સકારાત્મકતા, ઉત્સાહ અને ભારત

ભારત એ POKની હદમાં આવીને જે સર્જિકલ મુવમેન્ટ કરી તેના માટે તમામ એક્ટીવ કમિટી, સેના અને મુવમેન્ટ પર ગયેલા જવાનોને આભાર. હા એક સુચના....આ પોસ્ટમાં આપણી સેના, મોદીજી અને પક્ષોને ચર્ચામાં નહીં લાવું. કારણ કે હું જે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યો છું એ આ બધાથી અલગ અને ઉપરનો મુદ્દો છે.

અને એ મુદ્દો છે ભારતીય જનતાનો પોતાની જ ક્ષમતા પર પાછો ફરેલો વિશ્વાસ. એક આનંદ છે આપણા બધામાં આજે સવારથી જ. એ આંનદ શેનો છે એ કોઈ તેનું વિશ્લેષણ કરી શકે? કોઈપક્ષનાં નેતા એ કૈંક અલગ કર્યું એટલે છે? ના, શું આપણા સૈનિકો એ આ કાર્ય કર્યું એનો છે? નાં. શું ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો એનો છે? ના. તો?

ગઈકાલની મુવમેન્ટથી ભારતની જનતાને પોતાના જ વજુદ પર પુનઃવિશ્વાસ આવ્યો છે. આપણા બધાને એક વિશ્વાસ બેસી ગયો કે, આપણે પણ જવાબ આપી શકીએ છીએ. અત્યાર સુધી ફક્ત સાંભળેલા દાખલાઓ જયારે નજર સામે શક્ય બનતા જોઈએ અને એ પણ આપણા જ લોકો દ્વારા થયેલા હોય ત્યારે કોઈપણ રાષ્ટ્રની જનતામાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને ઉત્સાહમાં ધરખમ વધારો થાય છે અને એ પણ એક લાંબા ગાળા સુધી દેશની જનતાને દેશના માળખા પર વિશ્વાસ બેસે છે.

ગઈકાલનાં જેવી મુવમેન્ટસને મનોવૈજ્ઞાનિક પણે સમજવા જઈએ તો ખ્યાલ આવે કે, તે ઘટના રાષ્ટ્રના તમામ નાગરિકો પર બહુ જ મોટી અને અમર પોઝીટીવ અસર છોડી જાય છે. જે જરૂરી છે કોઈપણ નાગરિકની પોતાના રાષ્ટ્રના હિત માટે. રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને ભાવનાત્મક જોડાણ જેવા એલિમેન્ટસ નાગરિકોની રોજબરોજની પ્રાથમિકતામાં આવી જાય છે. જે ઘણું અઘરું કાર્ય છે.

બસ આ જ તો કરવાનું છે. ભવિષ્યમાં આવનાર તમામ લીડરોને એક પ્રાર્થના કે, પોતાના દેશ માટે જનતાનો ઉત્સાહ આવો ને આવો જ જળવાઈ રહે એજ દિશામાં પ્રયાસો આદરે.

જય હિંદ

કમલ ભરખડા.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ