જીવનનાં સૌથી સુખદ ક્ષણો માંથી એકની વાત કરું.

બે વ્યક્તિ, કે જે એક બીજાના જીવનની જવાબદારી ને લઈને ક્યારેય મજબુર ન હોય ત્યારે સાચો પ્રેમ પાંગરે છે.
બંને સાથે હોય કે ન હોય પરંતુ એક બીજાની અનુભૂતિ જ એમને હસતા રાખે છે. આખરે પ્રેમ એક બીજાની સાથે રહેવામાં નહીં પણ બંને એક બીજાની મજબૂરી ન બને એ પ્રકારનો સબંધ છે જે કોઈ પણ ક્ષણે એક બીજાની અનુભૂતિ કરાવવાનું નથી છોડતું.
જંગલ જેવા જીવનમાં જયારે એ પ્રેમની મીઠી યાદ એક ચકલીનાં કલરવની જેમ સામે આવી જાય એ અનુભૂતિ શ્રેષ્ટ છે અને સુખદ છે.
પ્રેમ એટલે એક બીજાની સાથે રહેવામાં નથી પણ એક બીજાના ગમતામાં રહેવાનો છે. 
- કમલ ભરખડા

ઉના ક્રાંતિ!

" ઉના ક્રાંતિ પતશે હવે એટલે આગળનો એજન્ડા શું છે? "

આવુ પૂછતાં જ શ્રીમાન પ્ર.કી. એ ફોન રાખી દીધો.

#doProtest its our Rights but please don't harm #society

Kamal Bharakhda

ઇશ્વર

ઈશ્વરને હંમેશા થર્ડ પાર્ટી માનવું જરૂરી નથી. ઈશ્વરીય તત્વ કોઈ  બાહ્ય કે આંતરિક ફોર્સ તો બિલકુલ નથી. એક પ્રકારનાં સ્ટેટ ઓફ માઈન્ડને ઈશ્વરીય અનુભૂતિ કહી શકાય છે.

દરેક વ્યક્તિ ને ખ્યાલ છે neurones એટલે કે ચેતના કોષો જેવું આપણા શરીરમાં કઇંક કાર્યરત છે. આપણી તમામ કાર્ય કુશાળતાઓ એ ચેતના કોષોને આભારી છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકો એ એને જોઈ શકે એવી પ્રણાલી ન વિકસાવી ત્યાં સુધી એમને પણ વિશ્વાસ ન હતો.

એવી જ રીતે ક્રિએટીવીટી એટલે રચનાત્મકતા એ વ્યક્તિ દ્વારા લેવાયેલ સૂક્ષ્મ સંકલ્પ છે જે તેના ચેતના કોષો કે મગજના એ ભાગને એ રીતે એક્ટિવેટ કરે છે કે જેનાથી મગજ નો એ ક્રિએટિવ ભાગ કે જેને આપણે ઈશ્વરીય તત્વ જણાવ્યું છે એ કામે લાગી જાય છે.

દરેક ને ખ્યાલ છે કે રચનાત્મક થવા માટે માહોલની જરૂરિયાત પડે છે. પરંતુ એ એટલા માટે કે દરેક વખતે મગજનાં એ ભાગને એક્ટિવેટ કરવા માટે એ મહોલનાં કીક ની જરૂર પડે છે. હવે અમુક લોકો કુદરતી રીતે હર હંમેશ એજ સ્ટેટ ઓફ માઈન્ડમાં જીવતા હોય છે. પછી આગળ જતા એ લૌકિક માહોલ એમના માટે જરૂરી નથી રહેતો.

એટલે જ એ સ્ટેટ ઓફ માઈન્ડ એટલું બધું વિશાળ અને રસથી ભરપૂર છે કે તેના અનુભવીને એ એક પ્રકારનો અનેરો પ્રગાઢ આનંદ અપાવી જાય છે જે આ લૌકિક જીવનનાં સાધનો નથી અપાવી શકતાં. એટલે જ વ્યક્તિ તેને એક ઈશ્વરીય અનુભૂતિ તરીકે ઓળખાવે છે.

એટલે જ તો એ આનંદનો રસ માણતા જ રહે એટલે એક વ્યક્તિ સાધુ કે સંત બનવાની તરફ પ્રયાણ કરે છે અને એ રસનાં સતત પાનને લીધે તેના બાહ્ય વ્યક્તિત્વમાં એટલો ફેર નજર પડે છે કે જે તેમને બીજા સામાન્ય વ્યક્તિવાદથી અલગ તારે છે.

ઈશ્વર એ એક સુગંધ છે. જેમ દરેક વખતે સારી સુગંધથી આપણે ફૂલને ઓળખી લઈએ છીએ એ જ રીતે લોકો એ અલગ પ્રકારની અનુભૂતિને એક સુગંધ રૂપી ગણી ભગવાન કે ઈશ્વર જેવું સંબોધન આપી બેસે છે.

ૐ તત્ત સત

- કમલ

દેશનાં ખરા આતંકવાદી કોણ ?

દેશમાં જ રહેતા દેશ વિરોધી એવાં બૌદ્ધિક અને વૈચારિક આતંકવાદીઓ કરતા IS અને બીજા અમુક સંગઠનોનો દેખીતો આતંકવાદ ઘણો સારો.

- કમલ ભરખડા


ગુજરાતમાં દલિત મુદ્દે

ગુજરાત સમાચારમાં આજની હેડલાઈનને બીજી રીતે જોવામાં આવે તો સત્ય વધારે સામે આવશે એવું મને લાગે છે.




આજની હેડલાઈન નીચે પ્રમાણે હોવી જોઈએ.

“ ગુજરાત રાજ્યમાં ગોંડલ – જામકંડોરણામાં સાત દલિતોને આવનાર ચુંટણી બાબતે અમુક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય ફાયદાઓ માટે આત્મવિલોપનનો પ્રયાસ કરાવડાવ્યો “

ઉનામાં જે થયું એ જાણી ઘણી તકલીફ થઇ કે ગૌ-રક્ષા કરનારા મનુષ્યોને સમજવામાં સદંતર નિષ્ફળ રહે છે.

પરંતુ કોઈપણ વ્યક્તિને દલિત કહેવું કેટલું ઉચિત છે?

આપણી ગુજરાતી પ્રજા અને એમાં પણ સૌરાષ્ટ્રની પ્રજાની વાત કરીએ તો ખ્યાલ આવે કે ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય પરંતુ બપોરનું જમવાનું અને નીંદર જો એ નેવે ન મૂકી શકતી હોય તો એ આત્મવિલોપન જેવા પ્રયાસો ન જ કરે અગર કોઈ ઉશ્કેરણી ન હોય તો.

ભારતને છોડો પણ ગુજરાતની પ્રજા એટલી પણ મૂર્ખી નથી કે શું ચાલી રહ્યું છે એ એક વખતમાં જ સમજી ન શકે. જો ખરેખર ચુંટણી લડનાર કોઈપણ પક્ષે ગુજરાતને સર કરવું હોય તો ગુજરાતને સમજવું જરૂરી છે નહીં કે ભાજપને. જેણે એ પ્રયાસ કર્યો સત્તા હંમેશા એના પક્ષે જ આવી છે.

મહેરબાની કરી જાતિવાદને ઉભો ન કરવાની પ્રાર્થના છે. તેની સામે બીજા ઘણા મુદ્દાઓ છે જેના પર તમે લડત લડીને ગુજરાત સર કરી શકો છો.

૧. ગુજરાતમાં તથાકથિત મૂડીવાદીઓ સામે લડો.

૨. બુટલેગરો અને એમના નેટવર્કનાં હોદ્દાદારોને પકડી ને સામે લાવો

૩. ગુજરાતના જ કારીગરોને ન મળતા પ્લેટફોર્મ વિષે લડો

૪. લોકોને RTI અને બંધારણ સમજાવીને પોતાના હકો માટે લડતા શીખવાડો

૫. ગુજરાતમાં પ્રાથમિક કેળવણીનાં પાયા સ્વરૂપ સારી શિક્ષણ સંસ્થાઓનાં પ્લાનિંગ બતાવો

૬. કાર્યરત સરકાર દ્વારા ન થઇ રહેલા કાર્યોને લોકો સમક્ષ લાવો જેમકે, હાઇવે, નહેર, સમારકામ વગેરે વગેરે.

૭. બિનકાર્યરત પક્ષ એ ઉચ્ચ કોટીના વિઝીલીયંસ સાબિત થઇ શકે તેમ છે. એ કરો.

૮. ગૌ-રક્ષા, જંગલ અને અન્ય પ્રાણીઓને લઇને જે જે અમાનવીય પ્રવુત્તિઓ ચાલે છે એમની વિગતવાર તપાસ કરાવો. પરંતુ આ સંદર્ભે દલિત જેવા મુદ્દાને સામે લાવવાની જરૂર જરાય નથી.


હું જ્યાં સુધી ગુજરાતી પ્રજાને જાણું છું એ હદ પર જઈને વાત કરું તો, જ્યાં સુધી પોતાની રોજની રોટલીનો વહીવટ પૂરો ન કરે ત્યાં સુધી એ કોઈ પંચાતમાં ન પડનાર વર્ગ છે. અરે સાહેબ, સૈન્યમાં ગુજરાતીની ભરતીનાં આંકડા જોઇને ખ્યાલ આવે કે ગુજરાતી પ્રજા જાનમાલનાં રિસ્ક લેવામાં માનનાર નથી. તો આ દલિત જેવા મુદ્દા પર આવા પ્રયાસો થાય એ કેટલી હદે પ્રામાણિક સમજવા ?

મહેરબાની કરી દલિત જેવા મુદ્દાઓને સમાજમાંથી નાબુદ કરો. અને ઉપર જણાવેલ મુદ્દાઓ પકડીને આગળ આવવા વિનંતી છે. અમે તહે દિલથી આવકારશું.

જય હિંદ
કમલ ભરખડા.






જય મહારાષ્ટ્ર !

પેસેંજર: હિયા આવા.... (બસ કનડકટરને)
બસ કનડકટર: (નજીક આવીને) કહાં કાનપુર (યુપી) જાઓગે ?

આજે સવારે હું દહિસરથી વિક્રોલિ જવા માટે બસમાં બેસ્યો ત્યારે જ ઉપરોક્ત સંવાદ મુંબઈની બેસ્ટ બસમાં કનડકટર અને યુપીના છે એ દેખાઈ આવેલ એવાં પેસેંજર વચ્ચે થયો.

કનડકટરનો ભાવ રમુજનો જ હતો પરંતુ હાલ હજું પણ મુંબઇમાં શિવસેના અને મનસેની અપાયેલ ભેટ સરીખો પ્રાદેશીકતાવાદ શમ્યો નથી એ દેખાઈ આવે છે.

કદાચ આવા જ ભાત ભાતનાં તણખાઓ આપણાં દેશમાં "વાદ"ને શમવા નથી દેતાં.

#JayMaharashtra

લેટ ધ જેલમ સ્માઈલ અગેઇન - કર્નલ અનીલ અથાલે

નિવૃત કર્નલ અનીલ અથાલેનું કાશ્મીર બાબતે એમની જ બુક “લેટ ધ જેલમ સ્માઈલ અગેઇન”માં (રવિપૂર્તિમાં ભવેન કચ્છીનાં લખાણમાંથી) કરાયેલ તટસ્થ અવલોકન સાબિત કરે છે કે, કાશ્મીરમાં વધતી જતી જન સંખ્યા જ કાશ્મીરની અધોગતિનો ખાસ મુદ્દો છે. હાલની પરિસ્થતિ મુજબ કાશ્મીરની જનતા પાસે એ કોઈ જ પ્રશ્નોના જવાબો નથી કે જે ભારત સરકારને એમની પાસેથી અપેક્ષા છે. પાકિસ્તાન સતત આઝાદ કાશ્મીરના મુદ્દે કાશ્મીરીઓને ચડાવ્યા કરે છે અને કાશ્મીરની જનતા કોઈ ભવિષ્યની ચિંતા કર્યા વગર બીનવ્યવહારિક એક્શન લીધા કરે છે.

આ બધામાં અંતે સૌથી મોટુ અને એકલું નુકશાન ફક્ત કાશ્મીરની જનતાને જ છે. ફાયદાઓ કોઈ પણ પક્ષે નથી એ દેખાઈ આવે છે. પોતાના જ દાઝેલાનો અહમ સંતોષવા પાકિસ્તાન સતત ધર્મની રાજનીતિ ચલાવીને ભારતીય કશીમીરીજનતાના સ્વાભિમાનનો ઉપયોગ કરી રહ્યું છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણો સાબિત કરે છે કે, શાંતિ જેવા મુદ્દાઓ ફક્ત એમના માટે શિયાળામાં કેરીના પાક જેવી વાત છે.

કાશ્મીરના મુદ્દે જયારે કોઈપણ વિચારવાદી વ્યક્તિઓ સાથે ચર્ચા થાય છે ત્યારે મુદ્દો ફક્ત કાશ્મીરીઓની પ્રાથમિક જરૂરિયાતો પર આવીને અટકી પડે છે. કોઈપણ પરિસ્થતિમાં એક વાર ખરાબ થયેલી છાપ સુધારવામાં કોઈપણ સિસ્ટમને ઘણો ટાઇમ નીકળી જાય છે જયારે કાશ્મીરની જનતા હાલમાં કરેલા કોઈપણ પ્રત્યાઘાતો એ છાપને વધુ મજબુત કરે છે. આર્મી ફક્ત એક મશીનરી છે જેનું કાર્ય અવલોકન કરી પરિસ્થતિઓ પર કાબુ લાવવાનું છે. મોટા ભાગે થયેલા અવલોકનોમાં આર્મી સાચી સાબિત થઇ છે.

હવે વાત કરીએ એ નિર્દોષ કાશ્મીરી જનતાની કે જેમનો ખરેખર ઉદ્દેશ કાશ્મીરમાં રહીને કાશ્મીરની જ જળ જમીનો ઉપયોગ કરી પોતાનું જીવન હંકારવાથી જ નિસ્બત છે. એ તમામ લોકો આ બધાની વચ્ચે પીસાય રહ્યા છે. પોતાની જીવન જરૂરિયાતો પોતાના જ પ્રદેશમાંથી મળી ન શકે એટલે ઘરનો વ્યક્તિ અવળા કાર્યોમાં હાથ ડુબાડે એ કાળી વાસ્વિકતા છે.

આર્મીનો જે પ્રવાહ કાશ્મીરમાં છે એ કાશ્મીરની જનતાને જ આભારી છે. જનતાનો વિરોધ અને પ્રત્યાઘાતો ફક્ત કાશ્મીરમાં જ થાય છે એ ઈતિહાસ નથી. પાકિસ્તાન પોતાના વાગેલાને મટાડવા પોતાનો ઈલાજ કરવાની જગ્યા એ ભારતને પણ કાશ્મીર મુદ્દે ઘા આપવા માંગે છે. આ પાકિસ્તાનની એક નબળી અને ગાંડી રાજનીતિ છે અને પાકિસ્તાન આ માટે ભારતીય કાશ્મીરની જનતાનો ઉપયોગ કરી રહી છે.

પરંતુ આ સિલસિલો ચાલુ જ રહેશે એ નક્કી છે અને એ દેખાઈ પણ આવે છે. (અને એ પણ પાકિસ્તાના કહેવા પ્રમાણે ૧૦૦૦૦ હજાર વર્ષો સુધી!) આપણી ભારતીય સરકાર આમ બેઠા બેઠા કંઈ નથી કરી શકવાની. જરૂર છે ભારતીય કાશ્મીરી જનતાને ભારતનાં બીજા રાજ્યો સાથે સિંક્રોનાઈઝ (Synchronize) થવામાં મદદ કરવાની.

ભારત સરકારે એ ખાસ પ્રકારની પોલીસી ઉભી કરવાની જરૂર છે જેમાં જે પરિવારો ભારતના બીજા રાજ્યોમાં સ્થળાંતર કરે છે એમને દરેક ક્ષેત્રે સહાય મળશે. પરંતુ એ પોલીસી કાશ્મીરમાં દાખલ કરવાથી દેશને સદંતર નુકશાન છે. એટલે જ તો અત્યાર સુધીની તમામ સરકાર કાશ્મીર મુદ્દે નિષ્ફળ રહી છે.

ભારતમાં જો ખરેખર કોઈપણ સરકારને કે પાર્ટીને કાશ્મીર મુદ્દો વ્યવહારિક રીતે સુધારવો જ છે તો બસ આ જ એક માર્ગ બચ્યો છે.


૧. કાયમી ધોરણે સ્થળાંતર કરતા પરિવારને તે જે તે રાજ્યની તમામ સુવિધાઓ મળવી જોઈએ અને એ પણ તાત્કાલિક ધોરણે.

૨. પોતાનો ધંધો ચાલુ કરી શકે એ બદલ અમુક ૧૦૦% સબસીડી વાળી લોન આપવી પડે.

૩. નોકરી કરવા માંગતા યુવાનો ને જે તે રાજ્ય સરકારે લગતા વળગતા વિભાગોમાં નોકરીની સહુલીયાતો ઉભી કરવી રહી.

૪. જે તે રાજ્યમાં એમના સમાજમાં સહેલાઈથી ભળી શકે એવું વાતાવરણ ઉભું કરવું રહ્યું. આ કઇ પહેલી વખતનું નથી. ભારતે એ પહેલા પણ કર્યું છે. ભાગલા પછી તમામ પાકિસ્તાનમાં રહેતા હાલના ભારતીયો ખુબ જ સરળતાથી ભળી શક્યા છે.

બસ આ જ ઉપાય રહ્યો છે.

- Kamal bharkahda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો