જો કામ કરવું હોય તો...શાર્ક જેવું કરો


જો કામ કરવું હોય તો...શાર્ક જેવું કરો... સમુદ્રી પક્ષીઓ જેવું નહીં. 

શાર્ક એક એવું વ્યક્તિત્વ છે કે, જેને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તે પોતાની આવડત ને કેન્દ્રમાં રાખીને કોઈપણ ગોલ તરફ આગળ વધવા સક્ષમ છે.
જયારે સમુદ્રી પક્ષી ઓ એટલે કે, સીગલ.... એ એવા પક્ષી ઓ છે જે શાર્ક દ્વારા વધેલા માંસના ટુકડાઓ સમુદ્રની સપાટી પર આવે ત્યારે એક જ જાટકે એ ટુકડા પર તૂટી પડવા વાળા જીવ છે.
હવે તમે વિચારો શું બનવું જરૂરી છે.
જી હાં, દરેકની પ્રાથમિકતાઓ અલગ હોય છે અને માનસિકતા પણ. પરંતુ વ્યક્તિમાં સમુદ્રી પક્ષી અને શાર્ક એમ બંને પ્રકારનું વ્યક્તિત્વ સમાયેલું હોય છેl જ. પસંદગી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિ એ બંનેમાંથી પ્રાધાન્યતા એક ને વધારે આપે છે આખરે રિઝલ્ટ એજ પ્રમાણે નું આવીને ઉભું રહે છે.
શાર્ક જેવા કીલર વ્યક્તિત્વ સાથે કોઈપણ ક્ષેત્રમાં આગળ રહેવું એ જન્મજાત નથી. તેના માટે તપસ્ચર્યા કરવી જ પડે છે.
જયારે સમુદ્રી પક્ષી બનવું ઘણું આસન છે. પરંતુ એ કાંઈ જીવન નથી. અહીં આપણે કાંઈ સાબિત કરવા માટે નથી જ આવ્યા પરંતુ વગર સાબિતી વગર મેદાન છોડવું પણ વ્યાજબી નથી.
શાર્ક બનવા માટે, નેગેટીવ બનવાની જરૂર નથી...પરંતુ એ શીંગડું (fin, પાંખ) જરૂર ઉગાડવાની જરૂર છે જે હંમેશાં એ સમુદ્રની સપાટીની બહાર રાખે છે જેથી પક્ષીઓ આઘા જ રહે. અહીં આપનો શાર્ક જેવું વ્યક્તિત્વ જ આપણું ૯૦% કાર્ય પૂરું પડી દે છે અને વધ્યું ૧૦% કાર્ય સામે વાળાનું સમુદ્રી પક્ષીનું વ્યક્તિત્વ.
આગળ રહો...સતર્ક રહો.....સવેદનશીલ રહો....

Kamal bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ