ચાલ ચાલ ભાઈ ચાલ

ચાલ ચાલ ભાઈ ચાલ...
નથી અહિયાં કોઈ તારા જેવું...
નથી અહિયાં કોઈ સારા જેવું...
છોડી દે ને સેવા-કાજની આ આદત મારા ભેરુ...
ઓલા ગામના તો ચપટીમાં કે છે, મૂરખ છો તું ભયલુ, મૂરખ છો તું ભયલુ...

ચાલ ચાલ ભાઈ ચાલ....
નથી અહિયાં કોઈ તારા જેવું...
નથી અહિયાં કોઈ સારા જેવું...
છોડી દે ને ભલાઇની આ આદત મારા ભેરુ...
ઓલા ગામના તો ચપટીમાં કે છે, ડફોળ છો તું ભયલુ, ડફોળ છો તું ભયલુ...

ચાલ ચાલ ભાઈ ચાલ....
નથી અહિયાં કોઈ તારા જેવું...
નથી અહિયાં કોઈ સારા જેવું...
છોડી દે ને નિસ્વાર્થપણાની આ આદત મારા ભેરુ....
ઓલા ગામના તો ચપટીમાં કે છે, રખડી ખાય છે ભયલુ તું તો, રખડી ખાય છે ભયલુ...

ચાલ ચાલ ભાઈ ચાલ....
નથી અહિયાં કોઈ તારા જેવું...
નથી અહિયાં કોઈ સારા જેવું...
છોડી દે ને લાગણીવેડાની આ આદત મારા ભેરુ...
ઓલા ગામના તો ચપટીમાં કે છે, નાસમજ છે તું ભયલુ, નાસમજ છે ભયલુ....

ચાલ ચાલ ભાઈ ચાલ...
નથી અહિયાં કોઈ તારા જેવું...
નથી અહિયાં કોઈ સારા જેવું...
ગોતું છું તારા જ જેવા મારામાં ત્યારે....
ઓલા ગામના તો ચપટીમાં કે છે, દંભી છે તું ભયલુ, સ્વાર્થી છે તું ભયલુ,..

ચાલ ચાલ ભાઈ ચાલ....
ખરેખર નથી "ટક્યું" અહિયાં કોઈ તારા જેવું...
એટલે જ નથી બનવું મારે હવે તારા જેવું...

ચાલ ચાલ ભાઈ ચાલ...

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ