લોકોને શીસ્તમાં રહેવું અને રાખવામાં શું મજા આવતી હશે?

ઘરમાં કૈંક નવું ફર્નીચર લાવીએ અથવા મકાન નવું લઈએ એટલે ધડ દઈને આપણે નવા કડક નિયમો અને તેના વિધિસર પાલનનું ગતકડું ચાલુ કરીં નાખીએ છીએ.

હવે આપણા ઘરમાં ગણીને હોય ચાર, અને એ પણ સરખી સૂઝ-સમજણ વાળા, છતાય લોકોને શીસ્તમાં રહેવું અને રાખવામાં શું મજા આવતી હશે?

હવે, આ ઉપર મેં જે "શું મજા આવતી હશે" એ શબ્દો વાપર્યા તેનાથી ઘણાને તકલીફ થઇ હશે....કે, શિસ્તતા અને તેના પાલન વગર સીસ્ટમ કેમ ચાલે?

પરંતુ થોડું વિચારીએ તો ખ્યાલ આવે કે, આપણે આ પ્રશ્ન તો રોજ આપણા દેશ ઉપર કરીએ જ છીએ. કે આ લોકોને આ યોજનાઓ અને પ્રથાઓ , ધર્મ અને રીતી-રીવાજો રાખવાથી શું મળતું હશે?

અરે મારા ભાઈ, આ લોકો ને ચાર નહીં પણ કરોડો સાચવવાના છે. અને એમાં એક નહીં પણ અઢળક અલગ અલગ પ્રકારની રીતિરીવાજો, સંસ્કૃતિ, ભાષાઓ, વિચારોનો સમૂહ હોય છે. અને તેઓને સાચવવા શું ન કરવું પડે? તે બધાને સુયોજિત રાખવા અને સામાજિક સુરક્ષિતતા જાળવવા બદલ એ સમયમાં જે શક્ય હતું અને અપડેટેડ હતું એ થયું.

- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ