બ્રેકીંગ ન્યુઝ


ભારતીય રાજકીય વિપક્ષ નીતિને ધ્યાનમાં રાખીને એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થી લીડરે જાહેરમાં સાહેબ, બેન અને પ્રિન્સીપલ સાહેબ દ્વારા કરવામાં આવતાં દબાણ અને અન્યાય વિરુદ્ધ લડવાનું અને પ્રોટેસ્ટ કરવાનું હાથ ધરી લીધું છે. આ નિર્ણય લેવાતા હવેથી દરેક વિદ્યાર્થી હોમવર્ક ને પણ દબાણ સમજી આખો દિવસ પ્રોટેસ્ટ કરવામાં પસાર કરે છે. અને પ્રીલીયમ અને વાર્ષિક પરીક્ષાઓ ગરીબડા વિદ્યાર્થીઓ પર માનસિક અત્યાચારોનાં સાધનો ઘોષિત કરી બંધ કરવી દેવામાં આવેલ છે. આગળ રીપોર્ટીંગ કર્યા બાદ એ શાળાના પાંચમાં ધોરણમાં ભણતા બક્લેશ નામનાં વિદ્યાર્થી સાથે અમારા રિપોર્ટર ચકા એ અમુક પ્રશ્નોતરી કરી તો તેને પણ માનસિક દબાણ અને શોષણની ગટરો જેવા ઉદઘોષ સાથે અમારા રિપોર્ટર અને કેમેરામેનને શાળા બહાર કાઢી સંપૂર્ણ મીડિયા સિસ્ટમનું દમન કરવા હાથ ધરવાનું નક્કી કર્યું છે.


આગળ આવું થાય તો હેબતાઈ ન જતા.


- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ