Formula of Great Stories Decoded

પ્રભાવશાળી અને ચોટદાર વાર્તાનો પ્લોટ કઈ રીતે તૈયાર થાય એ વિષય પર મેં થોડું એનાલીસીસ કર્યું છે અને મને વિશ્વાસ છે કે, વાર્તાકારોને જરૂરથી મદદરૂપ થશે. 

અમુક વાર્તાનો પ્લોટ/વિષય સામાન્ય લાગે તો કોઈ અતિ-શક્તિશાળી લાગે. ઘણાં સારા સારા ચલચીત્રૉ અને કથાઓ જોયાં વાંચ્યા અને સાંભળ્યા પછી એક અનુમાન પર આવ્યો કે, કોઈ પણ કથા કે વાર્તાનો મુખ્ય પરિબળ તેનો વિષય છે. કોઈપણ સામાન્ય વાર્તાનો વિષય નીચે જણાવેલ બે માંથી એક પરિબળ પર બને છે. 



૧. શક્ય વિષય ( Plot based on Reality and based on Possibilities ) 
૨. અશક્ય વિષય ( Plot based on Fiction and based on Philosophical Approach )

દર્શક, શ્રોતા અને વાંચનાર વર્ગ વાર્તા સાથે જકડાઈ રહે એ વાર્તાનાં વિષય પર નિર્ભર છે. શકય વિષયો રોચક નથી હોતા અને અશક્ય વિષયો પર ગંભીરતા ઉદ્ભવે તેના ચાન્સીસ ઘણાં ઓછા હોય છે. તો પછી સારી વાર્તા અને પ્રભાવશાળી વાર્તાનાં વિષય / પ્લોટ વચ્ચે ભેદ શો? 

વાર્તાને રોચક બનાવવા વાર્તાકાર ક્યારેક “શક્ય વિષય”ની રેખા ઓળંગીને અશક્ય વિષયનાં વાતાવરણમાં ઘસી પડે છે જે ફક્ત દર્શક, વાંચનાર અને શ્રોતા સમજી શકે છે. એજ રીતે અશક્ય વિષયને રીયાલીટીનો ટચ આપતાં આપતાં પ્લોટ બદલાઈ જાય છે. તો પ્રભાવશાળી વાર્તાની ચાવી બસ અહિયાં જ ક્યાંક છે. 

સારી વાર્તાઓમાં શક્યતાઓ અને અશ્ક્યતાઓને એક સાથે એક જ પ્લોટ પર બેસાડવામાં આવે છે. શક્યતાઓ અને અશક્યતાઓ વચ્ચેની એક પાતળી રેખાનો પ્રભાવ છે. બસ વાર્તાકારે એ પતલી લાઈનને પકડી રાખવાની છે. એક વાર વાર્તાની પ્રસ્તાવનાં મગજમાં બેસે એટલે એ લાઈન પર પ્લોટ તૈયાર કરવો એટલો પણ અઘરો નથી. જેવી લાઈન ચુક્યા કે પ્લોટની ગંભીરતા અને રોમાંચ ગુમાવી બેસતા વાર નથી લાગતી. 

Mahabharat, Rocky, God Father, Forest Gump, Cast Away, The Shawshank Redemption, Casablanca, Jonathan Livingston Seagull, Ramayana, Inception, Interstellar, Aanand, Breaking Bad અને જાણીતી નવલકથાઓ આ ફોર્મુલા ઉપર જ બનેલ છે. ઉપર જણાવેલ તમામ મહાન રચનાઓ અને પ્લોટનું પરફેક્ટ એનાલીસીસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે અશક્ય પ્લોટને અનુભવ અને શક્યતાઓના પાત્રમાં સારી રીતે પીરસાયું છે જેનાં પ્રતાપે એ ચલચિત્રો અને રચનાઓ દર્શકો, શ્રોતાઓ અને વાંચનારનાં માનસ પટ પર અમર થઇ ગઈ છે. 

ધન્યવાદ. 

કમલ ભરખડા.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ