જાત્રા

આજે ઘણા સમય પછી હું મારા કુળદેવી શ્રી હરસિધ્ધિ માતા, પોરબંદર જઈ રહ્યો છું.
આ બે દિવસ મારા માટે ફ્રેશનેશથી ભરેલા રહેશે. જાત્રા કરવાનો અનુભવ જ કૈંક અલગ જ હોય છે.
હું માતાજીની પૂનમ જેવું કાંઈ નથી ભરતો અને એવું ખાસ કાંઈ માનતો પણ નથી પરંતુ જ્યારે ઈચ્છા થાય ત્યારે વગર કોઇ તૈયારીએ બસમાં બેસી જાઉં છું. હા એ વાતનો જરૂરુથી ખ્યાલ રાખું કે હું જાત્રા એકલો જ કરું.
હું લગભગ જાત્રા મારી જાત સાથે જ કરું છું.
ઘણું મનોમંથન કર્યું હતું એ વાત પાછળ કે લોકો પૂનમ કેમ ભરતા હશે...?
પછી મને કારણ સમજમાં આવ્યું કે, પૂનમ ભરવાના બહાને પહેલા લોકોને પોતાની જાત સાથે સમય ગાળવાનો ચોખ્ખો સમય મળી જતો હતો. એ સમયમાં એ વ્યક્તિ આગળ થયેલા સારા ખરાબ કર્મો વિશે જ વિચારે અને તેના પોતાના આત્મબળે જ સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતા. અને એમની દરેક સમસ્યાઓનું સમાધાન પણ  મળી જ જતું... એટલે જ તો એકસમયે પૂનમ ભરવા જવાનું મહત્વ ઘણું હતું.
આ મારા વિચારો છે.
કમલ ભરખડા

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ