શિસ્તતાનો અભાવ

Right to Education હેઠળ યોજનામાં ૧ થી ૮ ધોરણ સુધી કોઈપણ બાળકને વિનામૂલ્યે શિક્ષણ મળી રહેશે. એ બધું તો ઠીક, પણ આજે એક એવો દાખલો બન્યો કે, જેમાં બાળકના વાલી કે જેઓ આ યોજના નો લાભ લેવા માટેઅરજી કરવા ગયા ત્યાં ફોર્મ ભરનાર શિક્ષકે એડ્રેસ લખવામાં એવા લોચા માર્યા કે, બાપુનગરના તેઓ રહેવાસી થઇ ને એમને સ્કુલ મળી ઘોડાસર. પછી આજે અમદાવાદ જીલ્લા પંચાયતમાં જીલ્લા શિક્ષણ અધિકારીને મળવા ગયો એ બાબતે અમને પરિસ્થતિ સમજતા માપ એ નીકળ્યું કે, ભૂલ ફોર્મ ભરનાર ની હતી. જી હા. અને એ ફોર્મ ભરનાર શિક્ષિત હતા. જેમણે, એડ્રેસમાં સોસાયટી બાપુનગર ભીડભંજનની નાખી, એરિયા ઠક્કરનગર નાખ્યો હતો અને પીનકોડ કઠવાડાનો નખ્યો હતો. ગુગલ મેપ પર રહેઠાણ મણીનગર સેટ કર્યું. હવે તેઓ એમના બાળકને રોજ ૯ કિમી મુકવા નહીં જ જાય એટલે આ યોજના તો એમના માટે એળે ગઈ. હવે મારો મુદ્દો આ બાબતે એ છે કે, વાંક કોનો?


એ વ્યક્તિનો કે જે શિક્ષક છે?
કે એ શિક્ષકનો કે જેમાં શિસ્તતાનો અભાવ છે?


અને ભારતમાં પ્રોબ્લેમ ભષ્ટાચાર નથી.... પણ યોગ્ય વ્યક્તિઓમાં શીસ્તતા નો અભાવ છે, એ જ પ્રોબ્લેમ છે.


- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ