આસ્તિક અને નાસ્તિક એવા ક્લાસ શું કામ ઉભા કરો છો....?


આસ્તિક અને નાસ્તિક એવા ક્લાસ શું કામ ઉભા કરો છો....?

બધા એક જ છે. આસ્તિકતા અને નાસ્તિકતા એમ બંને વસ્તુ બધાની અંદર છે જ.

બધાને ખબર છે કે, કામ ન થાય તો નાસ્તિકમાંથી આસ્તિકમાંથી બનતા સેજ પણ વાર નથી લગતી. અને જો કામ થતું હોય તો લોકોને નાસ્તિક બની રહેવામાં કોઈ જ વાંધો નથી!

વ્યક્તિ "ડરપોક" છે કે "નીડર" એ જ સાચો ક્લાસ હોઈ શકે.

નીડર વ્યક્તિ પોતાના પર આવેલી તમામ મુસીબતોનો સામનો પોતે કરવાનો જ બંધાણી હોય છે. અને તેને એ પણ ખબર જ હોય છે કે, મારા દ્વારા આગળક્યાંક ભૂલો થયેલી હશે! એટલે જ આ પરિણામ મારે ભોગવવું પડ્યું છે.

અને નીડર વ્યક્તિ જીવનના અમુક સત્યને પણ સાથે લઈને જ ચાલે છે. જેમ કે, મૃત્યુ, માંદગી, ગરીબી વગેરે વગેરે. એ ક્યારેય આ બાબતો ને લઈને કોઈને દોષ નથી આપતા.

એક વ્યક્તિ નીડર ત્યારે જ બને જયારે એ પોતાનાં માણસ હોવાના તમામ સત્યને સ્વીકારી લે. બાકી ડરપોક વ્યક્તિ નીડર બનવાનો ડોળ કરે એ ખોટું.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ