Born Leader DHONI

;) Sunday Special ;) 

Born Leader Dhoni
===============

હમણાં ધોની સાહેબ, તેમની આવેલી બાયોપિક બદલ ચર્ચામાં છે એટલે કેપ્ટન ધોનીને લઈને જે જે વિચારો છે એ રજુ કરવાની ઈચ્છા છે. (હું એમનો ફેન છું...એ અલગ વાત છે.)

કોઈપણ વ્યક્ત જો કલાકાર હોય તો તેની કલાકારી અને માઈન્ડ સેટ જન્મજાત જ હોય છે. કઈ કળાનાં દાવેદાર છો એ ગૌણ છે પરંતુ કલાકારનું માઈન્ડ સેટ એટલે કે માનસિકતા જ મહત્વની હોય છે જે દરેક વ્યક્તિમાં નથી હોતી અને લગભગ પેદા પણ ન થઇ શકે.

લીડરશીપ પણ એક કળા છે અને લીડર પોતે એક કલાકાર. લીડરનું પણ એક પોતાનું જ માઈન્ડ સેટ હોય છે જે સમય કરતા દસ કદમ આગળ જ ચાલે છે. ધોની તેમાંના એક છે. હવે એ કેમ છે એ આગળ ખ્યાલ આવશે. લીડર ફક્ત તેના કાર્યક્ષેત્ર પૂરતાં જ કેપ્ટન કે લીડર નથી હોતા પરંતુ જીવનકાળનાં દરેક પાસમાં આવનાર દરેક પરિસ્થતિને તેઓ એક લીડરની જેમ જ ઉચિત સમાધાન તરફ લઇ જાય છે. 
હા જી, મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે કેપ્ટન કુલ, ઉર્ફે માહી જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ સ્પોર્ટ્સ પસંદી લોકોનાં વખાણ મેળવી ચુક્યા છે એવા કેપ્ટન કુલ એક સફળ સ્પોર્ટ્સમેન જ નહીં સાથે એક સફળ લીડર પણ છે. 

૨૦૦૭, T૨૦ વર્લ્ડકપથી ભારતીય ટીપની કમાન સંભાળ્યા બાદ પાછું વળીને ન જોનાર કેપ્ટન કુલ પોતાના સાહસિક, ધૈર્યપૂર્ણ ઉતકૃષ્ઠ ખેલ અને માનસિકતા પ્રદર્શને ક્રિકેટ જગતના તમામ ફોરમેટમાં ભારતને સર્વોચ્ય સ્થાન અપાવ્યું છે. એટલું જ નહીં પણ ધોનીની ગણતરી વિશ્વના ટોપ ૧૦ સ્પોર્ટ્સ સ્ટાર્સમાં પણ થાય છે જેના દ્રારા એ ભારતના સૌથી મોટા બ્રાંડ એમ્બેસેડર તરીકે પણ જીવન જીવી રહ્યા છે એટલે જ લક્ષ્મીજીએ પણ પછી ક્યારેય ધોનીની જેમ ધોનીના ઘરમાંથી પાછું વળીને જોયું નથી!

કેપ્ટન કુલનાં પોતાનાં પર્સનલ/ખાનગી જીવનને જાહેર જીવનથી સલામત રાખવાના પ્રયત્નો અત્યાર સુધી સફળ રહ્યા છે. તે કારણોસર જ તેમની અન્ય ક્ષેત્રની લીડરશીપના દાખલા બહું ઓછા નજરે ચડ્યા છે. પરંતુ પોતાની બાયોપિક લોન્ચ કરીને કેપ્ટન કુલ એ એક લાંબી ગેમ રમવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. 

ક્રિકેટ ભારતમાં ધર્મની જેમ પુંજાય છે અને લોકો જેમ ઈશ્વરને દિવસમાં પાંચ વખત આરતી, દર્શન અને નમાઝ માટે યાદ કરે છે તેમ જ ક્રિકેટના ચાહકો આખો દિવસ ક્રિકેટના સમાચારો સાથે કનેક્ટ રહે છે! હાલમાં જ ભારતીય ક્રિકેટમાં જે નાના મોટા બનાવો બન્યાં છે તેની જાણ લગભગ બધાને હશે જ. છેલ્લા ઘણા સમયથી ધોની એક સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છે જેમાંથી નીકળવાના પ્રયાસોમાં ઘણી વખત તેઓને આકરી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે. પરંતુ કેપ્ટન કુલ એ હંમેશા પોતાના જ તેમના ટીકાકારોને હંમેશા સહજ અને રમુજ અંદાજમાં બંધ કર્યા છે. 

ધોનીએ તેની બાયોપિક ઘણી વહેલી લોન્ચ કરીને પોતાની લીડરશીપ પોતાના માટે જ વાપરવાની તક ખેંચી લીધી. હજી સુધી તેંડુલકર જેવા ભગવાન સ્વરુપ માની લેવાયેલ મહાન ખેલાડીની બાયોપિક  પણ લોન્ચ નથી કરી ત્યાં ધોનીના આ નિર્ણયે લોકોમાં થોડી વિસ્મયતાતો ઉભી કરી જ હશે પરંતુ શક્ય કારણો ખ્યાલ આવ્યા બાદ ખબર પડી કે, બાયોપિક જલ્દી લોન્ચ કરવાનો ઈરાદો નેક પણ છે અને ભારતીય ટીમ માટે પણ એટલું જ જરૂરી અને ફાયદાકારક છે. 

રવિ શાસ્ત્રીનાં ભારતીય ક્રિકેટ ટીમના ટીમ મેનેજર બન્યા બાદ તેમણે પહેલુ કામ વિરાટ કોહલીને કેપ્ટન બનાવવાનો “અયોગ્ય” પ્રયત્ન કર્યો. હવે એમની મંશા કે ઈરાદાઓ શું હોય એતો એ પોતે જ જાણે, પણ એક વાત નક્કી છે કે, એક ટીમમાં બે કેપ્ટનો તો રહી જ ન શકે, એટલે ધોનીને કેપ્ટનશીપ છોડવી પડે એ સ્વાભાવિક હતું. હવે ધોની સંપૂર્ણ ફીટ છે રમત પણ દિન પ્રતિદિન ઉત્કૃષ્ટ થતી જાય છે અને કેપ્ટનશીપ પણ અવ્વલ કક્ષાની. તેની સામે ફક્ત સારી રમતનાં જોરે વિરાટ કોહલી પર ભારતીય ક્રિકેટની સંપૂર્ણ જવાબદારી સોંપવી એ મુર્ખામી ભર્યો વિચાર સાબિત થઇ શકે. કારણકે સારો ખેલાડી સારો કેપ્ટન હોય એ જરૂરી નથી. વિરાટ કોહલીમાં સારા કેપ્ટન બનવાની ક્વોલીટી હોઈ શકે પરંતુ હાલનો સમય એમના માટે ક્રિકેટની રમતમાં વધારે મેચ્યોર અને ગંભીરતા પ્રાપ્ત કરવાનો સમય છે એવું ધોનીનું સ્પષ્ટ પણે માનવું હશે. 

કોઈપણ રમતમાં કેપ્ટનની જવાબદારી ફક્ત ગ્રાઉન્ડ પર નથી હોતી પરંતુ ગ્રાઉન્ડની બહાર ટીમ સિલેકશન, મેનેજમેન્ટ, પ્રેસ મીટીંગો અને ટ્રેનીંગ જેવા વિભાગો પણ કેપ્ટનની જ જવાબદારીમા આવે છે. જેમાં એક ખોટો નિર્ણય આખી ટીમને ભોગવવો પડે છે. ધોની એ આગળ પણ ટીમ સિલેકશન વખતે એવા નિર્ણયો લીધા હતા કે જે ઘણા રિસ્કી હતા પણ એકંદરે પાક્કી ગણતરી વાળા સાબિત થયા. પોતાના પર આટલો આત્મવિશ્વાસ અને હજુ પણ આવનાર દસ વર્ષ માટેની ટીમ તૈયાર ન થઇ હોય ત્યારે પોતાના જેવો પીઠ અને અનુભવી પ્લેયર ટીમ ગુમાવે એ વ્યાજબી નથી એટલે પછી ધોની એ પ્રેસ મીટીંગોમાં ક્રિટીક્સનાં આવતા સવાલોના જોરદાર વળતા પ્રહારો ચાલુ કર્યા. પરંતુ આ બધું કર્યા છતાં પણ ડ્રેસિંગ રૂમનો માહોલ શાંત ન હતો. IPLમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે ભૂમિકા સારી નિભાવી રહ્યો છે પરંતુ હજુ પણ ભારતના કેપ્ટન બની શકે એટલી માનસિક પરિપક્વતાનો અભાવ હોવાને લીધે આવતા વર્લ્ડકપ સુધી પોતે જ ભારતીય કેપ્ટન બની રહે એ જરૂરી હતું જેથી એ ગાળામાં ભારતને આવતા દસ વર્ષ માટે પ્લેયરોને પોતાના અનુભવના છાંયડામાં તૈયાર પણ કરી શકે એટલો સમય મળી રહે.  

પરંતુ ધોનીના સંદર્ભે પરિસ્થતિઓ વિફરી જ રહી હતી અને એ ભારતીય ક્રિકેટ માટે પણ એકંદરે સારા સમાચાર ન હતા. ધોનીની કેપ્ટનશીપમાં છેલ્લી ટુર્નામેનટોમાં ભારતને સદંતર ચડતી-પડતી સામનો કરવો પડ્યો, જેથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ વિરાટ કોહલીના કેપ્ટન બનવાની માંગ પરોક્ષપણે ઉભી થઇ રહી હતી. હવે આ પરિસ્થતિમાં લોકોનો ધોની પ્રત્યેનો આત્મવિશ્વાસ વધે એ પણ જરૂરી હતું!

એટલે જ આ બધા વિચારોનો અને મુંજવણોનો ગુણાકાર એટલે તેની પોતાની બાયોપિક M.S.DHONI! 

ધોની એ ખરેખર પોતાની લીડરશીપ કવોલીટીનો સમયસર ઉપયોગ કરી, ભારતીય ક્રિકેટ ટીમ આવનાર વર્ષોમાં પણ હાલની જેમ જ પ્રોડકટીવ રહે એ માટે સમય પહેલા જ બાયોપિક લોન્ચ કરીને ધોનીએ પોતાની જ સ્ટાઈલમાં હેલીકોપ્ટર શોટ માર્યો છે. આ બાયોપીકથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં ધોની માટે એક પોઝીટીવ વેલ્યુએશન તૈયાર થશે જે ધોની માટે કેપ્ટન બની રહેવા અત્યંત જરૂરી છે. હવે તમે જ કહો કે ધોનીની બાયોપિક અત્યારે આવે તે યોગ્ય રહે કે ૧૦ વર્ષ પછી? છે ને ચાલબાઝ લીડર! આપણાં કેપ્ટન કુલ! આ એક લીડરશીપ જેવા વિષયો માટે કેસ સ્ટડી કરવાનો મજબૂત મુદ્દો છે.

ભારતીય ક્રિકેટ ટીમ આવનાર વર્ષોમાં ધોનીની લીડરશીપથી ટુર્નામેન્ટો જીતતી રહે અને ભારતને ધોનીની છત્રછાયાં હેઠળ વિરાટ કોહલીની યોગ્યતા કેપ્ટનશીપ બાબતે વધે અને સારા પ્લેયરો મળે એવી શુભેચ્છા.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ