નિર્ણય


જયારે જયારે આપણે પોતાની નિર્ણય શક્તિ દ્વારા કોઈ પરિણામ પર પહોંચીએ છીએ ત્યારે આપણે ભલે પોતાના માટે જ કેમ ન વિચારતા હોઈએ પણ આપણે સાચા જ હોઈએ છીએ.

આપણું સત્ય ફક્ત આપણે જ જાણીએ છીએ.

પરંતુ આગળ આવનાર પરિસ્થતિઓ, તકલીફો અને મૂંઝવણોની ઓળખ હોય જ એ જરૂરી નથી. છતાં, માણસાઈ અને આપણા જમીરનો સયોંગ કરી અને તેને સાક્ષી માની આગળ જે વિચારો અને સમાધાનના આઈડિયાઝ આવશે એ જરૂરથી સુંદર, ન્યાયિક અને યોગ્ય પરિણામો લાવશે અને ત્યારે એ ફક્ત આપણા પુરતું જ નહીં પણ દરેકને ધ્યાનમાં લઈને વિચારેલું હશે.


બસ માણસાઈ અને જમીરની સાક્ષીએ લીધેલા દરેક નિર્ણયો આપણામાં એવું પરિવર્તન લાવશે કે જેનાથી આપણ ને જીવનના તમામ સત્યો અને આપણા જીવનમાં ભાગભજવતા તમામ લોકોના સત્યો સમજવા લાગશે. અને સમજાયા બાદ એ તમામ લોકોને અને તેમની પરિસ્થતિઓનો સ્વીકાર કરતા થઇ જશું અને પણ આત્મિક સંતોષ સાથે.

અને આ રીતે જ જો આગળ વધાય તો જીવનની કોઈપણ સમસ્યાઓ વિરુદ્ધ, તૂટ્યા વગર લડી શકીએ છીએ.

- કમલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો