સિનેમા કઈ રીતે જુદું છે બીજાં માધ્યમોથી?

ટર્કીશ શો ના એક એપિસોડમાં મેં એક મસ્ત સીન જોયો.

એક કેરેકટર (40 એક વર્ષની લેડી) પોતાનાં ઘરમાં એકલી ચા પી રહી છે. અને ચા પી ને ઉભી થાય છે. અને જુએ છે કે ક્રિસમસનાં વૃક્ષ પર સજાવવા માટે લગાડેલું એક રમકડું તેમાંથી નીચે પડી ગયું છે. એ લેડી તેને ઉપાડીને ફરીથી વૃક્ષ પર લગાડે છે. લગાડીને ફરીથી આગળ જવા વળે છે ત્યાં તેને ફોન આવે છે કે, તેના પિતાજીનું દેહાંત થયું છે.

વાહ, શું સીન ક્રિએટ કર્યો હતો.

પહેલા મને લાગ્યું કે આ સીનની જરૂરિયાત શું કામ હોય પણ એકદમ ક્લીઅર કર્યું.

મારા ખ્યાલથી સિનેમા અહીંયા દરેક કળાથી જુદું પડે છે. પુસ્તકમાં કે સંગીત દ્વારા આ ક્રિએટ કરાવવું અઘરું છે.

નિષ્કર્ષ:

સિનેમાની જરૂરિયાત શું કામ હોવી જોઈએ તેના પર ચર્ચા કરવી જરૂરી છે..

જો સ્ક્રીન પર બતાવ્યાં કરતાં લોકો આપણાં મેસેજને વાંચી અથવા સાંભળીને વધારે ક્લીઅર સમજી શકે તો તેના માટે નો સીન સ્ક્રીન પર ક્રિએટ કરવો વ્યર્થ છે.

સ્ક્રીન પર એ જ શોભે જે પુસ્તક અથવા સંગીતમાં તમે વણી ન શકો.

#કમલમ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો