ તમને એક ગુજરાતીતો જોવા મળશે જ. આ એ તકવાદી માનસિક અવસ્થાનું જ તો પરિણામ છે!

માણસ લાલચુ હોય એ સ્વાભાવિક છે. એટલે કર્મ અનુસાર લાલચ વ્યક્તિને રાજા બનવાં પર મજબુર કરે કે જેને ગુલામ જોઈએ. જો વ્યક્તિ કોઈ કારણોસર રાજા ન બની શકે તો એ વ્યાપારી બને અને પછી વ્યક્તિ જો વ્યાપારી પણ ન બની શકે તો એ કલાકાર / કારીગર બને. હવે જો એ પણ શક્ય ન થાય તો એ આખરે મજુરી કરે. બસ આ જ નિયમ છે અર્થ નો.. પોતાની આવડત અનુસાર વ્યક્તિઓ પોતાની લાલચ, ડર અને ભૂખ ને સંતોષવાના રસ્તાઓ ગોત્યા કરે છે.

હવે જ્યારે ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિ એ વ્યપારી કેન્દ્ર તરીકેની પ્રતિષ્ઠા ઝાંખી પડી ગઈ છે એટલે નક્કી આવનાર બે પેઢી પછી આપણે ત્યાં કલાકારી જોવા મળે તો નવાઈ નથી. હાલ સમય વિજ્ઞાન તરફ વળી રહ્યો છે પરંતુ સાહિત્ય. કળા, અને વિજ્ઞાન જો બધું જ સાથે ભળે ત્યારે જ વિજ્ઞાનમાં સંશોધન શક્ય છે અને ત્યારબાદ જ ઇનોવેશન્સ થાય છે. ફક્ત વિજ્ઞાનનાં જોરે આપણે ફક્ત કરીગર જ છીએ જેનો ફાયદો અમેરિકા, યુરોપ જેવા દેશો પોતાની કળાશક્તિને ઇનોવેશનમાં કન્વર્ટ કરવામાં ઉપયોગ કરે છે. જેનું પરિણામ સૌથી મોટું પરિણામ છે ગુગલ અને ઇન્ટેલ.

તો જ્યાં ફેરફાર શક્ય છે એ બધું જ આપણી સામે છે.

બસ એ જ.

- કમલ ભરખડા.

દોઢ લાખનાં જૂતાં!!

કસ્ટમ મેડ શૂઝ

પૂર્વ યુરોપમાં હંગેરી દેશની રાજધાની અને શહેર બુડાપેસ્ટ સ્થિત BESPOKE બેસ્પોક શૂઝ કંપનીની ટેગલાઈન ખૂબ જ કોન્ફિડેન્ટ છે.

તેઓ કહે છે કે, "જો એક વાર તમે બેસ્પોક પાસે આવશો તો ફરી ક્યારેય કોઈ શૂઝ બનાવવાવાળા પાસે નહીં જવું પડે!!!"

ભાઈ ભાઈ...

કસ્ટમ મેડ શૂઝ અને દુનિયાનાં સૌથી બહેતરીન શૂઝ બનાવનારાઓ બુડાપેસ્ટનાં જ છે..

એક જૂતાંની જોડી બનાવવા માટે તેઓને આશરે 15 દિવસનો સમય લાગે છે.

300 જેટલી પ્રક્રિયાઓ બાદ એક જોડી શુઝ બનીને તૈયાર  થાય છે.

જૂતાં બનાવનાર "કોબ્લર" COBBLER તરીકે ઓળખાય છે.

ઘોડાની ચામડીના જૂતાં સૌથી મજબૂત હોય છે. અને દરેક કસ્ટમ મેડ જૂતાં એ જ ચામડાના બને છે.

લગભગ 6 મહિનાનું વેઇટિંગ હોય છે જૂતાંના નવા ઓર્ડર માટે.

હવે આખરી સૌથી મજેદાર વાત. દરેક કસ્ટમ મેડ સૂઝની કિંમત દોઢ લાખ હોય છે મિનિમમ!

- કમલ

ગોખણપટ્ટી અને ભણતર?

સ્કૂલમાં ઉપયોગમાં લેવાયેલી તમામ આવડતો જીવનમાં કામ લાગે જ છે સિવાય કે ગોખણપટ્ટી. તેમ છતાં ખબર નથી પડતી કે ગોખણપટ્ટી ને જ કેમ મહત્વ આપવામાં આવે છે? શું એવી સિસ્ટમ ન હોવી જોઈએ કે જેમાં બાળકોને એવાં અઘરા પ્રશ્નો પૂછવામાં આવે કે જેને સમજવામાં જ એમની બુદ્ધિની કસોટી થઈ જાય. ત્યારબાદ એમને પ્રશ્નોના જવાબ ગમે તે સાહિત્યમાંથી લખવાની છૂટ. જેમકે અંગ્રેજી વિષયમાં પેસેજ પ્રશ્નોત્તરી.

આ તો જસ્ટ વિચાર છે. બાકી ગોખણપટ્ટી ક્યારેય કામ નથી લાગી. દરેક જગ્યાએ અનુભવ અને કન્સેપટ જ માંગ્યો છે..!

- કમલ

શિક્ષણ અને માનવીય સંવેદનશીલતા

બકો: મને હમણાં જ ખબર પડી કે સુનામી આવી હતી ત્યારે કોઈપણ પ્રકારના પ્રાણીઓને નુકશાની નહોતી થઈ! એવું કેમ? એમને કેવી રીતે ખબર પડી કે આવું કઇંક થવાનું છે?

ચકો: ખબર તો માણસોને પણ પડતી હતી..પણ હવે આપણે "ભણેલાં" જ છીએ અને એ એ પ્રાણીઓ અભણ પણ સવેદનશીલ.

સાચી વાત છે. આપણા આધુનિક ભણતરનાં પાયામાં જીવમાત્રને ભેટ સ્વરૂપે મળેલી અઢળક સ્પંદન શકિત, સવેદનશીલતા અને કુદરત સાથેની ગાંઠને આપણે ગુમાવી બેસ્યા છીએ. જે પહેલા ન હતું... ભારતીય ઉપખંડનાં રહીશોમાં એ આવડતો હતી. અને એજ આપણી શિક્ષણ વ્યવસ્થા હતી.

પણ આ કારણ વગરની દુનિયાની કોમ્પીટીશનનો આંધળો ભાગ બની રહેવા માટે આપણે આ બધી ભેટોને દાનમાં આપી દીધી. અને મેળવ્યું શું? કંટોલા! હમેશાં બે સ્ટેપ પાછળ રહેવાનું પસંદ કરી લીધું..... હજુએ જંગલોમાં અને અંતરિયાળ ગામડાઓમાં બાળકોને આ રીતે શિક્ષિત કરવામાં આવે છે. પણ આવતા સમયે એ પણ નામશેષ રહી જશે.

કલાકૃતિ, કારીગરી, વિજ્ઞાનને ફળવા માટે ની તમામ ભૌગોલિક સંશાધનો ભારતમાં મોજુદ હતા અને છે. આવતા સમયમાં એ શિક્ષણ વ્યવસ્થાની માંગ ખુબ જ વધશે જે મૂળ જરૂરિયાતો પર નું શિક્ષણ આપે. જેમકે, ખેતી, પાણીનાં સ્ત્રોત, સૂર્ય ઉર્જાનો મહતમ ઉપયોગ, કાચા અન્નને સાચવવાની કળાઓ, ઔષધિઓ વગેરે વગેરે...

- કમલ ભરખડા.


હોંશિયારી કે લુચ્ચાઈ?

બકા ને તેની કમ્પનીમાંથી એક પ્રોજેક્ટની ફાઈલ્સ પૂરી કરવાની જવાબદારી માથે આવી. ફાઈલ મોટી હતી અને કામ પણ ઘણું હતું. પરંતુ આટલી બધી મહેનત કરવી ઈ આ આળસુડાનું કામ નહીં. એટલે એણે થર્ડપાર્ટી/પ્રોફેશનલ્સ પાસેથી કામ પતાવવાનું વિચાર્યું. આગળના દિવસે એ લાગતાવળગતા પ્રોફેશનલ્સ એ મળ્યો પણ કામ અઘરું અને મોટું હતું એટલે બધાએ કામની કિંમત ઘણી વધારે કીધી. એટલો તો બકાનો પગારે પણ નહતો!

પણ બકો કનીમોઝીનો પણ બાપ નીકળ્યો. એણે ફેસબુકનાં એક ગ્રુપમાં એવું પોસ્ટ કર્યું કે, "ફલાણા ફલાણા પ્રોજેક્ટ બાબતે મોટું કામ છે. જેને જેને કામ કરવાની ઈચ્છા હોય એ મને પર્સનલ મેસેજ કરે!"

લગભગ ૩૦ એક લોકો એ મેસેજ કર્યો અને પછી બકા એ એમણે કહ્યું કે, "આ કામ થોડું અઘરું છે. મારે તમારી આવડત જોવી છે. એટલે હું તમને એક ટેસ્ટીંગ ફાઈલ મોકલું છું. એ પૂરી કરો એટલે પ્રોજેક્ટ તમારો"

ત્રીસે ત્રીસ લોકો બ્કાની વાત થી સહમત થયા .... અને પછી એણે ખાલી એક જ કામ કર્યું,

પ્રોજેક્ટ નાં સરખે સરખા ત્રીસ ભાગ પાડી નાખ્યાં!! અને દરેક ને ટેસ્ટીંગ ફાઈલનાં નામ સાથે મોકલી આપ્યાં.

લગભગ ૨૪ કલાક પછી દરેક ફાઈલો બકાના ઈનબોક્સમાં હતી.

પૂર્ણવિરામ

- કમલ

બ્રહ્મજ્ઞાન


कुछ ही दिन पहलें की बात है| में बम्बई से अहमदाबाद की और ट्रेन से सफ़र कर रहा था और बारिश का मौसम था, इसीलिए खिड़की के बाहर का नज़ारा काफी खुशनुमा और आह्लादक था| मानो के गलती से इश्वर के हाथो से हरा रंग गीर गया और धरती पर आके फ़ैल गया हो! बस कुछ वैसा ही नजारा था| वृक्षों और वन जिस तरह दर्शन दे रहे थे की मानो उनके वहां दीवाली न हो! हरे नए कपड़ो में काफी सुंदर और घटिले लग रहे थे| में धीरे धीरे ध्यान में डूब रहा था! तभी मुझे एकाएक ख्याल आया की शायद मेरी ही नजर न लग जाए |

इसी खयालों में सूरत स्टेशन आ गया | मैंने एक बिक्रिवाले से पानी की बोटल ली और पांचसो का नोट थमाया...पर बिक्रिवाले के पास छुट्टे नहीं थे तो सुरत से ही सफर की शुरुआत करने वाले और मेरे बाजू की सिट में बैठे एक अपिरिचित व्यक्ति ने अपने जेब से बीस रूपये का नोट निकला और बिक्रिवाले भाई को दे दिया! मैंने भी कोई आनाकानी नहीं की! शायद् यह मेरा व्यवहार उनको भी काफी पसंद आया, फिर उनका शुक्रियादा करके मैंने कहा की,  “में आपके २० रूपये अभी छुट्टे करवा के दे देता हू”, फिर उन्होंने भी कोई ज्यादा बात नहीं की और “कोई बात नहीं!” जैसा व्यवहारु उत्तर देकर अपनी पहचान करवाई|

यह घटना कुछ १० मिनिट की थी पर मेरा मन तो अभीभी खिड़की के बाहर ही था | धन्यवाद संबोधित करकें में फिरसे खिड़की के बाहर का आनंद लेने लगा | पर बाजु में बैठे भाई कुछ ज्यादा ही महात्मा मालुम हुए! में खिड़की बहार देख रहा था और तभी उन्होंने कहाँ की........આગળ નું વાંચવા ક્લિક કરો નીચે આપેલી લીંક ઉપર.... આભાર.

અહિયાં ક્લિક કરો આગનું વાંચવા માટે

તક જ ક્યાં છે?

"તક ક્યાં છે જ? એટલે જ તો પીએચડી ની પદવી ધરાવનાર પટ્ટાવાળાની જોબ માટે અરજી કરે છે"

- એક મિત્ર

મારું એમને કહેવું છે કે, પીએચડી ની પદવી ધરાવનાર વ્યક્તિ ને તકની જરૂર છે? શું તેઓ તક ઉભી ન કરી શકે? અને એમને સમય જ એટલે આપવામાં આવ્યો હોય છે કે જેનાથી તેઓ દેશના અન્ય યુવાનો માટે તકો ઉભી કરી શકે  અને પોતે પણ પોતાના રિસર્ચનો ભાગ બને. જેથી ઉન્નતિ દરેક દિશામાં આગળ વધે.

સવાલ શિક્ષણ વ્યવસ્થાનો નથી પણ શિક્ષિત થયેલી વ્યક્તિની અંદર બેઠેલાં વ્યક્તિની દાનતનો છે. ગાંધીજી, આંબેડકરજી, સરદાર પટેલ અને એમના અનેક સાથીઓ પોતાની કારકિર્દીમાં યોગ્ય રીતે જ આગળ વધી રહ્યાં હતાં. તેઓ તમામ શરૂઆતમાં એકલા જ હતાં. તો આ પીએચડી વાળા મૂર્ખાઓ કે જેમણે અરજી મૂકી છે એ લોકોને સેજ પણ વિચાર નહીં આવ્યો હોય કે એ લોકો શુ કરવાં જઈ રહ્યા છે?

શબ્દો બદલ માફી પણ, કોઈપણ શિક્ષિત વ્યક્તિની જવાબદારીઓ પોતાની દાળરોટી સુધીની નથી.

- કમલ

બે જ રસ્તા છે

બે જ રસ્તા છે.

જન્મો, કર્મ કરો અને મૃત્યુ
જન્મો, પ્રેમ કરો અને અમર થઈ જાઓ

અહીં પ્રેમનો અર્થ ઊંડાણમાં છે. આ દુનિયામાં જે જે વ્યક્તિઓ એમના મૃત્યુ બાદ પણ હજી જીવે છે તેઓ અમર છે. તેઓને નક્કી કોઈ પણ વ્યક્તિ, દેશ, વસ્તુ પ્રત્યે એટલી અદમ્ય ભાવના સાથે કર્મ કર્યું હશે કે તેઓ અમરત્વ પામી ગયાં. અને એમની ચાહમાં કરોડો લોકોની તકલીફોનું સમાધાન મળ્યું છે.

- કમલ

વિચાર પણ તારો જ છે!

એક યુવાને માણસની બનાવેલી તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો પણ જ્યારે એમને ખબર પડી કે તેઓ પણ માણસનું જ સ્વરૂપ છે તેઓએ એ પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમનાથી એ થયું નહીં. તેઓ એમના ગુરુ પાસે ગયાં અને પ્રશ્ન કર્યો અને એમના ગુરુ એ કીધું કે,

"તારે જે કરવું હોય એ કર અને આ વિચારનો પણ ત્યાગ કારણકે એ ય તે જ બનાવેલો છે..."  ;)

પૂર્ણવિરામ

કમલ

ગુમાન / અભિમાન રાખવું કેટલું ઘાતક સાબિત થઇ શકે!

yahoo.com જે રીતે પોતાની શાખ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે એ જોઇને ખ્યાલ આવે કે ગુમાન / અભિમાન રાખવું કેટલું ઘાતક સાબિત થઇ શકે.

એક સમય હતો કે, yahoosearch એટલે ત્યારનું ગુગલ હતું અને ઈમેઈલ માટે શબ્દ "યાહુ" વપરાતો. મને યાદ છે કે, અમે કોલેજ માં એમ જ કહેતા કે, ભાઈ યાહુ કરી દેજે જે ડીટેઇલ હોય એ. પછી ગુગલ આવ્યું ને કેટલીયે કંપનીઓ તહેશ નહેશ થઇ ગઈ.

ભાંગી પડેલી કમ્પનીઓનું લિસ્ટ. rediff.com, sify.com, orkut.com અને ઘણી.

ઇનોવેશન કરતા જ રહેવું પડે છે. એ પછી પ્રોડક્ટ હોય કે પછી પોલીસી.

આજે ભૂલથી yahoo search પર આંટો માર્યો તો...ચિત્ર ઘણું બદલાઈ ગયું છે પણ ત્યારનો સાઈબર કાફેનો સમય યાદ આવી ગયો. લોલ.

ત્યારે એમ લાગતું કે, બોસ...સાઈબર કાફે જેવો ધંધો જ નહીં...ક્યારેય સીટ ખાલી જ ન મળે! હવે ઈ સાઈબર કાફે વાળા જ્યાં હતા ત્યાં કરીયાણાની દુકાન છે. 🙄😶

પૂર્ણવિરામ

- કમલ

Mastering the Farming?

Raw Food will remain the most demanding things of the world till the last human being alive! (Grain, Vegetables, Nuts, Pulses etc..)

USA is mastering everything apart from raw food.

China is mastering in mechanical engineering

Europe is mastering the Corporate culture, strategies, and theoretical Science.

Japan is mastering the Artificial Intelligence

Izrael is mastering by creating the efficient from the inefficient.

Russia is mastering Politics

South Koria is mastering the medical and internet bandwidth

The Middle East is mastering the trading

Africa is mastering the Lower production cost against the higher production of any material thing.

Canada is mastering the Human Resource.

Australia is mastering to become The USA

The North Pole and South pole countries are mastering the dairy products and meat supply.

South East Asians are mastering to become a china.

But nobody is specifically mastering the Most Demanding commodity of the world and that is RAW FOOD
Yes, Every country is producing those foods up to in-house supply capacity and if a country like the USA is producing something extra is just because it's valuable. nothing else. Otherwise, the USA itself is the big junkie.

Technically, India has everything which can produce any kind of RAW FOOS which world required. We are still the country of farmers because we have those rich resources like environment, water, soil etc.

We should try to increase the focus towards higher production of RAW FOODS. we should try to produce such a RAW FOODS which are very highly demandable across the globe but it's just a limited to the geographical issues. Indian Continents have each type of soil and phases... which can cultivate any type of crop.

We really want to think about this. Let's do the Ph.D. in Farming. Let's make the Farming more respectable job. Let's turn our next generation towards the managed farming business. Let's find the way to grow things without land. there are many things left to explore in the specific area. 

I have many things to say on this. but this is not the platform to discuss all. I need this to be on the real plot.

Let's just do. Please share this.

- Kamal Bharakhda









બાળક ને માસ્ટર બનાવવા પર ધય્ન આપીએ નહીં કે તેની માર્ક્સ પર તોલીએ.

શિક્ષણ પર શું વાત કહી છે સાલ ખાન એ. સાલ ખાન એટલે "ખાન એકેડમીનો ઘડનાર". જે વિશ્વભરમાં ઓળખાય છે એમની પોતાની એક શિક્ષણ પધ્ધતીના લીધે.

તેઓ નું કહેવું છે કે, જ્યાં સુધી તમે કોઈ એક વસ્તુ પર મહારત ન મેળવો ત્યાં સુધી એજ વિષયનો એડવાન્સ પોઈન્ટ તમને સમજાશે જ કઈ રીતે?

એમણે ખુબ સારો દાખલો આપ્યો કે, માની લો કે તમારી જમીન છે અને તમારે ત્યાં રહેવા માટે 3 માળનું મકાન બનાવવું છે. હવે તમે કોન્ટ્રકટર ને બોલાવ્યાં અને એમને કહ્યું કે, તમારે આ ફાઉન્ડેશનનું કામ ૨ અઠવાડિયામાં જ પૂરું કરવાનું છે. અને બે અઠવાડિયા પછી તમે એક એન્જીનીયરને સાથે લઈને જોવા આવો છો કે કેટલું કામ પત્યું છે. અને એન્જીનીયર જોઇને કહે છે કે, હજી કોન્ક્રીટ સુકાણી નથી. અને કામ ફક્ત ૮૦% જ પૂરું થયું છે. ચાલો વાંધો નહીં તમે પાસ થઇ ગયા છો અને પહેલો માળ બનાવવાનું શરુ કરી દો. આમ આ રીતે બીજો અને ત્રીજો માલ વ્બ્નાવી દિધો...પણ ફાઉન્ડેશન તો હજુ બરાબર હતું જ નહીં. આખરે 3 માળની બિલ્ડીંગ ધ્વસ્ત થાય છે.


આવું જ થાય છે દરેક બાળકના જીવનમાં. જયારે એને કઇંક શીખવાડવામાં આવે ત્યારે તેની બુદ્ધિમત્તા પ્રમાણે એ ગ્રહણ કરે છે. અને એ જ્યાં સુધી સંપૂર્ણ ન થયા ત્યાં સુધી એ એનાથી આગળ નું ભણતર પચાવી જ નાં શકે. અને આ અધુરી શિક્ષણ થી પછી થાય એમ કે, એને શિક્ષણ પ્રત્યે અણગમો ઉભો થતો જાય છે. અને આખરે એ બાળક ને કેમ્સ્ત્રી, ગણિત, એકાઉન્ટ, ઇકોનોમિકસ, ફીજીક્સ, જેવા વિષયોમાં રસ હોય તો પણ તેમાં આગળ વધી શકતો નથી. આવું જ થાય છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલા જયારે મોર્ડન ભણતરનો પાયો નંખાયો ત્યારે દરેક વિદ્યાર્થી ને અલગ અલગ ભણતર પહોંચાડવું અઘરું હતું. કારણકે ટુલ્સ જ ન હતા. પણ હવે એવું નથી. તમે દરેક વિધાર્થી ને એવા ટુલ્સ આપી શકો છો જેમાં તેઓ ન સમજી શકેલા કન્સેપ્ટ ને ફરીથી સમજી શકે છે. અને શિક્ષક ને એની પાછળ પણ રહેવાની જરૂર નથી. બસ એને ત્યાં સુધી પહોંચાડવાની જરૂર છે.

અને જગતમાં માસ્ટરીની જ જરૂર છે. એ પણ યાદ રાખવું જરૂરી છે.

- કમલ ભરખડા

https://www.youtube.com/watch?v=-MTRxRO5SRA

કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ.

કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ.


કુદરત ને સાથે રાખીને ચાલતું આવતું જ્ઞાન હવે આપણા નવી પેઢીના ભારતીયો માટે મિથ્યા સમાન છે. તેને રૂઢી અને જુના રીતી રિવાજોમાં સામેલ કરીને જીવનનિર્વાહની પદ્ધતિમાંથી બાકાત કરી નાખવામાં આવી રહ્યું છે. આપણે ભારતીયો દરેક કાર્યમાં કુદરતની ક્ષમતાઓને અને તેમની હાજરી ને હમેશાં સાથે રાખતા આવ્યા છીએ. આપણા કલ્ચરમાં એ પહેલેથી હતું. હવે કદાચ એ જોવા નહીં મળે.


પરંતુ... જાપાનીઝ વાનગી "સોબા" એ ખુબ જ પ્રચલિત વાનગી છે. સોબા એટલે એક પ્રકારના નુડલ્સ. લગભગ આપણે ત્યાં જે લોટથી રોટલી બને છે એજ લોટના ઉપયોગથી તેઓ ફ્રેશ અને વગર કોઈ કેમિકલ નાખે, ફક્ત લોટ અને પાણીની સાથે કડક લોટ બાંધે છે. અને તેને ત્યારબાદ એક છરીથી પતલા લાંબા એમ નુડલ્સ શેપમાં કટિંગ કરી દેવામાં આવે છે.


હવે જાપાનમાં સોબા નુડલ્સ બનાવનાર લોકોનું મહત્વ ખુબ વધારે હોય છે. તેઓ ને ત્યાં એ બનાવવા માટે કોમ્પીટીશન થાય છે. અને તેઓ એ કોમ્પીટીશનમાં જીતનાર ને વર્લ્ડ સોબા માસ્ટરની ઉપાધી આપે છે.


એવા જ એક વર્લ્ડ સોબા માસ્ટરનો મેં એક વિડીયો જોયો...એણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ વગર નીતિ નિયમોને ધ્યાનમાં રાખી, આ સોબા બનાવી ન શકે. સૌપ્રથમ જયારે તમે લોટમાં પાણી નાખી ગૂંથવાનું શરુ કરો ત્યારે તમારે જમીન સાથે જોડાયેલા રહેવું પડે. જેથી જમીનની ઉર્જા તમને મળતી રહે. ઉપરાંત, ગૂંથતી વખતે પ્રથમ તમારે તેને જવાળામુખી માંથી રસ નીકળતો હોય એ રીતે ઉછાળવાનું. પછી સમુદ્રની લહેરો જેમ એક બીજા સાથે ભટકાય એ એ રીતે ગૂંથવાનું. અને અંતમાં સૂર્ય જેવો આકાર આપવો.


મારો ધ્યાન એ વાનગીની કરામત ઉપર તો હતું જ પણ, તેઓ એને જે રીતે કુદરતી પરિબળો સાથે સરખાવીને રૂપ આપતા હતા એ પણ મને મહત્વનું લાગ્યું. મને તમને દરેક ને ખબર છે કે, આ ફક્ત એક પ્રેક્ટીસનો સવાલ છે. પણ ફક્ત પ્રેક્ટીસથી આ કુશળતા હાંસલ થાય એ જરૂરી નથી. કુશળતા હાંસલ થાય છે પ્રોસેસમાં ભળતા તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને બનાવવાથી.


આપણે હજુ સુધી આપણા રસોડાને આપણે સૌથી મહત્વનું સ્થાન આપતા આવ્યા છીએ. આપણે ત્યાં પણ આવા જ નિયમો હતા વાનગી બનાવતી વખતે. જયારે અથાણાં બને ત્યારે કોઈની નજર નાં લાગે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. આ બધું એક રીતે અતિશયોક્તિ લાગે પણ.. તમે જે બનાવી રહ્યા છો એ એટલી જ કુદરતી અને સવેદનશીલ છે એ સમજવું પણ એક વિશેષતા છે. તેનાથી એ વાનગીને એક વિશિષ્ટ ઓળખાણ મળે છે અને તેમાં સંસ્કાર આવે છે તેના બનાવનાર નાં. કુદરત બધી રીતે આપણી તમામ બાબતોમાં જોડાયેલી છે. આપણે ધીમે ધીમે આવતા નવા મોર્ડન ભણતર નાં હિસાબે આપણી સંવેદનશીલતા ને ગુમાવી રહ્યા છીએ. હાલ પણ ભારતમાં દક્ષીણભારતે પોતાની રૂઢીને અમુક ક્ષેત્રોમાં કડક થઇ ને જાળવી રાખી છે. પરંતુ, આ બધા પરિબળોનું જ પરિણામ હતું કે, આપણે ઘણા એવા વિષયો પર ગ્રંથો અને રીસર્ચ કરી શક્ય છીએ પ્રાચીન કાળમાં. કુદરત તરફ વળ્યા સીવાય ખોજનો કોઈ મતલબ નથી. આખરે ત્યાં જ આવી ને અટકવાનું છે. તો પછી એને બાકાત શુ કામ કરીએ?


આ બધી વાતો હાલની પેઢીને સમજાય એમ નથી. પણ, આટલું મારે કહેવું જરૂરી હતું એટલે કહ્યું.


- કમલ ભરખડા



Truth of Life!

તળેટી પર મોટી દેખાતી વસ્તુ જોઈ ને જે આકર્ષણ થાય એ જ્ઞાન છે.
ગીરનાર ચડી જઈએ અને તળેટીનું બધું શુક્ષ્મ દેખાય એ સત્ય છે. અને ફરી તળેટી પર આવીને દરેક આકર્ષણની પાછળ રહેલા તમારા સત્ય ને ગીરનાર ઉપરથી જોઈલા સત્ય સાથે સરખાવો એ આધ્યાત્મ છે. અને એજ સાચી સમજણ છે.

- કમલ ભરખડા

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ

એક વ્યક્તિ માટે અત્યારે રમજાન મહિનો ચાલે છે.
બીજા માટે પરષોત્તમ મહિનો ચાલે છે.
અને બધાં માટે ધગધગતી ગરમીથી ભરેલો મે મહિનો પણ ચાલે જ છે.

આ ચાલુ મહિનામાં પડતી પુષ્કળ પ્રમાણમાં ગરમીને લીધે લોકોના રોજીંદા જીવનમાં કોઈ ખલેલ ન પહોંચે એટલે કદાચ આ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થઈ હશે.

આખો મહિનો ઉપવાસ કરીએ અને તેનાથી પડતી તકલીફો, ગરમી પડવાથી કઈંક વધારે જ હોઈ શકે. એટલે જ આ ઉપવાસની વ્યવસ્થા હજુયે કામ લાગે છે.

હવે આ આખા સીનારીયોને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે સમજીએ તો ખ્યાલ આવે કે, સદીઓથી ચાલતી આવતી આ પ્રથાઓ ખરેખર મનોવૈજ્ઞાનિક છે. પરિસ્થિતિ મુજબ અને ત્યારનાં સમયમાં મોજુદ શંસાધનો ને ધ્યાનમાં રાખીને રિતી રિવાજો બન્યાં હોવા જોઈએ. ઉપવાસ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક ભ્રમ ઉભો કરે છે. જે વાસ્તવિક પરિસ્થિતિનું કદ શૂન્ય કરી નાખે છે. અને ઉભી થયેલી કૃત્રિમ અવસ્થા પર વધારે ધ્યાન દોરવવા મજબૂર કરે છે. છે ને સ્માર્ટ મુવ.

પણ જો ત્યારે ગરમીથી બચવાના શંસાધનો મોજુદ હોત તો કદાચ આ પ્રકારની વિધિઓમાં થોડા ફેરફાર થયા જ હોત. ગરમી તો ફક્ત એક પરિબળ છે. એવાં તો ઘણાય પરિબળો ને ધ્યાનમાં રાખીને રિવાજો બન્યા હોવા જોઈએ.

મૂળે, દરેક રીતરિવાજોનું વૈજ્ઞાનિક પૃથક્કરણ થવું જરૂરી છે. તો જ આ પેઢીને એનું મહત્વ સમજાશે. અને તો જ નકામી રિતી રિવાજો પર બ્રેક લાગશે.

આખરે તમામ પ્રથાઓનું મૂળ ધ્યેય સમૃધ્ધ સામાજિક વ્યવસથા જ હતું.

- કમલ ભરખડા

જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી

ઈશા ફાઉન્ડેશન, તમિલનાડુ સ્થિત, સદગુરુએ નિંદ્રા ઉપર ખુબ જ આંખ ઉઘાડનારી ચર્ચા કરી હતી.

એમણે કહ્યું કે, "જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી.

ફક્ત "આરામ" કરવો જ અનિવાર્ય છે. એમણે આગળ જણાવ્યું કે,

જો તમે મેરેથોન માં ભાગતા હો તો જો કલાકની દોડ પછી જો ઉભું રહેવાની ઈચ્છા થાય તો એ આરામ છે.

જો લાંબો સમય ઉભા રહ્યા હોવ અને બેસવાની તક મળે અને તમને બેસ્યા પછી જે આનંદ આવે એ આરામ છે.

તમે લાંબો સમય ડેસ્ક પર બેસ્યા હોવ અને સેજ સુવાની ઈચ્છા થાય તો એ આરામ છે.

નિંદ્રા એ આરામનો એક પ્રકાર છે. બીજું કશુંજ નહીં.

- સદગુરુ

આવી જ રીતે, શરીરને નાહકનાં વિચારો અને આદર્શોથી ભરી લેવાની જરૂર નથી. કોઈપણ નિયમ પાછળ નાં તથ્યની ખોજ થવી જરૂરી છે. અને એજ તો છે સત્યની શોધ. એટલે કે ઈશ્વરની શોધ.

કદાચ આ પ્રકારના અન્ય તથ્યોનાં અંતરિયાળ સત્ય જાણ્યા બાદ જ હાલની કોઈપણ વ્યવસ્થાનું મૂળ નજરે ચડે છે. અને જયારે વ્યવસ્થાનાં બંધારણ પાછળનું સત્ય જાણવા મળે ત્યારે બે ઘટના ઘટે છે.

૧. અન્યાય સામે આક્રોશ
૨. વ્યવસ્થા રૂપી સંતોષ.

એ બંને ગતિ કરાવે છે. કદાચ ત્યારે જ કહેવાતું હશે કે સત્યની શોધ સંપૂર્ણ થઇ. અથવા મોક્ષ પ્રાપ્તિ થઇ. આખરે જીવનના આ જ તો સત્યો ને જાણીપીછાણી રમત આટોપી લેવું એજ તો છે મોક્ષ!

- કમલ

એસી, હીટર, એ શું શરીરની જરૂરીયાત છે કે...?

એસી, હીટર, એ શું શરીરની જરૂરીયાત છે કે...?

ફક્ત માણસ જ નહીં પણ આ દુનિયાનાં કોઈપણ જીવ, જેઓ જીવિત છે, તેઓ દુનિયાનાં કોઈપણ પ્રકારના તાપમાનનાં ફરકને સહન કરી શકે એટલી સખ્ત આંતરિક રચના ધરાવે છે.

પરંતુ અહીં થોડી કાળજી રાખવી પડે.

દુનિયાના ઉત્તર ગોળાર્ધમાં, સાઈબેરિયા પ્રદેશમાં કાતિલ ઠંડી સામે લોકો જીવે જ છે જયારે સેન્ટ્રલ આફ્રિકામાં ઇવન ૫૫ ડીગ્રી સેલ્સીયસ સાથે લોકો સહન કરે છે. પણ અહીં ખરેખર સમજવાનું એ આવે છે કે, આ બધી પરિસ્થતિઓમાં માણસ(જીવ) ઘડાય ગયો છે. તેઓ આ પ્રકારની પરિસ્થતિ હજારો વર્ષોથી સહન કરતા આવ્યા છે એટલે જ આ સહન કરી શકે છે.

એટલે ટેકનીકલી, કોઈપણ તાપમાનમાં ધીરે ધીરે થતો વધારો-ઘટાડો આપણે સહન કરી શકીએ. પણ એક જ સાથે ટૂંકા ગાળામાં આવતો ફેરફાર આપનું શરીર વધારે સમય સુધી હેન્ડલ નથી કરી શકતું. કારણકે, શરીરની અંદર કાર્યરત મશીનરીને પ્રક્રિયા કરવામાં લાગતો સમય તો અચલ જ છે.

આપણે ત્યાં ભારતમાં, વાતાવરણ બદલાતા બદલાતા ૪ મહિના લાગે છે. જેની સાથે સાથે આપણા શરીર ને પણ સમય મળી રહે છે.

હવે ગરમીમાં તાત્કાલિક ઠંડીની જરૂરીયાત અને ઠંડીમાં તાત્કાલિક ગરમીની જરૂરીયાત એ શરીરનો ખોરાક નથી પરંતુ આપણા દિમાગનો ખોરાક છે.

આપણે એસી ચાલુ કરીને આપણા શરીર ને સંતોષ નથી આપતા પણ આપણા દિમાગને આપણે કાબુમાં લીએ છીએ.

જો આપણે આપણા દિમાગી પ્રક્રિયાઓને કાબુમાં લઇ શકીએ તો દરેક વસ્તુ સંભવ છે.

શરીરની આંતરિક મશીનરીનું જ્ઞાન જ ભારતની દેન છે. અને આપણે સદીઓથી આ વિષયો પર કાર્ય કર્યું છે. પણ હાલની એજયુકેશન સીસ્ટમમાં આ આંતરિક જ્ઞાનનો કોઈ સ્કોપ જ નથી.

સાચું જ્ઞાન જ એ છે કે, આપણે કોઈપણ પરિસ્થતિ સામે દિમાગને તૈયાર કરી શકીએ.

- કમલ

સૌથી અઘરું કાર્ય

સૌથી અઘરું કાર્ય:
"પોતાનો સ્વભાવ પોતાનામાં પર જ થોપવો."

સૌથી સહેલું કાર્ય:
"પોતાનો સ્વભાવ બીજા પર થોપવો."

- કમલ

અમને શું મળશે?

"ઘણાં સમયે ફરીથી રંગ લાગશે.... અને ઘણાં સમયે મહેફિલ ફરી મળશે...
આતો સમજ્યા કે ઘણું આવશે પણ આટલાં સમયથી કેટલુંય રહી ગયું એનું શું મળશે? "

- કમલ

સૌથી મોટી બીમારી કઈ?

ચકો: બકા આ દુનિયાનું સૌથી મોટું રિપેર મેઈન્ટેનન્સ વર્ક કયું ?

બકો: વાહનનોનું...

ચકો: ખોટું... ચિકત્સા અથવા હોસ્પિટલ

બકો: અચ્છા મને એમ કહે કે, માણસોમાં સૌથી મોટી બીમારી કઈ?

ચકો: જવાબ આપવાની અથવા ન આપવાની જગ્યાએ સાચા પ્રશ્નની સામે ખોટા પ્રશ્ન કરવાની આદત આ દુનિયાની સૌથી મોટી બીમારી.

બકો: હેં?

ચકો: ખોટો પ્રશ્ન...

પૂર્ણવિરામ

- કમલ ભરખડા




બોવ મોટાં માથાની પાછળ ચાલવું નહીં

બોવ મોટાં માથાની પાછળ ચાલવું નહીં.. નકર પડી જવાય. :D

આજે જ એકટીવા લઈને મીરારોડ સ્ટેશન જતો હતો. વચ્ચે ટ્રાફિક નડ્યો. પણ મારી આગળ એક ફોરવ્હીલ ગાડી, હોન્ડા સીટી હતી. એ બાપુ મને કાઠીયાવાડી લાગ્યો. કારણકે, એણે લાઈન તોડીને સાઈડમાંથી એવો રસ્તો કાઢ્યો મારો હાળાએ કે, એક બાજુ આખું ટ્રાફિક અને એક બાજુ અમે બે જણાં

મેં તો ચલાવી રાખી. પણ હું અંધશ્રદ્ધા સાથે એની પાછળ પાછળ ચાલતો રહ્યો. મને એકાએક વિચાર આવ્યો કે, બંદાને ખુદા મળી જાય એટલે કદાચ આવી રીતે જ દરેક સમસ્યાના રસ્તા મળી જતાં હશે.


પણ, નશીબમાં મોટો ખાડો હતો. એ તો બાપુ હોન્ડા સીટી વાળો મોટાં માથાં વાળો હતો અને ખમી જાય એમ હતો એટલે એણે તો આવેલા ખાડાને ચારેય પૈડા વચ્ચેથી સોંસરવો કાઢી નાખ્યો... પણ વધ્યો છેલ્લે હું. અને ગયો સીધો ખાડામાં.

પણ સમયસુચકતા અને ત્વરિત જાગૃતિનાં પ્રતાપે મેં ખાડામાં પડતી ગાડી અને કમલ એમ બંને ને બચાવી લીધા.

છેલ્લે છેલ્લે

લાલચ અને અંધશ્રદ્ધાનો આ મોટો દાખલો મને એ સમયે મળી ચુક્યો હતો. અને એ પણ સમજી ગયો હતો કે, ગમે તેવા મોટાની સાથે ચલાય પણ બાપુ પાછળ નઈ

- કમલ ભરખડા

સોનું અને પથરો

સોનું અને પથરો બંને પાક્કા દોસ્તાર.

બેય સાથે ભણ્યા અને સાથે ગણ્યા. ઘડતર સાબિત કરવાનો સમય આવ્યો ત્યારે સોનું બધાંને ગમી ગયો. પણ પથરા ને કોઈ પૂછવા પણ ન આવ્યું!

ઘણાં વર્ષો બાદ સોનું પથરાને મળ્યો,

સોનું બોલ્યો, " કેમ ભાઈ, પથરા, કેમ તે તારાં આવા હાલ કરી દીધાં છે? "

પથ્થર બોલ્યો, " બસ, જો ચાલ્યાં કરે છે. તું કે!"

સોનું, " અરે પણ, થોડી વધારે મહેનત કરી હોત તો તું આજે ક્યાંય હોત "

પથરો બોલ્યો, "હા વાત તો સાચી છે તારી. પણ મહેનત તો આપણે બંને એ સાથે જ કરી તી. ઠીક છે હવે, જેવી ઠાકોરજી ની મરજી"

સોનું, " આમાં ઠાકોરજી શું કરવાના છે. સારા કુળમાં ને સારા વ્યક્તિઓ વચ્ચે જન્મ લેવો પડે..... ત્યારે આ સન્માન અને સહુલીયત મળે...!"

પથરો ને આ વાત લાગી આવી. એણે મહેનત ચાલુ કરી અને જળહળતો હીરો બન્યો. ત્યાર બાદ ઈતિહાસ બદલાઈ ગયો.

વાર્તા પૂરી.

પૂર્ણવિરામ

- કમલ ભરખડા

પ્રેમ કેવો હોય છે?

બકો: ચકા પ્રેમ કેવો હોય છે? 😍

ચકો: એર ફ્રેશનર જેવો. એ હોય ત્યારે વાતાવરણસુગંધી જ લાગે. એ નીકળે એટલે ગંદવાડ સામે આવે 😏

બકો: બે યાર.... એર ફ્રેશનર પછી બોલવું જરૂરી હતું? 😡🤬

પૂર્ણવિરામ

કોને જાવું છે?

"બેનનું કામ કરો ને પાસ થઇ જાઓ."

આજે મમ્મી સાથે બેઠો હતો. એમણે જૂની યાદોનાં ચોપડા બહાર કાઢયાં તા. એક પત્તે આવીને ઉભા રહ્યા. જ્યાં એમણે વાત કરી નાની કક્ષાનાં ભ્રષ્ટાચારની જયારે તેઓ સાવરકુંડલામાં કન્યાશાળામાં ભણતા હતા.

એમણે કહ્યું કે,

ત્યારે શિક્ષકો ક્લાસ લેવા આવે એટલે એટલું જ બોલે કે, "કોને જાવું છે?" એટલે અડધો ક્લાસ હાથ ઉંચો કરે ને વાર ફરતી વારા કાઢે શિક્ષકો. પણ જવાનું ક્યાં?

એમના ઘરનું કામ કરવા. વાસણ, પોતા અને ઘરની સાફસફાઈ કરવી ને બેન એમને એ વિષયમાં પાસ કરી દેતાં.

જોરદાર. :D


ગ્રેવી

ગ્રેવી કોઈપણ શાકમાં એક પ્રકારની ગ્લોબલ સુવાસ લઇ આવે છે. ગ્લોબલ સુવાસ એટલે કે, કોઈપણ મેઈન કોર્ષ વ્યંજનો ગ્રેવી અથવા રસ્સા વગર નથી બનતા.

Related image



દુનિયાનો કોઈપણ વ્યક્તિ ગ્રેવી સાથે ભળેલી વસ્તુને આરામથી ગ્રહણ કરી શકે છે. કારણકે, ગ્રેવી સાથે ભળનાર વસ્તુ મોસ્ટલી એવી હોય છે જે પચવામાં ભારે હોય.

અને ગ્રેવીનાં મસાલા અને તેમાં રહેલા એસીડ દ્રવ્યો દ્વારા પનીર, અન્ય શાકભાજી અથવા નોનવેજનાં ટુકડાઓને પચાવવા માટે અનુકુળ માહોલ ઉભો કરે છે.

ઉપરાંત ગ્રેવી એક પ્રકારે ઓઈલીંગ જેવું કાર્ય પણ કરે છે. જેથી અંતરિયાળ લાળગ્રંથીનો ઘસારો ઓછો થઇ રહે.

ઉપરોક્ત કારણોસર જ ગ્રેવી સાથેનું વ્યંજન ક્યારેય ભારે નથી પડતું. એટલે જ એ ચાલે છે.

ખોરાક પાછળના વિજ્ઞાનને સમજવું ખુબ જરૂરી છે. એ ફક્ત સ્વાદગ્રંથીને વ્હાલ કરવા પુરતું જ નથી.

- કમલ ભરખડા

અંગ્રેજો અને ગુજરાતીઓમાં કાંઈ ખાસ ફેર નથી

અંગ્રેજો અને ગુજરાતીઓમાં કાંઈ ખાસ ફેર નથી. અંગ્રેજો જે વસ્તુ મેંદાના લોટથી બનાવે છે એ બધું આપણે ચણાનાં લોટમાં બનાવીએ જ છીએ.
આ રહ્યું નીચે લીસ્ટ...જેટલી મને ખબર છે.  

૧. કેક ની સામે ઢોકળાં
૨. પેનકેક ની સામે પુડલા
3. સ્ટફ બ્રેડની સામે ભજીયાં
૪. વાઈટ સોસની સામે કઢી
૫. નુડલ્સની સામે સેવ
૬. પીજ્ઝાની સામે હાંડવો
૭. પાસ્તાની સામે ખાંડવી
૮. બ્રાઉની કેકની સામે મોહનથાળ
૯. કુકીઝ ના સામે મગજનો લાડુ
૧૦. મુસ ની સામે મેસુબપાક
૧૧. પાઈઝ ની સામે પુરણપોળી(ચણાની દાળમાંથી બનેલી)
૧૨. ફનલકેક ની સામે ચકરી
૧૩. ગનુચી ની સામે બુંદી
વધારે મેળ બેસતો હોય તો કમેન્ટમાં જણાવશો

- કમલ ભરખડા

પૈસાનું તંત્ર

પૈસાનું તંત્ર એ ખુબ જ જૂની સ્ટ્રેટેજી છે. પહેલા દરેક વ્યક્તિ સિંહ હતો. એ પોતાના એરિયામાં રહેતો - ત્યાં જ પોતાનું જીવન વિતાવતો. - અને કુદરત જે આપે એ ચલાવતો. એનો દેશ એટલે એ વિસ્તાર એટલો જ જેટલો તે ફરી-ચરી શકે. 

પણ દુનિયા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ શાશકો વધતાં ગયાં. અને તેમના સલાહકારો પણ. આ માણસનો ખોરાક અન્નજળ અને આ શાશકોનો ખોરાક એટલે ગુલામી અને વિસ્તાર.

કોઈ એક સિહ બીજા સિંહનાં તાબે ન રહી શકે. હા, સિંહ ને મંજુર છે પોતાના વિસ્તાર ને નાનો કરી શકે જો સ્થતિ ન હોય તો. પણ સિંહ ને એ ક્યારેય મંજુર ન હોય કે એ કોઈનાં દબાણમાં પોતાના નિર્ણયો લે.

એટલે શાશકોને જો પોતાની લાલચને સંતોષવી હોય તો આ તેને વિસ્તાર વધારવો જ રહ્યો એ નક્કી છે. હવે વધેલા વિસ્તારમાં બની શકે ત્યારે દરેક સિંહનાં જ રાજ હતા. અને સિંહ તેના સ્વાભાવ અનુસાર જ વર્તન કરવાનો છે.

હવે જ્યાં સુધી સિંહ, સિંહ રહેશે ત્યાં સુધી શાશક શાશક નહીં બને. એટલે એ સિંહને ઘેટું બનાવવા પડે. જે એક ગાજર અથવા ટોળામાં એક જ દ્રવ્યની પાછળ ચાલતા રહે. તેમનું જીવન જ એ કે, બસ એ ગાજરને પામો એટલે જીવન જીવી લીધું. અને શાશકોને એજ જોતું હતું.

શાશકો આપણને લડાવશે કે, જો ફલાણા દેશના લોકો આપણે ત્યાં આવશે તો આપનું ગાજર લઇ જશે... એટલે થોડીક વાર ઘેંટાઓ ને કુતરા બનાવી દે. પણ એ કુતરાઓને હાડકા પાછો એ શાશક જ નાખે. એટલે વધી ઘટી ને પરિસ્થતિ અહીં આવી ગઈ કે, દરેકનું મૂળ ગાજર જ રહી ગયું.

એટલે હવે એ ગાજરને આપણે પૈસા તરીકે સ્વીકારીએ એટલે કાઈ ખોટું નથી. અને માણસની માનસિકતા એવી રીતે બેસાડી દીધી છે કે એને ગાજર વગર ચાલશે જ નહીં. પણ એને સિંહ બનતા એની ફાટે છે એટલે જ ગાજરમાં ખુશ છે.

- કમલ ભરખડા

ખરો વેપારી

વેપારી પોતાના ફાયદા માટે ધંધો કરે છે. ફાયદો એટલે કે તેને ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ સાંજે થાળી ભેગા થાય અને એ વેપારી જેને ત્યાંથી એ ખરીદી કરે છે એ લોકો પણ થાળી ભેગા થાય તથા એ આગળ જેને માલ વેંચશે એ વેપારીને ત્યાં પણ અને માલ ખરીદીને વાપરનાર લોકો પણ થાળી ભેગા થશે એટલું વિચારનાર....એટલે ધંધાદારી. બાકી બધા ચોર.

- કમલ ભરખડા

બકો ચકો - મચ્છર ને ગોળ

બકો: "અરે યાર શું મચ્છર છે આજે તો? જબરા કરડે છે. અને પાછા કોણી એ જ.."

ચકો: " હા તો તારે કોણીએ જ ગોળ લગાડે લો છે ને.. તો મછરા ત્યાં જ બટકાં ભરેને...!"

પૂર્ણવિરામ.

- કમલ

લઘુકથા - "અસ્ત્ર"

ખાણમાં ચમકપત્થર તોડવાનું કામ કરતો એક યુવાન, સવારે મજૂરી કરતો અને રાત્રે પ્રભુનાં ભજનમાં ખોવાઈ જતો. પ્રભુ પ્રત્યેની આદર્શ અને અદ્ભુત કલ્પનાઓ ને તેઓ ધીરે ધીરે શબ્દોમાં ઢાળવા લાગ્યાં.

રોન્ઢે મંડળી ભેગી થાય એટલે મંડળી  સૌ પહેલાં જ તે યુવાન ને ગોતે, એ અપેક્ષા સાથે કે, "આજે નવાં પદ સાંભળશું."

સમય વિતતો ગયો અને તે યુવાને પોતાનાં ભજન બનાવવા અને પીરસવાનું આદરી દીધું હતું. કોઈ વડીલ કહ્યું કે, "આ ભજનો ને એક યાદપોથીમાં તો  ઉતાર!"

જ્યારે પ્રથમ વખત એ યુવાને કલમ પકડી ત્યારે હાથની પહેલી આંગળી અને અંગૂઠો બંને કલમ સાથે ભેગા ન થઇ શકયાં! પણ એમણે મહેનત ન મૂકી.. એ લખતાં શીખ્યાં અને એમ ભજનને શબ્દોમાં ચીતરવાનું શરુ કર્યું. ધીમે ધીમે પોથીઓ બનતી થઈ અને આધેડ વર્ષની ઉમરે પ્રભુભક્તિ અને લોકગીતના પ્રખર રચયિતા જેવી  નામના મેળવી. 

વર્ષો વીત્યા એમનાં  ચાહકો, મિત્રો અને એમની જ્ઞાતિ એ એમના સન્માન હેતુ એક કાર્યક્રમ યોજ્યો અને એ સમારંભમાં એક પત્રકાર દ્વારા એમને પૂછવામાં આવ્યું કે,

"સાહેબ કેવી રહી સફર અહીં સુધીની?"

નમ્ર હાસ્ય સાથે એમણે કહ્યું, "અસ્ત્ર, હથેળીથી આંગળીઓ પર આવતાં આવતાં ઘરડો થઈ ગયો!" - અજ્ઞાત

#કમલમ

બકો ચકો : ચેપ્ટર, બાપા

બકો: શું વાત છે ચકા... આજે વહેલો જાગી ગયો...? છ વાગ્યામાં?

ચકો: નાં....સુતો જ નથી હું...! નીંદર જ નથી આવી....

બકો: કેમ? ચકીના બાપાનો ફોન આવ્યો તો કે?

ચકો: નાં... ચકીના સસરાનો...!

પૂર્ણવિરામ.

શુભપ્રભાત.

- કમલ

નવી પેઢી

"Saudi crown prince says Israelis have right to their own land"

સાઉદી આરેબિયાનાં "પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાન-અલ-સાઉદ" એ અમેરિકા સ્થિત યુનાઇટેડ નેશન્સની (UN) જનરલ મીટીંગમાં માનવતા તરફી શબ્દો કહ્યા.



એમણે કહ્યું કે,

"હું માનું છું કે પેલેસ્ટીનિયનો અને ઇઝરાયેલીઓ પાસે પોતાની જમીન હોવાનો અધિકાર છે. પરંતુ દરેક માટે સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સામાન્ય સંબંધો મેળવવા માટે અમારે શાંતિ કરાર કરવો પડશે."

ઇઝરાયલ અને તેના વિરોધી દેશો વચ્ચે ચાલી રહેલી પોતનાં વજૂદ માટેની વર્ષો જૂની તકરારો પ્રચલિત છે. અને આવા સંઘર્ષ વચ્ચે આ ઠંડા વાયરા જેવા શબ્દો કોઈ રાજનીતિ છે કે પછી સુરક્ષિત ભવિષ્યના પેઠે જૂની અપેક્ષાઓ પરનો કાપ છે, એ પછી ખ્યાલ આવશે. પણ... ત્યાં સુધી આપણે આવા સમાચાર ને એક પોઝીટીવ રીતે લઈએ.

એક નવી પેઢી પરિસ્થતિઓ ને કઈ રીતે જોઈ શકે છે તેનો ઉતમ દાખલો આપ્યો છે પ્રિન્સે. લડત ચાલુ રહેવી જરૂરી છે. પરંતુ ફક્ત અભિમાન ખાતર માનવતા ને નેવે મૂકી વર્ષોથી ચાલી રહેલી લડતો પર નવી પેઢીને કોઈ જ રસ નથી એ પ્રિન્સે એમના શબ્દોથી વર્ણવી દીધું.

લડત ચાલુ રહેવી જોઈએ..અને જયારે બંને બાજુ થી પેઢી બદલાશે ત્યારે બંને નવી પેઢી નક્કી કરશે કે આગળ શું કરવું? આપણા હાથમાં અત્યારે શું છે? અને આપણે જો આ લડત વિના લગામે ચાલુ જ રાખશું તો હાથમાં શું રહેશે? શું આપણું ભવિષ્ય યોગ્ય રહેશે આ સંઘર્ષને લીધે? જો નહીં તો યોગ્ય પગલાં લેશે આવનાર પેઢી.

અને મારા ખ્યાલથી આવું જ થશે...અને આપણે ભવિષ્યના સોનેરી દેશ તરફ આગળ વધીએ અને આપણા બાળકોને આપણે સુશિક્ષિત કરીએ તથા અન્યાય સામે લડત લડતા પણ શીખવાડીએ જેથી તેઓ નિર્ણય લેવામાં પાછા ન પડે.

- કમલ ભરખડા

સમાજ જ સૌથી મોટી જેલ

ગુન્હેગાર જયારે એક્સેપ્ટ કરે કે,  "હાં, મેં આ ભૂલ કરી છે!", એટલે એમને સૌથી મોટી સજા એમનાં પોતાનાં સમાજમાં પાછો મુકવાથી જ મળી શકે!

હમણાંજ બે કેસ બન્યા છે આ મુદ્દે અને બંને વખતે જે નિર્ણય આવ્યો એ ઉચ્ચકોટીનો હતો!

૧. સલમાન ખાને બેઇલ માટે અરજી કરી. આપણે વિચારીએ છીએ કે, એમને બેઇલ ન મળવી જોઈએ પણ બેઇલની અરજી દેતાં જ તેઓ પોતે ગુન્હેગાર છે એવું સાબિત થાય છે. એટલે પોતે દોષિત હોવાનાં સ્વીકાર થતાં જ એ સજા પાત્ર બને છે.

હવે એ સમાજમાં પાછા ફરે છે પણ એક્પ્રકારની મોટી જેલ સાથે. એક સમાન્ય વ્યક્તિ જે તાઃઉમ્ર સમાજનાં નીતિ નિયમો સાથે જીવ્યો છે એ આ વ્યક્તિ કરતાં મોટો છે, દરેક હોદ્દામાં. આ શરમ અને સમજણ જ એમનાં માટે જેલ છે.

૨. બોલ ટેમ્પરિંગનાં મુદ્દે ઓસ્ટ્રેલીયન ક્રિકેટનાં હાલના પાયા સમાન બે ક્રિકેટરોને પણ આવી જ સજા ફરમાવવામાં આવી. એમણે મીડિયા સામે પોતાની ભૂલ કુબૂલ કરી અને સમાજમાં એમને ફરીથી છુટ્ટા મૂકી દેવાયા.

એટલે સમાજ આ દ્રષ્ટિ એ સૌથી મોટી જેલ સાબિત થાય છે.

- કમલ

The most important skill you should have is....

One minute, Please!

Six months ago I suddenly thought that I wanted to be an Excel VBA developer. And I thought that I have good references, there are gurus and Google so, I will surely be a good developer within a few months!

But just as the time went on I felt, being a developer or anything, you should be the best at the following skill!

Logical Thinking....? NO
Some Basic skills of Programming/processes?.....NO
Creativity?....NO

Lol, the most important skill you should have is, 

Image result for art of questioning

"ART OF QUESTIONING" :D ......BIG YES

Yup, if you know, how to ask the question or how to put your queries in front of the everyone then I think you will surely get the correct solution to your all queries...I bet.

sometimes, questions are the biggest mystery of the world itself than the actual queries.

"YES, Smart is THE One, who asks Good Questions!!!"

- Kamal Bharakhda

સમજાયું ?

અગવડતા ભોગવીને સગવડતાનું મુલ્ય સમજાયું
નકટા ભેગા થયા ને ઓછાબોલાનાં વેણ સમજાણા
કથા પૂરી થઇ ગ્યા પછી બાપુનાં શબ્દો સમજાયા
છેક છેલ્લે પહોંચ્યા પછી શરુ કર્યાની ભૂલ સમજાણી

- કમલ ભરખડા

કમ્પની, આત્મીયતા, પ્રોડક્ટ અને સફળતા

એવું કહેવાય છે કે, કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિઓએ કુટુંબની જેમ કામ કરવું જોઈએ. ત્યારે જ કમ્પની એક વિશિષ્ટ પ્રકારનો સફળ પ્રોડક્ટ કે સર્વિસ વહેંચી શકે.

અને સાચી જ વાત છે.... આખું કુટુંબ જ એક સારા એવા નર ને વરરાજો બનાવીને સરે આમ લગ્ન કરી વહેંચી નાખે છે. તમે જ કયો આ લગ્ન કુટુંબ વગર થાય ખરા...?

એ મૂળ વાત પર આવું, જ્યાં સુધી કમ્પનીમાં દરેક કામ કરનાર સાથે આત્મીયતા ન જોડાય અથવા કમ્પની, તેમના કામદારો સાથે આત્મીયતા જોડવામાં નિષ્ફળ બને ત્યારે સૌથી પહેલા અસર એમનાં પ્રોડક્ટ પર પડે છે.

- કમલ ભરખડા

બકો ચકો : ચેપ્ટર સલમાન ખાન


બકો: આપણે બધા એ સલમાનની મુવી પર પ્રતિબંધ લાવવો પડશે... તો ચાલો કસમ લ્યો મારી સાથે કે, કોઈ થીયેટરમાં એનું મુવી જોવા નહીં જાય.

આખું ટોળું સહમતી આપે છે...

ચકો: પણ બકા, આ તે કહી તો દીધું... પણ હવે કરવાનું શું?

બકો: એ બધું પછી વિચારશું.. અત્યારે ટાઈગર જિન્દા હૈ ની એકદમ HD પ્રિન્ટ આવી છે ચલ મુવી જોઈ નાખીએ લેપટોપ પર.

ચકો: પણ આ તારી હેસિયત બારની વાત છે. આ આવી કઈ રીતે તારી પાસે....!

બકો: આ ઓલા બુધિયાની છે. મેં કહ્યું કે, "બુધિયા, ઉપરથી ઓર્ડર આવ્યો છે, સલમાનનું જે પણ કાઈ તે જમા કરેલું હોય એ લેતો આય પોળ નાં નાકે".... એટલે એ બહિષ્કાર કરવા લાવ્યો હતો, મેં એની પાસેથી લઇ લીધી અને કીધું કે, હું પત્તે લગાડી દઈશ. તું ચિંતા નહીં કર. કેટલા ટાઈમ થી કેતો હતો કે, એકવાર જોઇને આપી દઈશ... હવે બાપાની થઇ ગઈ આખી ડિસ્ક.

પૂર્ણવિરામ

- કમલ

નિશ્ચિત અનિશ્ચિત

લકી હોટલે બકો ને ચકો બેઠા છે...

કોઈ કાંઈ જ બોલી નથી રહ્યું. બંનેની મુખ-મુદ્રા ગંભીર છે. શરીરનાં હલન-ચલનમાં એક પ્રકારની આળસ છે. તેઓ પોતાનામાં મશગુલ છે. તેઓ બન્ને આવતી-જતી ભીડને જોઈ રહ્યા છે અને ચા ની ચૂસકી લઇ રહ્યા છે.

હા, બંને નો નિયમ છે કે, જયારે પણ મળવાનું થાય ત્યારે ફોન ઘરે મુકીને આવવો! કદાચ એટલે બેયનું મન નથી લાગતું ...પણ લાંબા અંતરાલ બાદ, ઊંડો શ્વાસ લઈને બકાની આંખમાં-આંખ પોરવીને, ચશ્માં ઉતારીને, અને જે હાથેથી ચશ્માં પકડ્યા છે એ જ હાથ ને બકાનાં મોં તરફ રાખી, ચકો કઇંક બોલે છે....!

---------

ચકો: "કોઈ જીવ, ભલેને ગમે તેટલો ખૂંખાર કેમ ન હોય પણ જો એનો સ્વભાવ સદંતર સરખો જ હોય અથવા નિશ્ચિત જ હોય તો તેને કાબુમાં કરવાના ઘણા રસ્તા નીકળી આવે છે. અને તેની જ સામે અનિશ્વિત વ્યવહારના કોઈ રસ્તા નથી નીકળતા. એટલે આ દુનિયામાં કોઈપણ પ્રકારની અનિશ્ચિતતાથી જ વ્યક્તિ વધારે વધુ ગભરાય છે."

બકો: "પણ આ તારા જ્ઞાન ને આપડી સાથે શું લેવા દેવા છે? અને તું મને કેમ કે છે?"

ચકો: "ચા નાં પૈસા તું આપી ને મારો તારા પ્રત્યે નો અનિશ્ચિત અભિગમ દુર કરવાની યાચના કરું છું."

બકો: "મારી પાસે નથી..તું આપી દેજે..."

ચકો: "ધત તેરી કી...ગઈ ભેંસ પાની મેં..."

---------

પૂર્ણવિરામ

- કમલ

પાક સોબાના

પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે.

તેઓ ઈન્ડોનેશિયાના નાગરિક છે. 




દુનિયાની સર્વશ્રેષ્ઠ જૂતાં બનાવતી કંપનીઓએ તેમને પોતાને ત્યાં કામ કરવા માટે આમંત્રણ આપી ચુક્યા છે. ઇટાલિયન કમ્પની એ તેમને તમામ પ્રકારની સુવિધા સાથે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ એ માન્ય ન રાખી પોતાના પરિવાર સાથે ઈન્ડોનેશિયાના એક ગામડામાં પોતાની કારીગરી ચાલુ રાખી.

હાલ પણ ખુબ જ કીમતી જૂતાં બનાવવાનો ઓર્ડર જયારે એમની પાસે આવે છે.

અજુગતી વાત કહું?

દુનિયાના સર્વશ્રેષ્ઠ જૂતાં બનાવી શકનાર માણસનાં પગમાં સ્લીપર છે!

अरे हमने दिलको संभाल लिया तो ये दुनिया कोनसी खेत की मुली है!! :D

આવા તો કેટલાય ઉચ્ચતર કારીગરો અને બુદ્ધિશાળી વ્યક્તિઓ દુનિયામાં દરેક જગ્યા એ હશે. પાક સોબાના પોતાની ઈચ્છા એ ઇન્ડોનેશિયામાં રહ્યા. પણ એવા ઘણા પ્રતિભાશાળી વ્યક્તિઓ આપણા દેશમાં છે જેઓની હાલત ઘણી પણ નબળી છે.

કોઈ આવા વ્યક્તિ નજરે ચડે તો આપણાથી બને એટલું એમને પ્રમોટ કરવાની ટેક રાખવી.

- કમલ ભરખડા

પુરુષ ક્યારેય એકલો નથી હોતો

"અક્કલ" પોતે જ સ્ત્રીલિંગ છે તો બીજું શું જોઈએ.
એટલે પુરુષ ક્યારેય એકલો નથી હોતો જો અક્કલને સાથે રાખે તો... ;)

-કમલ

શુદ્ધ અંગ્રેજીમાં રૂપિયો કે નોટ એટલે શું?

Nationally Accredited Papers for Monetary Transactions

कौवे देश बर्बाद करेंगे विरोधी बनकर


रामचन्द्र कहे गए सिया से एसा कलजुग आएगा,
विकास लुटा जाएगा हर गली चोबारे पर
और कौवे देश बर्बाद करेंगे विरोधी बनकर

- એક્ચ્યુલી મેં કીધું છે.

પહેલો પ્રશ્ન પૂછતાં જ બકાને જોબ છોડવી પડી!

પહેલો પ્રશ્ન પૂછતાં જ બકાને જોબ છોડવી પડી.

ચાલો જોઈએ કેમ,

બકાનાં પત્રકાર બન્યા બાદ આજે પ્રથમ વખત કોઈ નેતાનો ઈન્ટરવ્યું લેવાનો અવસર પ્રાપ્ત થયો. સેટ તૈયાર હતો, નેતાજી સેટ પર હાજર હતા, બકો નર્વસ હતો, પણ નાયક મુવી જોઇને થોડો ફોર્મમાં આવ્યો હતો. વાળ સરખા કરીને સેટ પર હાજર થયો...

-----

બકો: ચકેસ્વરજી આપણા સ્ટુડિયોમાં આવ્યા છે પ્રશ્નોનાં જવાબ આપવા. તો ચાલો એમને ધન્યવાદ કરીએ એ બાબતે કે તેઓએ એમનો કીમતી સમય આપ્યો.

ચકેસ્વરજી : જી જી નમસ્કાર..

બકો: તો નેતાજી આપણે શરુ કરીએ આપણી ચર્ચા ને...

ચકેસ્વરજી : જી..જરૂર

બકો: તો નેતાજી હું તમને એક ખોટો પ્રશ્ન પૂછીશ જેનો તમારે મને સાચો જવાબ આપવાનો છે.

ચકેસ્વરજી : જી જરૂર

બકો: તો નેતાજી તમે ધર્મે હિંદુ છો, મુસલમાન છો કે પછી માણસ છો?

------

Image result for say it clear

સેટમાં સન્નાટો

------

પૂર્ણવિરામ

- કમલમ

સોફ્ટવેર, પ્રોગ્રામિંગ લેન્ગવેજ અને ગુજરાતી



સોફ્ટવેર એટલે કે એવો ઓર્ડર કે જે કમ્પ્યુટર આશાની થી સમજી શકે છે. એટલે એ સોફટવેરની મદદ થી આપણે કમ્પ્યુટર પાસે કઇંક ગણતરીઓ કરાવડાવી શકીએ છીએ.

કમ્પ્યુટરનાં સોફ્ટવેર બને છે પ્રોગ્રામિંગ લેન્ગવેજથી.

અને એ બધી પ્રોગ્રામિંગ લેન્ગવેજીસ અંગ્રેજીમાં હોય છે.

અને એ સોફ્ટવેર લખનાર વ્યક્તિને પ્રોગ્રામર કહેવાય છે.

કમ્પ્યુટર સીધે સીધું એ અંગ્રેજી ભાષા નથી સમજતું.

કમ્પ્યુટર સમજે છે ફક્ત 1 અને 0 ની ભાષા. જેને બાઈનરી લેન્ગવેજ કહેવાય છે. કમ્પાઈલર એક એવું મશીન છે જે તમારી જેતે પ્રોગ્રામિંગ ભાષામાં લખેલા કોડ ને બાઈનરીમાં ફેરવે.

Image result for software programing language
એટલે કે પ્રોગ્રામર જ્યારે અંગ્રેજીમાં કોડીંગ કરે ત્યારે કમ્પાઈલર તેને બાઈનરી લેન્ગવેજમાં કન્વર્ટ કરે અને આમ કમ્પ્યુટર તમારા આપેલા પ્રોગ્રામને ચલાવે.


માનો કે જો એ પ્રોગ્રામિંગ લેન્ગવેજ જો ગુજરાતી ભાષામાં હોય તો? :p

ગુજરાતની દરેક વ્યક્તિ જ દુનિયાના બેસ્ટ પ્રોગ્રામર સાબિત થાય.

બાપુ ક્યાંય જવાની જ જરૂર નથી. લખે રાખો અને મશીનને કામ કરાવતા રહો. અને છેવટે તો એક ગુજરાતી એવો પેદા થાય કે જે મશીન લેન્ગવેજ જ ગુજરાતી સમજે એવું કઇંક કરી નાખે.

ગુજરાતીથી ધ્યાન રાખવું હો... 😂😅

#અનુભવ

-કમલમ

Difference between strategical move and move without planning

A short video of how visionary thinks plans and acts.....



Private Information, Privacy, Issues & Social Media


If we getting start to reading out EULA and terms conditions of many service providers, we even couldn't make it signup in the first place with such a privacy-protected mindset.

Image result for privacy, social media

Spoilers are everywhere. even in the real life. Someone will defiantly find your Backstabbers.

So, it's normal. We should not put highly sensitive and vulnerable information to any media. Marketing of our data is the "only" job of all kinds of media.

So, technically, it's because of myself.

- Kamal Bharakhda

ફર્સ્ટ ડેટ

બકી: .....ઓકે, તો પછી પાર્ટ ટાઈમમાં તું બીજું શું કામ કરે છે?

બકો: હું પાર્ટ ટાઈમમાં જીવનનું ખુબ જ મહત્વનું કાર્ય કરું છું. જે બીજું કોઈ નથી કરી શકતું.!!!

બકી: એવું કયું કામ?

બકો: પાર્ટ ટાઈમમાં હું મારું જીવન જીવવાનું કામ કરું છું.

[ બકી ફિદા. ]

પૂર્ણવિરામ

- કમલ

માણસનું વ્યક્તિત્વ


માણસનું વ્યક્તિત્વ પાણી જેવું હોય છે. એને સારા એવા "પાત્ર" એટલે કે વાસણમાં રાખવું પડે.. જો ક્યાંક તિરાડ નજરે ચડી..કે ટપકે ટપકે ઢોળાયું જ સમજો.

- કમલ...

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ




ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અને કોઈને તકલીફ હોય તો જોઈ લ્યો... આ લખ્યું નામ આપડું...."

Image may contain: 5 people, people smiling, people standing


થાનગઢ નગરપાલિકાએ આજે જ આ સદ્કાર્ય હાથ ધર્યું. જોકે આ થવાનું જ હતું. પણ સાહેબ હવે વચ્ચે ખુરશીએ નાખીને બેહે ને તો ય કોઈ કાઈ નો કે.

સાહેબ તમે ખુબ સ્વસ્થ રહો અને દરેકને હસાવતા રહો.

Congratulations Sir.

વસ્તુ અને પરિસ્થતિ બંને અલગ છે.

બકો: ચકા....આ PNB.........🤨

ચકો: ચૂઊઊઊઊપ......... બોલતો નહિ કાઈ પણ આગળ.... 😡😡

બકો: અલ્યા તને એમ પૂછું છું કે, નજીકમાં PNBનું ATM ક્યાં છે.... 😜 તે આપ્યાતા ને ઉધાર ઈ પાછા દેવા છે. એટલે ....

ચકો: હા તો એમ કે ને....😑



પૂર્ણવિરામ.

( પરિસ્થતિ અને વસ્તુ, બંને અલગ છે એ અહીં દેખાઈ આવે છે. જો ફાયદો આપણો તો વસ્તુ સારી....નકર..........)

- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો