સ્ત્રી, પુરુષ, સુખી જીવન, દ્રષ્ટિકોણ

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર Robert Waldinger, કે જેઓ 75 વર્ષથી ચાલ્યાં આવતા એક રિસર્ચની ચોથી પેઢીના ડાયરેકટર છે! 

તેઓનું રિસર્ચ શેના પર છે?

તેઓ હાર્વર્ડ યુનિવર્સીટીમાં છેલ્લાં 75 વર્ષ થી 724 લોકોનું દર વર્ષે ઇન્ટરવ્યૂ લે છે. જેમાં તેઓએ એ આખા વર્ષ દરમ્યાન એમની સાથે શુ થયું કેવી રીતે થયું એ પ્રકારની ચર્ચા થાય છે. ટૂંકમાં કહીએ તો, તેઓના જીવનનું મોનીટર થતું રહે છે. 

અને અંતે હાલ 75 વર્ષ બાદ 724 લોકોની ઢગલો માહિતીઓ ભેગી થઈ છે અને અંતે તારણ એ નીકળે છે કે, કોઈપણ સુખી વ્યક્તિ જો સુખી છે તો તે તેની સામાજિકતા ને લીધે અને પોતાના સમજદાર દામ્પત્ય જીવનનાં લીધે. બાકી બધું જ ગૌણ છે. ધર્મ, વેલ્થ અને નામના. 

આ જેવી દામ્પત્ય જીવન પર વાત સાંભળી એટલે એ વિશે થોડું કહેવા જણાવવા ઈચ્છું છું. 

પુરુષ  - એક એવી વ્યક્તિ કે જે તેના સર્કલમાં આવનાર તમામ ને સાથે લઈને ચાલનાર માનસિકતા ધરાવતો હોય છે.

સ્ત્રી - એક એવી વ્યક્તિ કે જે ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને પ્રાથમિકતા આપતી હોય છે. 

ત્યાં જ ફરક નજરે ચડે છે અને સ્ત્રી-પુરુષ ની વિચારધારા બદલે છે. 

સ્ત્રી પુરુષ વચ્ચે વધતાં અંતરનું કારણ પુરુષનું લાંબી દ્રષ્ટિ અને સ્ત્રીનું ફક્ત પોતાની વ્યક્તિ નાં જ નફા નુકશાન બાબતે વિચારવું હોય છે.

હવે પુરુષના સ્વભાવની બહારની વાત છે કે, તે તેનું સંપૂર્ણ ધ્યાન કોઈ એક જ વ્યક્તિને આપે અને સ્ત્રીના સ્વભાવની બહારની વાત છે કે, એ તમામને એક જ તાંતણે જોવે. 

આ બાબતે, સ્ત્રીઓની સામાજિક કક્ષા એ ટૂંકી દ્રષ્ટિ (જો કે ખોટી નથી), પુરુષની દુરની દ્રષ્ટિ સામે પરાસ્ત થઈ જાય છે. અને દુરની દ્રષ્ટિ સાચી જ હોય એ પણ જરૂરી નથી. અને પુરુષોએ સ્ત્રીની ભાવુકતા ને સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો. જે એક સુખી દામ્પત્ય જીવનમાં ખુબજ જરૂરી છે. જ્યાં પુરુષે પોતાનાં સ્વભાવ વિરુધ્ધ ભોગ આપવો રહ્યો. 

આ બાબતે, સ્ત્રી જ્યારે પોતાનાં અને તેના પુરુષનાં સર્કલમાં આવતા તમામ પાત્ર ને ધ્યાન માં રાખી નિર્ણય લેતી થશે ત્યારે  સામાજિક જીવનનો સોનેરી કાળ ફરી ઉગશે. 

લાંબી દ્રષ્ટિથી અન્યાય વધુ નથી થતો પણ ખરું જીવન શું છે એ જરૂર ખ્યાલ આવી જાય છે. 

(ઉપરના વિચારો ભારતીય પરિસ્થતી ને અનુકૂળ છે.) 

હાં જેમને કોઈ ઓબજેક્શન હોય તેઓ જરૂર કમેન્ટ કરી શકે છે. કારણકે અહીં ઘણાને ફક્ત સ્ત્રીઓને જ સૂચન આપવામાં આવી રહ્યું છે એવું વિચારીને મતભેદ ઉભો કરવાનો પ્રયત્ન કરશે. પરંતુ મારો ભાવ આ અહેવાલ સાથે કોઈની ભૂલ કાઢવાનો નથી પરંતુ એક સુખી સ્વસ્થ સામજિક જીવન અને દામ્પત્ય જીવન કેવું હોવું જોઈએ એ બાબતે નો એક સ્વતંત્ર વિચાર છે. 

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ