જન હિત મેં જારી

ચકો સવાર સવારમાં દવાખાને ભાગ્યો...અને ડો. બકેશની કેબીનમાં ઘુસી ગયો.

-----

ચકો: ડો. બકેશ...મારી મદદ કરો..મને આ જમણાં હાથની આંગળીમાં દુખાવો અત્યંત પીડા દાયક છે. કૈંક કરો. ગમે તેમ કરીને મટાડો.

ડો. બકેશ: એ તારી આંગળીનો વાંક નથી. એ તારા સંપૂર્ણ જમણા હાથનો જ વાંક છે

ચકો: સમજાયું નહીં ડો. સાહેબ.... આમાં હાથનો શું વાંક.

ડો. બકેશ: આ એ જમણો હાથ જ છે જેના લીધે તને આ આંગળીમાં દુખાવો થાય છે. બસ એને જ કાપી નાખીએ. એટલે તને સંપૂર્ણ આરામ.

----

ચકો બેભાન થઇ ગયો પણ ડો. બકેશ મજાક નહોતા કરતા. એ ખરેખર એવું જ કરવા માંગતા હતા.

આવા ડો. બકેશથી બચતા રહો. જે આંગળીનું સમાધાન કરવામાં આખો હાથ કાપી નાખવાની વાત કરે એ ડો. કમ કાર્પેન્ટર વધારે હોય. ;)

જન હિત મેં જારી.

એ કયાંય ન જતા. જાણવું નથી પછી ચકા એ શું કર્યું ? પછી તો ચકો કોઈ હાડવૈધ પાસે ગયો અને તેણે થોડી માલીશ કરી આપી, થોડી ચીસાચીસી કરાવી, થોડાં એક્યું પ્રેશર પોઈન્ટ આપ્યા અને આંગળીનો દુખાવો દુર કર્યો.

- Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ