હાર્લિ એન્ડ ડેવિડસન્સ

આ વાત છે ત્યારની જ્યારે હાર્લિ એન્ડ ડેવિડસન્સ ફકત અટક હતી ત્રણ ચાર લોકોની, કે જેઓ સપનું જોઇ રહ્યાં હતાં એક અનોખી બાઇક બનાવવાનું. એ હજુ કંપની નહોતી બની. પરંતુ એ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો એ વિચાર્યું કે હવે દુનિયાની સૌથી અલગ બાઇકને જમીન પર ઉતારવી જ છે ત્યારે તેઓ કંપની સ્થાપે છે અને તેનુ નામ રાખવામાં આવે છે, હાર્લિ એન્ડ ડેવિડસન્સ.

હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રોએ કેટ-કેટલી બાધાઓ ઓળંગીને દુનિયાની સૌથી લોકપ્રિય અને સફળ બાઇકસ બનાવનાર કંપની બની તેની ગાથા તો ઘણી મોટી છે જે આ લેખમાં સમાવેશ કરવો ઘણો જ અઘરો છે. પરંતુ મારે એક હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો વચ્ચે શરૂઆતમાં બનેલો સંવાદ રજુ કરવો છે.

વોલ્ટર ડેવિડસન્સ બાઇકની ડિઝાઇન જોતાં જોતાં કહે છે કે, " અમેરિકામાં હાલમાં (1901) માં પણ 50થી વધું મોટરસાઇકલ બનાવનાર કંપની છે પણ આપણે સૌથી બેસ્ટ મોટરસાઇકલ બનાવવી છે અને દુનિયાની શ્રેષ્ઠતમ મોટર સાઇકલ બનાવનારી કંપની બનાવવી છે."

આ સંવાદ એટલો બધો પ્રેરણાદાયી છે, એ લોકો માટે કે, જેઓને ભીડમાં પણ દુનિયાને શ્રેષ્ઠ આપવાની ઘેલછા છે. આ સંવાદ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો વચ્ચે વાતચીત ન હતી પણ એમનો બાઇક પ્રત્યેનો પ્રેમ અને એટીટ્યુડ અથવા અભિગમ હતો, કે જેણે આટલી વિશાળ કોમ્પિટિશનમાં પણ એક સફેદ ધૂમકેતુની જેમ માર્કેટમાં આવ્યું અને કાયમ માટે દુનિયાના તમામ લોકો કે જે બાઇક લવર્સ હોય કે ન હોય પણ દરેકની સપનાની બાઇક બની ગઇ છે. અને વર્ષો સુધી બની જ રહેશે.

કદાચ એ સમયમાં એ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો ગભરાઈ ગયા હોત અને તેઓ આટલી મોટી કોમ્પિટિશનને કઇ રીતે તોડી શકીશું એવું વિચારીને બેસી ગયાં હોત તો વિચારી લો દુનિયાને હાર્લિ એન્ડ ડેવિડસન્સ જેવી રચના ક્યારેય ન મળી હોત!

તો આ હોય છે, પ્રોડક્ટ પ્રત્યેનાં પોઝિટિવ એટીટ્યુડ, મહેનત અને વિશ્વાસ કે જે બનાવે છે હાર્લિ એન્ડ ડેવિડસન્સ જેવી કંપની.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ