સાચું વાલીપણું

પોતાના બાળક માટે વાલીઓમાં કેટલી ધીરજ છે એ કહો?

'કઈ લાઈન મારા છોકરા માટે સારી રહેશે?'
વર્ષમાં લગભગ 10 વાલીઓ સાથે એમના 12 પાસ બાળકો બાબતે આ પ્રશ્ન પર ચર્ચા થાય જ છે!

વાલીઓનો ચર્ચા દરમ્યાન મૂળ ધ્યેય એ જ હોય હોય છે કે, ધોરણ 12 વિજ્ઞાન લીધા પછી કઈ લાઈન લેવી વધારે સારી! ફલાણી લઈએ તો ચાલે કે નહીં અથવા ફલાણી! અને જોબ તો મળી જશે ને?

ફરી ફરી ને ચર્ચા જ્યારે ઉપરોક્ત પ્રશ્ન પર આવીને ઉભી રહે ત્યારે હું એમને એક જ વાત કહું છું કે,

" હાલના સમયમાં બાળક એ પરિસ્થતીઓ માંથી પસાર થઈને ધોરણ 12 સુધી પહોંચે છે કે, તેને રસ હોય કે ન હોય પરંતુ છતાંય તે કોઈપણ વિષયમાં ઉત્તીર્ણ થઈ શકે છે પરંતુ, અહીંયા શક્તિમાપન વિદ્યાર્થીનું નહીં પણ એમના વાલીઓનું છે! શું વાલીઓમાં એટલી ધીરજ છે કે જ્યાં સુધી એમનો બાળક સંપૂર્ણ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી એને કોઇજ પ્રકારનો માનસિક ત્રાસ ન આપે અને પોતાની મૂડી નું રોકાણ કરતાં જ રહે?

તો કોઈ પણ બાળક ગમે તે વિષયમાં ડિગ્રીવાન બની શકે છે. અને દરેક ફિલ્ડમાં ઉર્જાવાન અને ક્રિએટિવ વ્યક્તિની જરૂરિયાત ઉભી રહેતી જ હોય છે. એટલે જોબની ચિંતા કર્યા વગર આપણી ધીરજ શક્તિ પર ધ્યાન વધારે આપવું જરૂરી બન્યું છે. "

તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને તેમના વાલીઓને પણ!

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ