પાકિસ્તાની કલાકારો મુદ્દે ભારતની રોક કેટલી વ્યાજબી ?

જયારે હું ૭માં ધોરણમાં હતો ત્યારે અમે ૩ વર્ષ પૂરતા સુરત શિફ્ટ થયા હતા. આજે સવારે Hindustan Timesમાં પાકિસ્તાન કલાકારો પર સૈફ અલી ખાનની કમેન્ટ વાંચ્યા બાદ એકાએક સુરત રહેતા હતા ત્યારનો એક સંવાદ યાદ આવી ગયો. 

Page No. 14, Hindustan Times, Mumbai
Saturday, October 01, 2016

મારી મમ્મીને ત્યાંથી કોઈ એમના સ્નેહીજન અમારા ઘરે આવ્યા હતા. સુરત એમને કઇંક બે-ત્રણ દિવસનું કામ હશે એટલે અમારે ઘરે જ રોકાયા હતા. અમારે અમારા પડોસનાં પટેલ અંકલ સાથે ખુબ બનતું. એમના બાળકો પણ અમારા જ જેવડા હતા. ક્યારેક આખો આખો દિવસ અમે એમના ઘરે હોઈએ અને ક્યારેક એ લોકો અમારા ઘરે આખો દિવસ પસાર કરે. મહેમાન હતા ત્યારે જ એક વખત અંકલે તેમને ત્યાં જમવાનું રાખ્યું. જમીને પાછા ફરતી વખતે એમણે મારા મામીને કહ્યું કે, તમારા જેવા પડોશના વ્યવહાર મેં હજી સુધી નથી જોયો. કેટલી બધી આત્મીયતા!

અમારી પટેલ અંકલ સાથે સારા સબંધોની શરૂઆત પણ અમે બધા બાળકો એ જ કરી હતી. અમે શરૂઆતમાં ભણવાના લીધે એક બીજાના ઘરે જવાનું શરુ કર્યું. અને સબંધો પછી ધીમે ધીમે આગળ વધ્યા. વ્યવહારમાં ન મારા પરિવારને કઈ કહેવું પડે કે ન તે અંકલની ફેમેલીને. દંભ વગરનો એક અલગ પ્રકારનો સબંધ ડેવલોપ થઇ ગયો હતો. 

બસ એજ આખો સિનારિયો મને યાદ આવી ગયો, આજે સવારે જયારે મેં સૈફ અલી ખાનની કમેન્ટ વાંચી અને લાગ્યું કે ખરેખર એ જ તો સત્ય છે. જ્યાં સુધી એક બીજા દેશોના વ્યક્તી એકબીજાના દેશમાં આવીને ભળશે નહીં,એક બીજાને સમજશે નહીં અને એક બીજાને કામ નહીં આવે ત્યાં સુધી કોઈને પણ એક બીજાની વેલ્યુઝની ખબર પડવાની નથી. બસ આમને આમ ચાલતું રહશે. 

થોડા સમય પહેલા નવાઝ શરીફ વિષે કઇંક વાંચ્યું હતું. તેઓ એક અતિ બુદ્ધિશાળી, સ્વતંત્ર અને લિબરલ પ્રકૃતિનાં વ્યક્તિ છે. જેના લીધે જ મોદીજી પણ એમને મળવા ઉત્સુક થયા હતા. પરંતુ હાલમાં જ શરીફનું જે વર્તન છે એ એમનુ પોતાનું છે જ નહીં. તેઓ કઠપૂતળી છે એમના સમાજની અને જેહાદી સંગઠનોના મોભીઓની. ફક્ત સરિફ નહીં પરંતુ તમામ પાકિસ્તાની રાજકીય પક્ષો એ લોકોના નીચે જ બેશે છે. 

જેવા વિચારો ભારતમાં પાકિસ્તાનીઓને લઈને છે તેનાથી પણ વધારે પાકિસ્તાનીઓ આપણા વિષે વિચારે છે અને એ પણ નેગેટીવ. આજે શરીફ સેજ પણ ભારતનાં પક્ષમાં આવવાનો પ્રયાસ કરે તો તે જેહાદી સંગઠનો શરીફ અને એમની પાર્ટીને પાકિસ્તાનના અડધી બુદ્ધિનાં લોકો સામે તેમણે ભારતના પીઠ્ઠું કહીં ને ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. હવે સ્વાભાવિક રીતે પાકિસ્તાનને ભારત સાથે સબંધોમાં સંતુલિતતા જળવાઈ રહે એવાં કોઈપણ પ્રયાસો શરીફ કરવા જાય તો એમણે જનતાના દ્વેષનો સામનો કરવો રહ્યો. જે ટેકનીકલી રાજકીય દ્રષ્ટિ એ યોગ્ય નથી. ઠીક છે આગળ વધીએ. 

તો મુદ્દે અત્યાર સુધી સમજવા એ મળ્યું કે, કોઈપણ બે મોટી એન્ટીટીને ભેગી કરવા માટે શરૂઆત તેના નાનામાં નાના એકમથી જ કરવી પડશે. દેશનો એકમ એની જનતા હોય છે. જ્યાં સુધી વિચારો અને લોકોની આપ-લે નહીં થતી રહે ત્યાં સુધી દરેક દેશની જનતા એકબીજાને સમજ્યા વગર વાહિયાત કમેન્ટ આપતી જ રહેશે અને તેની સીધી અસર એ બંને દેશોના સબંધો પર પડશે. તો અંતે તો સમજવાનું આપણા એકબીજાને જ થયું. આવી રીતે કલાકારોને અટકાવી ને સબંધોમાં સુધારાની અપેક્ષા લગભગ શૂન્ય થઇ છે. 

જોકે ભારતે અત્યાર સુધી એવાં પ્રયત્નો પણ કર્યા છે કે કલાકારો થકી બે દેશ જોડાઈ રહે. પરંતુ હવે ઈરાદા બદલાયા હોય તો કઈ કહીં ન શકાય. બાકી જો હજુ પણ ભારતનો એજન્ડા પાકિસ્તાનને સુધારવાનો જ હોય તો ઉપર જણાવેલ પ્રયાસો આદરવા જ રહ્યા. બાકી તો જય જગન્નાથ. 

જય હિંદ. 

Kamal Bharkahda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ