લોકશાહીમાં જનતાની ફરજ

અપના અડ્ડા, હેમંતભાઈની રવિવાર, ૨૮ ઓગસ્ટ, ૨૦૧૬ની પોસ્ટ રોચક અને માણસાઈ પ્રત્યે પ્રાથમિક વ્યક્તિની જવાબદારી અને ગૌરવ લેવા જેવી પ્રવુત્તિઓ બાબતે આંખ ઉઘાડી જાય છે. પરંતુ એ પોસ્ટ એવાં ઘણાં મુદ્દાઓ ઉખેડી જાય છે જે ભારત જેવા વિશાળ જન ધરાવતો દેશ જો આગળ સમજ ચૂક કરશે તો દેશની અધોગતિ નિશ્ચિત છે. હું અહિયાં હેમંતભાઈની પોસ્ટ મુકું છું. 

“બ્રાઝીલના સૌથી શ્રીમંત તેમજ સૌથી શક્તિશાળી લોકોમાંથી એક એવા....Chiquinho Scarpa....એ સનસની ફેલાવી દીધી જ્યારે એમણે પોતાની દસ લાખ ડોલર (7 કરોડ) ની બેન્ટલે (Bentley) કાર ને દફનાવવાની ઘોષણા કરી અને કારણ જણાવ્યું કે, "હું આવું એટલા માટે કરી રહ્યો છું કારણકે મરણ પામ્યા બાદ હું આમા ફરી શકું. આ પ્રસંગ માટેનો દિવસ પણ તેમણે નક્કી કરી નાંખ્યો.

આ કાર્યની ત્યાંના મિડિયાએ ખૂબ આલોચના કરી તેમજ ખબરને ઘણી નેગેટીવ લીધી, એમને પાગલ ઘોષિત કરી દીધા. મિડિયાએ કહ્યું....આટલી કિંમતી વસ્તુને દફનાવવું એ પૈસાની બરબાદી સિવાય બીજું કંઇજ નથી. આ કેવો માણસ છે? કારને દફનાવવા કરતાં દાન કેમ નથી કરતો? પરંતુ આ બધી બાબતોને અવગણી એ વ્યક્તિ પોતાના કાર્યમાં લાગી રહ્યો.

પરંતુ હવે વાર્તામાં ટ્વીસ્ટ આવે છે....સીટ બેલ્ટ બાંધી લો....(અગર ટ્વીસ્ટ ના હોત તો અહીં ચર્ચા કરવાની કોઇ જરૂરિયાત જ ન હોત) નક્કી કરેલ દિવસે જ્યારે લોકટોળુ તેમજ ઘણા મિડિયાકર્મીઓ એકઠા થયાં ત્યારે પોતાની Bentley કારની અંત્યેષ્ટી પહેલાં એમણે ઘોષણા કરી કે, તેઓ કારને દફનાવશે નહીં પરંતુ લોકોનું ધ્યાન “અંગદાન” કરવા બાબત તેમજ જાગરૂકતા ફેલાવવા માટે એમણે આ ડ્રામા કર્યો.

એમણે પોતાના ભાષણમાં કહ્યું કે, “લોકોએ મારી નિંદા કરી કેમકે હું મારી મૂલ્યવાન 7 કરોડની કારને દફનાવવા જઇ રહ્યો હતો. પરંતુ મારી મૂલ્યવાન કારની તુલનાએ તમે તમારા બહુમૂલ્યવાન hearts, livers, lungs, eyes, kidneys વગેરે અંગો રોજ દફનાવો છો જે ખરેખર ખોટું છે. ઘણાં લોકો આપના સ્વસ્થ અંગોના પ્રત્યારોપણ માટે ઇન્તેજાર કરી રહ્યાં છે જેના થકી એમની જીદંગી બચી શકે એમ છે. મેં પ્રણ કર્યું છે તમે પણ પ્રણ કરો કે પોતાના અંગોનું દાન કરશો જેથી આપણાં અંગો જીદંગીની સાથે પણ તેમજ જીદંગી પછી પણ કામ કરતા રહે અને લોકોને નવજીવન બક્ષતા રહે.”

ઉપરની પોસ્ટ બાબતે મારું થોડું એનાલીસીસ હું અહીં મુકવા માંગુ છું. હેમંતભાઈ ની દરેક પોસ્ટ જ્ઞાનરસ અને સનાતન સત્યથી ભરપુર હોય છે. આ વખતની પોસ્ટ પણ જ્ઞાનરસ અને સનાતન સત્યથી ભરપુર છે. દરેક કમેન્ટ વાંચ્યા પછી એવું લાગ્યું કે દરેક એ જ્ઞાનરસ લઈને જ તૃપ્ત થઇ ગયા. પરંતુ આ પોસ્ટમાં સનાતન સત્ય ઘણું વિચિત્ર છે. (માફ કરશો મારી કોઈ વ્યંગબાજી કરવાની ઈચ્છા નથી)

બ્રાઝીલની જનતા એક નાના એવા વિષય પર પોતાનાં મોરલ વિચારો પ્રગટ કરવા લાગી પરંતુ હેમંતભાઈ ની પોસ્ટથી સાબિત થયું છે કે, ખરેખરા વિષયો પર ક્યારેય મોટાભાગની લોકશાહી રાષ્ટ્રની જનતા એમની ચાંચ ડૂબાડતા જ નથી કે નથી એમની મીડિયા એવું વિચારતી.

જનતા પોતાનો મત લોકશાહી સિસ્ટમમાં જ આપી શકે. પરંતુ લોકશાહી અતિ લોકશાહી બનતા સેજ પણ વાર નથી લાગતી. અતીલોક્શાહીમાં પ્રજા મુર્ખ બને છે અને કોઈપણ શક્તિશાળી વ્યક્તિ એ તમામને જે પણ વિષય કે સમસ્યા પર વાળે તેના પર જ આગળ જનતા પોતાનો માર્ગ બનાવે છે જે દેશને કે પોતાને હિતકારક ત્યારે જ હોઈ શકે જયારે એમનો લીડર ઈચ્છે ત્યારે.

આવી લોકશાહી કરતા સ્ક્યુલરીઝમ યોગ્ય છે. હેમંતભાઈ ની પોસ્ટમાં એ ધનિક શક્તિશાળી વ્યક્તિનો વિષય અને વિચાર લીમીટેડ કક્ષા એ હતો. એ ફક્ત એક સારા કાર્યને મદદરૂપ થવા અપીલ કરી રહ્યું હતું. હવે વિચારો કે જો આ પરિસ્થતિમાં એ વ્યક્તિએ પાવરમાં આવીને લોકો પાસે કૈંક વધારે સ્વાર્થી કાર્યો કરાવે તો ? કે જે દેશ વિરોધી પણ હોઈ શકે!

જરૂરી છે શિક્ષિત થવાની પૂર્ણ પણે અને નૈતિક પણે. ફક્ત પેટનો ખાડો ભરવા માટે જ શિક્ષણની જરૂરિયાત નથી. આત્માને અને પોતાની પોસિટીવ મોરલ વેલ્યુઝને ટકાવી રાખવા પણ એ જ નૈતિકતાથી પૂર્ણ કરેલું શિક્ષણ જ છેલ્લે કામ આવે છે.

જેમકે, બ્રિટેન એ હાલમાં યુરોપિયન યુનિયનમાંથી નીકળવાનો જે નિર્ણય લીધો એ એમના મેજોરીટી લોકશાહી શિક્ષિત અને સમજુ જનતાને આભારી છે. બ્રિટેનનાં દરેક વ્યક્તિને એ નિર્ણય બાબતે થતા ફાયદા અને ગેરફાયદાઓ મન મગજમાં છે. આને કહેવાય લોકશાહી.

શિક્ષણ નહીં સુધરે ત્યાં સુધી યોગ્ય લોકશાહીની અપેક્ષા આપણે કરીએ એ વાતમાં પણ માલ નથી.

જય હિન્દ.

- કમલ ભરખડા 


ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ