જાતિવાદ એક ગ્લોબલ સમસ્યા છે.

દુનિયામાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક જાતિવાદનાં કિચડમાં ઓળઘોળ હોય જ છે. અને એ વાતમાં મારી સહમતી હોવાના કારણો રજુ કરવાં માગું છું. દેવદત્ત પટનાયકના એક શો માં એમણે જાતિવાદ પર ખૂબ સરસ સમજણ આપી હતી.

એમણે કહ્યું હતુ કે, જાતીવાદીપણું એક માનવીય સ્વભાવ છે. જેમ ભુખ લાગતાં આકૂલ વ્યાકુળ થઈ જવાય છે તેમજ સામાજિક પ્રાણી એવાં માણસમાં તેની પોતાની કોઇપણ પરિસ્થતીમાં બીજાથી અલગ હોવાની માનસિકતા જ ખરી જાતિવાદ છે.

જાતિવાદ એટલે દલિત-સવર્ણની માથાકૂટ જ નહીં પણ અમીરી-ગરીબી, હોશિયાર-સામાન્ય વગેરે વગેરે..

જેમ ભારતમાં જે પ્રમાણે જાતીવાદ છે તે બધાને ખ્યાલ જ છે પણ જાતિવાદ એ વૈશ્વિક સમસ્યા છે. માનવામાં ન આવ્યુ ?

જી હાં, જે પણ વ્યક્તિ અમેરિકા કે બીજા દેશોમાં ભણવાના કે નોકરીના સપના જોવે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ પણે જાતિવાદનાં કિચડમાં ઘસી ચુક્યા છો.

ભણવા જતાં પહેલા તમારે જે બેન્ક બેલેન્સ બતાવવું પડે છે તેનાથી એ એમને યે ખ્યાલ અવે છે કે તમે પહોંચી શકો એવાં સમાજમાંથી આવો છો. અને જયાં સુધી કોઈ પાક્કી આવડત ન હોય ત્યાં સુધી કામ કરવાનાં વિઝા પણ નથી જ મળતાં. આ બધુ જાતિવાદ છે. અમીરી ગરીબી અને નિપુણ અને નકામો.

એટલે જાતીવાદમાંથી સંપુર્ણ નાબુદી મળવી એ લગભગ અશક્ય છે.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ