વિદ્યાર્થી, નવું સત્ર, નવા વિચાર અને નવા માહોલ.



શાળા અને કોલેજના નવા સત્રો શરુ થવા જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કે જેમેણે હાલ જ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ પાસ કરી છે એમને અભિનંદન અને જેઓ આ વખતે નિષ્ફળ રહ્યા એમને શુભેચ્છા.

૧૧ મું અને કોલેજ નું પ્રથમ વર્ષ લગભગ દરેક વિધાર્થી માટે એક અલગ જ અનુભવ લઈને આવે છે. નવા નવા મિત્રો બને છે અને એવું તો ઘણું અનિયમિત પણે બનતું રહશે કે જે એમણે કદાચ વિચાર્યું પણ નહીં હોય પરંતુ આ સમયગાળો એ દરેક વિદ્યાર્થી માટે એટલો મહત્વ નો છે કે જેમણે ઓછામાં ઓછા નીચે જણાવેલ સૂચનો પાળવા જ.

- વર્તમાનમાં રહો.

- બોલવા, લખવા અને સમજવા જેવી આવડતો ને વિકસાવો

- હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવો

- એક સારા વ્યક્તિ બનો.
- તમારા જુનિયરને મદદ કરો અને એમને તમારા મિત્ર બનાવો.

- બની શકે એટલું જાણો

- અઠવાડિયામાં એક વખત એક્શન ફાઈટ વગરની હોલીવુડની કોઈપણ મુવી જોવાનું રાખવું.
- મહિનામાં એક વખત મિત્રના ઘરે જઈને એમના માતા પિતા સાથે બેસવું. 

- મિત્રો બનાવો પણ દરેક પાસાંને સમજીને. હાલ તમારા માટે જ્ઞાન પ્રાથમિકતા છે દુનિયાદારી નહીં.
અને સૌથી મહત્વનું...
- વિનમ્ર રહો...દરેક સાથે.....!

કમલ ભરખડા

ટિપ્પણીઓ

  1. Amazing simply amazing unfortunately it is all about what I am not snd the result all there all over my personal life thank you pl keep up and more power to you and your ilk

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ